અક્કલ…..

  • નવો બોલ!

    પાકિસ્તાનના સ્પીન બોલર શકલીન મુસ્તાકે લગ્ન કર્યા તો પહેલી રાતે તે ખુબ નર્વસ હતો. પણ જેમ તેમ તેણે રાત પસાર કરી નાખી.

    જો કે તેને થોડા દિવસોમાં ખયાલ આવી ગયો , કે તેની વાઇફના આ ત્રીજા લગ્ન છે. તેથી તે ખુબ નારાઝ થયો કે તેની સાથે દગો થયો છે. વિરોધી ટીમ સામે જેમ જુસ્સા સાથે આવે તેમ ગુસ્સામાં તે વાઇફ પાસે ગયો. અને ગુસ્સા અને દુખ સાથે બરાડ્યો,

    ''તેં મને દગો દીધો ??? આ તારા ત્રીજા લગ્ન છે ? આવુ કેમ કરી શકે!! ''

    પત્નીએ એક લાફો ઝીંકીને કહ્યુ, ''મુર્ખ, તે ક્યારે જોયુ છે કે સ્પીન બોલરને નવો દડો આપવામાં આવ્યો હોય !!''

સુરત નાઇટ મેરેથોન : રાતે જાણે દિવસ ઉગ્યો

201825Feb
સુરત નાઇટ મેરેથોન : રાતે જાણે દિવસ ઉગ્યો

શહેરના ગૌરવ પથ ઉપર રવિવારે યોજાયેલી રન ફોર ન્યુ ઇન્ડિયા નાઇટ મેરેથોનમાં હજારો સુરતીઓ ઉત્સાહભેર દોડયા હતા. મેરેથોનમાં ભાગ લેવા સુરતીઓમાં દેખાયેલા અદમ્ય ઉત્સાહને કારણે ડુમસ રોડ ઉપર જાણે રાતે દિવસ ઉગ્યો હોય તેવો અદ્દભૂત નજારો છવાયો હતો.

સ્પોર્ટ્સ લાઇટ્સના ઝગમગાટ વચ્ચે દોડવીરોએ ચુસ્તી, સ્ફૂર્ટી અને તંદુરસ્તી માટે દોડ લગાવી હતી. દોડવીરોનો ઉત્સાહ વધારવા એટલી જ મોટી સંખ્યામાં રોડની બંને તરફ હકડેઠઠ દર્શકો ઉમટી પડયા હતા.

સુરતીઓએ નાસ્તા, પાણી અને એનર્જી ડ્રિંક્સ સાથે અસ્સલ સુરતી માહોલમાં મેરેથોનને માણી સન-ડે ને ફન ડે બનાવી દીધો હતો. મેરેથોનને ફલેગ ઓફ કરવા આવેલા દેશના વડાપ્રધાન મોદી એરપોર્ટથી લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ જવા નીકળ્યા ત્યારે સમગ્ર રૂટ ઉપર સુરતીઓએ મોદી, મોદીના નારા લગાવ્યા હતા.

રવિવારે સુરત ડુમસ રોડ ઉપર અદ્દલ સુરતી અંદાજમાં લોકોએ સન-ડે ઉજવ્યો હતો. નાઇટ મેરેથોનમાં ભાગ લેવા જાણે આખું સુરત ગૌરવપથ ઉપર ગૌરવભેર ઉમટી પડયું હતું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ફલેગ ઓફ કરતા જ પૂરા જોશ સાથે સુરતીઓએ દોડવાનું શરૂ કર્યું હતું.

મેરેથોનમાં પ્રોફેશનલ રનરથી સાથોસાથ નાના ભૂલકાઓ, એનજીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, કોલેજના યંગસ્ટર્સ, કંપની એમ્પ્લોયઝ સહિત સિનિયર સિટીઝનો હોંશભેર દોડયા હતા. મોટાભાગના સુરતીઓએ પાંચ કિલોમીટરની ફન રનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત ૧૦, ૨૧ અને ૪૨ કિલોમીટરની પણ હજારો લોકોએ પગ દબાવીને દોડ લગાવી હતી.

આ પહેલા વડાપ્રધાન મોદીની એક ઝલકના દિવાના થયેલા સુરતીઓએ પ્રધાનમંત્રીનો કોન્વોય જોતાં જ મોદી, મોદીના નારા લગાવી તેમનું પણ શાબ્દિક અભિવાદન કર્યું હતું.

એરપોર્ટથી કારગીલ ચોક સુધી રસ્તાની બંને તરફ હાથ ઊંચો કરી વડાપ્રધાન મોદીને આવકાર આપ્યો હતો. દોડવીરોને ચીઅર અપ કરવા મગદલ્લાથી લઇ પાર્લે પોઇન્ટ સુધીના ભાગમાં શહેરીજનો પણ હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતા.

અસ્સલ સુરતી સ્ટાઇલમાં લોકોએ મેરેથોનની મજા માણી હતી. પેટીસ, કચોરી, સમોસા સહિતના વાનગીઓ સાથે નાસ્તા-પાણી કરી જમણનો જલસો કર્યો હતો. આયોજકો દ્વારા પાણી અને એનર્જી ડ્રિંક્સની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં શહેરીજનો દોડવીરો માટે એનર્જી ડ્રિંક્સ અને પાણીની બોટલ લઇને આવ્યા હતા. નાઇટ મેરેથોન મનભરીને એન્જોય કરી હતી.

 

source: sandesh

સુરત/Surat,View : 128

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.