અક્કલ…..

 • મચ્છર

  મચ્છરનુ બચ્ચુ પહેલીવાર ઉડ્યુ, જ્યારે તે પરત આવ્યુ તો બાપે પૂછ્યુ - કેવુ લાગ્યુ ?
  મચ્છર - ખૂબ સારુ... જ્યા પણ ગયો લોકો તાળીઓ પાડી રહ્યા હતા.

સેલ્ફી બની ખતરનાક લીધો જીવ, મહુવાના દરિયામાં ઈજનેર વિદ્યાર્થી ગરકાવ

201727Jun
સેલ્ફી બની ખતરનાક લીધો જીવ, મહુવાના દરિયામાં ઈજનેર વિદ્યાર્થી ગરકાવ

વર્તમાન એન્ડ્રોઈડ ફોનના જમાનામાં યુવાવર્ગ સેલ્ફીમેનિયા બની ગયો છે. સેલ્ફીના ચક્કરમાં ઘણાં એવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. જેમાં સેલ્ફિના ચક્કરમાં યુવાનો જીવ પણ ગૂમાવી દે છે.

આવો જ એક કિસ્સો આજે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે બન્યો હતો. જે માં મહુવા નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીનો સિવિલ ઈજનેરીમાં અભ્યાસ કરતો પુત્ર તેના મિત્ર સાથે લાઈટ હાઉસ ખાતે ફરવા આવ્યો હતો.

જ્યાં બન્ને મિત્રો સમુદ્ર કિનારે સેલ્ફી ફોટો લેવા જતાં દરિયામાં એક જોરદાર મોજા આવતા બંન્ને મિત્રો સમુદ્રમાં તણાવા લાગ્યા હતા. જેમાં એક મિત્રના હાથમાં પથ્થરની ભેખડ આવી જતા તેનો આબાદ બચાવ થઈ ગયો હતો. જ્યારે નિવૃત્ત કર્મચારીનો પુત્ર દરિયાના ઊંડા પાણીમાં તણાઈ ગયો હતો. જેને બચાવવા પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી બચાવ કામગીરી માટે બોટ મગાવી હતી. પરંતુ સમુદ્રમાં પાણીની જોરદાર મોજાને કારણે બચાવ કાર્યવાહીમાં વિક્ષેપ પડયો હતો.

જો કે, તેમ છતાં મોડી રાત સુધી શોધખોળ શરૃ રખાઈ હોવા છતાં યુવાનનો પતો લાગી શક્યો ન હતો. ઉકત બનાવ અંગે મહુવા પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા શહેરના શાળાનં ૬ પાછળ માધવપાર્ક વિસ્તારમાં રહેતા મહુવા નગરપાલિકાના નિવૃત કર્મચારી અજયભાઈ ત્રિવેદીના પુત્ર મુકેશ ઉર્ફુ માધવભાઈ ત્રિવેદી (ઉ.વ ૧૭) ધારી ખાતે સિવિલ ઈજનેરીનો વિધાર્થી હાલની રજાઓમાં મહુવા આવેલ દરમિયાનમાં માધવભાઈ ત્રિવેદી તેમના મિત્ર મહમદતકી ભંભેરા સાથે મહુવા નજીક આવેલ લાઈટ હાઉસ ફરવા ગયેલ દરમિયાનમાં મોબાઈલમાં સેલ્ફી લેતા હતા, ત્યારે સમુદ્રમાં આવેલ જોરદાર મોજાએ બંન્ને મિત્રોને લપેટમાં લેતા સમુદ્રમાં તણાયા હતા.

દરમિયાનમાં મહમદતકીના હાથમાં પથ્થરની ભેખડ પકડાઈ જતા તેનો કુદરતી બચાવ થયો હતો. જયારે માધવભાઈ સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

બનાવની જાણ થતાં મહુવા પોલીસ સ્ટેશનના હે.કો પી.એમ.ગોહિલ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ સમુદ્રમાં ભારે પાણીનો કરંટ હોય અને રપ થી ૩૦ ફુટ ઊંચા મોજા ઉછળતા હોય બોટ ચાલી શકે તેમ નહિ હોવાથી બચાવ કાર્યવાહીમાં પણ અડચણ આવતી હતી. મોડી રાત સુધી શોધખોળ કરવા છતા માધવ ત્રિવેદીનો પત્તો મળ્યો ન હતો.

 

source: sandesh

ભાવનગર/Bhavnagar,View : 498

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સેવા મનુષ્યની સ્વાભાવિક વૃતિ છે અને તે જ તેના જવનનો આધાર છે. સેવાથી શત્રુ પણ મિત્ર થય જાય છે.