અક્કલ…..

 • ઓત્તારીની...

  છોકરી છોકરાને - તારા વાળ તો જો એવુ લાગે છે જાણે ઘાસ ઉગ્યુ હોય....
  છોકરો - તેથી જ તો હું ક્યારનો વિચારી રહ્યો છુ કે મારી પાસે ભેંસ કેમ ઉભી છે...!!

સુરત દિશિત મર્ડરમાં થયો નવો ખુલાસો, જાણીને ચોંકી જશો

201724Jun
સુરત દિશિત મર્ડરમાં થયો નવો ખુલાસો, જાણીને ચોંકી જશો

સુરતના ચકચારી દિશિત જરીવાળા હત્યા કેસમાં આરોપી સની ઉર્ફે સુકેતુ મોદીની જામીનઅરજીની સુનાવણી આજે સેશન્સ કોર્ટમાં પૂરી થઈ હતી. કોર્ટ હવે જામીનઅરજીનો ચુકાદો તા. ૨૮-૦૬-૧૭ના રોજ જાહેર કરશે.

દિશિતની હત્યાનું કાવતરું એક મહિના અગાઉ ઘડાઈ ગયુ હતું અને સુકેતુની હત્યામાં મહત્ત્વની ભૂમિકા હોઈ તેને જામીન ન આપવા માટે સરકાર પક્ષે દલીલો કરી હતી.

ગત તા. ૨૭-૦૬-૧૬ના રોજ પાર્લેપોઈન્ટ પર સર્જન સોસાયટીમાં દિશિત જરીવાલાની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. દિશિતની હત્યા તેની પત્ની વેલ્સી જરીવાલાના ઈશારે તેના પ્રેમી સની ઉર્ફે સુકેતુ હર્ષદભાઈ મોદી અને તેના ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ જબરસિંહ ચૌહાણે કરી હોવાનું બહાર આવતાં ઉમરા પોલીસે ત્રણેની ધરપકડ કરી હતી.

વેલ્સી જરીવાલાની જામીનઅરજી હાઈકોર્ટે દ્વારા મંજૂર થયા બાદ સુકેતુ મોદીના વકીલે હાલમાં જ જામીનઅરજી દાખલ કરી હતી. એફએસએલના રિપોર્ટના આવી ગયા છે અને તેમાં સુકેતુ સામે કોઈ પુરાવા ન હોવાની તેમજ સુકેતુ, વેલ્સી વચ્ચે પ્રેમપ્રકરણ ન હોવાનો તેમજ સંબંધી હોવાના નાતે મિત્રતા હોવાની દલીલો તેમણે કરી હતી.

સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ તેમની દલીલોમાં જણાવ્યું હતું કે એફએલએલના વધુ રિપોર્ટમાં આરોપી સામે વધુ સંગીન પુરાવા મળ્યા છે.

દિશિતની હત્યામાં વપરાયેલા ચપ્પુ સહિતની ચીજવસ્તુઓ અગાઉથી જ ખરીદાઈ ગઈ હતી. એક મહિના પહેલાં જ તમામ તૈયારી થઈ ગઈ હતી, સુકેતુ અને વેલ્સી વચ્ચે વાતચીતની વીડિયો અને ઓડિયો ક્લીપમાં તેમના પ્રેમપ્રકરણના પુરાવા દેખાય છે. જે કારમાંથી લોહી મળ્યંુ તે સુકેતુની કાર છે.

તેના મોબાઈલમાંથી મળેલી સેંકડો કલીપમાં ચોક્કસ સમયની કલીપો ડિલીટ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું સુકેતુ અને વેલ્સી હોટલમાં મળતા ત્યારે સીસીટીવી કેમેરા બંધ કરી દેવાની સૂચના અંગે હોટલના સ્ટાફે તેમના નિવેદનો આપ્યા છે.

બન્ને વચ્ચેની વાતચીતમાં પણ મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા છે. સુકેતુ દ્વારા તેની પત્ની પીનલને અપાયેલી ધમકી, વેલ્સીને હું તારા વિના જીવી શકીશ નહીં, આઈ લવ યુના મેસેજ બન્ને વચ્ચેના સંબંધો સ્પષ્ટ કરે છે.

હત્યા વખતે વપરાયેલા રેઈનકોટ, મરચાની ભૂકીનો નાશ કરવા માટે સુકેતુની ડ્રાઈવર ધીરેન્દ્રને સૂચના આપતી ક્લીપો સહિત આરોપી સામેે સિલસિલાબદ્ધ પુરાવા છે. બન્ને પક્ષની દલીલો પૂરી થતાં કોર્ટ હવે જામીનઅરજીનો ફેંસલો ૨૮-૦૬-૧૭ના રોજ જાહેર કરશે.

 

source: sandesh

સુરત/Surat,ગુનો/Crime,View : 500

  Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યાં ગયાં છે તેને સદાયે શાંતિ જ છે.