અક્કલ…..

  • નોટ બદલવા ગયા હતા

    બાળક- મમ્મી બહાર આવો કોઈ દાઢીવાળા બાબા આવ્યા છે

    મમ્મી- અરે આ કોઈ બાબા નહી

    તારા બાપુ છે બેંક ગયા હતા નોત બદલવા માટે

    પગે લગ એમના  

સુરતમાં યુવકે અડધી રાતે ૩૦૧ને બદલે ૨૦૧નો દરવાજો ખટખટાવ્યો અને પછી …

201719Jul
સુરતમાં યુવકે અડધી રાતે ૩૦૧ને બદલે ૨૦૧નો દરવાજો ખટખટાવ્યો અને પછી …

અડાજણ એલ.પી. સવાણી રોડના સુડા આવાસમાં બનેલી વિચિત્ર ઘટનામાં યુવકે મોડી રાત્રે પોતાના ૩૦૧ નંબરના ફ્લેટમાં જવાને બદલે ભૂલમાં ૨૦૧ નંબરના ફ્લેટનો દરવાજો ખટખટાવવાનું ભારે પડયું હતું. પિતા-પુત્રએ દરવાજો ખટખટાવનાર યુવકને ચોર સમજી લોખંડના પાઇપ વડે ફટકાર્યો હતો, યુવકને સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે અડાજણમાં એલ.પી.સવાણી રોડ પર આવેલા સુડા આવાસમાં બિલ્ડિંગ નં.૧૩ના ઘર નં.૩૦૧માં રહેતા પ્રવીણભાઇ રમેશભાઇ બારગેને તા.૧૭મીની રાત્રિએ બરાબરનો મેથીપાક પડયો હતો.

પ્રવીણભાઇએ મધરાત્રે ૧ વાગ્યે બિલ્ડિંગમાં પોતાના ઘર નં.૩૦૧માં જવાને બદલે ભૂલમાં ૨૦૧ નંબરના ફ્લેટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ દરમિયાન ઘરમાં રહેતા કનુભાઇ અને તેમના પુત્રએ ચોર હોવાનું સમજી લઇ પ્રવીણભાઇ સાથે ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે બેરહમીપૂર્વક ફટકાર્યા હતા.

બનાવને પગલે આવાસમાં ચકચાર મચી ગઇ હતી. ભૂલમાં દરવાજો ખટખટાવનાર પ્રવીણભાઇ ગંભીર મારનો ભોગ બનતા હોસ્પિટલ ભેગા થવાની નોબત આવી હતી. અડાજણ પોલીસે પ્રવીણ બારગેની ફરિયાદના આધારે કનુભાઇ અને તેમના પુત્ર સામે ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.

 

source: sandesh

સુરત/Surat,View : 445

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જીવન માં ક્યારેય બધા પાસે થી એક સરખી અપેક્ષા ના રાખવી જોઈએ કેમ કે બધા એક સરખા હોતા નથી .