અક્કલ…..

 • રાવણ કોણ?

   રાવણ કે સર :૧૦

  આખે :૨

  નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!

  આજ કે લડકો કે સર :૧

  આખે :૨

  નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!

  અબ બતાઓ અસલી રાવણ કોણ?????

   

સુરતમાં રમવાની ઉંમરમાં ચિંતાજનક રીતે વધી રહેલું બાળ ગુનેગારોનું પ્રમાણ

201729Jun
સુરતમાં રમવાની ઉંમરમાં ચિંતાજનક રીતે વધી રહેલું બાળ ગુનેગારોનું પ્રમાણ

સુરતમાં ચિંતાજનક રીતે બાળ ગુનેગારીનું પ્રમાણ વધી રહ્યું છે. રમત રમવાની નાદાન ઉંમરમાં બાળકો હથિયારો સાથે રમતા થઇ ગયા છે. થોડા દિવસો પહેલા લિંબાયતમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ પ્રેમ પ્રકરણમાં પોતાના ક્લાસમાં અભ્યાસ કરતા મિત્રની હત્યા કરી નાંખી હતી. શહેરમાં બહારના રાજ્યોમાંથી આવેલા લોકોના બાળકોમાં બાળ ગુનેગારોનું મહત્તમ પ્રમાણ જોવા મળે છે.

ઇન્ટરનેટ અને મોબાઇલ પર ફિલ્મો, પોર્ન સાઇટ, અશ્લીલ ગેમની ખરાબ અસર બાળ માનસ પર થાય છે. પરિવાર તરફથી હૂંફ ન મળતા બાળકો હિંસક કૃત્યો કરતા થાય છે. ગત વર્ષ ૨૦૧૬માં ૨૭૮ ગુનાઓની તુલનામાં આ વર્ષે માત્ર ચાર માસમાં ૧૨૨ ગુનાઓ નોંધાયા હતા. શહેરમાં બાળ ગુનેગારોના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે.

સુરતમાં બાળકો હત્યા અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. બાળસુરક્ષા અધિકારી જયેન્દ્રસિંહ ઠાકોરના જણાવ્યા અનુસાર આજના આધુનિક સમયમાં બાળકો પોતાનો મોટાભાગનો સમય ઘરમાં બેસીને ઇન્ટરનેટ પર ગેમ, ફિલ્મો અને પોર્ન સાઇટ જોવામાં પસાર કરે છે. ઇન્ટરનેટ પર પોર્નસાઇટો પર અશ્લીલ અને હિંસક સામગ્રી પીરસવામાં આવે છે.

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર અશ્લીલ ચિત્રોની આપ-લે કરવામાં આવે છે. અશ્લીલ ચિત્રો અને હિંસક ફિલ્મો તથા ગેમ રમવાથી બાળક હિંસા કરવા પ્રેરાય છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જોગવાઇએ અટપટી હોવાથી કેસનો નિકાલ કરવામાં લાંબો સમય લાગે છે.

જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં કાયદાના સંર્ઘષમાં આવેલા બાળકને તરત જામીન મળી જાય છે, તેને જેલમાં રાખવાને બદલે જુવેનાઇલ હોમ અને ચિલ્ડ્રન ઓબ્ઝર્વેેશન હોમમાં રાખવામાં આવે છે. સુરતમાં ગત વર્ષ ૨૦૧૬માં સુરતમાં બાળગુનાના ૨૭૮ બાળ ગુનાઓ નોંધાયા હતા. આ વર્ષે ચાર માસમાં ૧૨૨ બાળગુનાઓ નોંધાઇ ગયા છે.

૨૦૧૪ માં સૌથી વધુ ૩૧૫ બાળગુનાઓ નોંધાયા હતા. લિંબાયતમાં ગત વર્ષે બે સગીરોએ શ્રી હરિ ટ્રાવેલ્સના સંચાલકોની લૂંટના ઇરાદે હત્યા કરી જામીન મળતા ફરી એક યુવાનની લૂંટના ઇરાદે હત્યા કરી હતી.

હાલમાં એક જ શાળામાં અભ્યાસ કરતા બે મિત્રોએ પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા કરી હતી. જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં સુધારો છતાં બાળગુનેગારીમાં ખાસ ફરક નહીં બાળ ગુનેગારો માટે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બનાવવામાં આવ્યો છે.

જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ૨૦૧૫ અનુસાર ૧૬ વર્ષથી વધુ ઉંમરના બાળકો ગંભીર પ્રકારના ગુનાઓ કરે તો તેને પુખ્ત વયના ગુનેગાર જેટલી સજા કરવામાં આવે છે.

આ એક્ટમાં ૨૦૧૫ માં સુધારો કરવામાં આવ્યો હોવા છતાં બાળ ગુનેગારીમાં કોઇ ખાસ ફરક પડયો નથી. ગત વર્ષ ૨૦૧૬માં ૨૭૮ ગુનાઓની તુલનામાં આ વર્ષે ચાર માસમાં ૧૨૨ ગુનાઓ નોંધાયા હતા.

પોલીસે પ્રોહિબિશનનો કાયદો કડક કરતા સગીરોનો દુરૃપયોગ દક્ષિણ ગુજરાતમાં પોલીસે છેલ્લા કેટલાક સમયથી પ્રોહિબિશનના કાયદોનો કડક અમલ શરૃ કર્યો છે.

પ્રોહિબિશનના કાયદાના કડક અમલને કારણે બુટલેગરો દારૃની હેરાફેરીમાં સગીર બાળકોનો ઉપયોગ કરતા થયા છે. ટીવી, કમ્પ્યુટર અને મોબાઇલમાં હિંસાનું એક્સપ્લોઝર થાય છે ઃ કમલેશ દવે નવી સિવિલ હોસ્પિટલના મનો ચિકિત્સક કમલેશભાઇ દવેના જણાવ્યા અનુસાર હાલમાં બાળકો વાસ્તવિક જીવનને બદલે ટીવી, મોબાઇલ અને કમ્પ્યુટરની કાલ્પનિક દુનિયામાંથી બધંુ શીખે છે.

ઇન્ટરનેટ પર કલાકો સુધી રચ્યાપચ્યા રહેવાથી બાળકો સંવેદનહીન તઇ જાય છે. તેથી તેઓ ગંભીર ગુનાઓ કરતા ખચકાતા નથી.

 

source: sandesh

સુરત/Surat,ગુનો/Crime,View : 382

  Comments

  • Vishal shiyal16/07/2018મિથુન રાશીના છોકરાનુ નામ બતાવો
  • 972634844215/07/2018Min rasi ma sokri nu name batavo
  • jhjh14/07/2018opopo
  • Knjl10/07/2018થ રાશી પર નામ આપો...
  • JiGnesh07/07/2018મકર રાશિમાં છોકરા નુ નામ જણાવો
  • Rakesh patel07/07/2018Min rash chhokri na nam
  • Shailesh05/07/2018Baby name
  • Kalpesh nayak03/07/20182/7/2018 રાશી કંઈ છે
  • Nita Ben Prajapati02/07/2018Pet ma sojo to Ane dukhavo thay 6e.. to ano upay
  • લક્ષ્મણ પરમાર02/07/201823/6/2018 1:20વાગે તુલા(ર. ત) સારા નામ જણાવો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.