અક્કલ…..

 • ચિંતા

  ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે

સુરતઃ મહિલાએ 4 સંતાનને આપ્યો જન્મ, માતા-બે બાળક ગંભીર

201718Aug
સુરતઃ મહિલાએ 4 સંતાનને આપ્યો જન્મ, માતા-બે બાળક ગંભીર

સુરત મહારાષ્ટ્રના નંદૂરબારની ખાનગી હોસ્પિટલમાં બુધવારે પ્રસૂતાએ ચાર બાળકોને જન્મ આપ્યો હતો. અધૂરા માસે સિઝરથી થયેલી પ્રસૂતિ બાદ માતાની હાલત કથળી ગઈ હતી. જ્યારે બાળકોની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

અહીં તેમની સારવાર ચાલુ છે. પ્રથમ પ્રસૂતિમાં ચાર સંતાન મહારાષ્ટ્રના નંદૂરબારની ખાનગી હોસ્પિટલમાં સંધ્યા મુકેશ નાયી (ઉ.વ.આ.22)નાએ સિઝરથી બુધવારે સાંજે ચારેક વાગ્યા આસપાસ 4 સંતાનોને જન્મ આપ્યો હતો. ચારમાંથી ત્રણ બાળકીઓ અને એક બાળક છે.

સિઝરથી થયેલી ડીલિવરી બાદ સંધ્યાની હાલત કથળતાં બેભાન થઈ ગઈ હતી. જ્યારે બાળકોની હાલત પણ ગંભીર જણાતા તેમને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

અહીં બે બાળકોને ગંભીર ગણાવાઈ રહ્યાં છે. અધૂરા મહિને થઈ પ્રસૂતિ સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ સંધ્યાના મુકેશ સાથે અઢી વર્ષ અગાઉ લગ્ન થયા હતાં.

જેમાં પ્રથમ વખતની પ્રસૂતિમાં સંધ્યાએ ચાર સંતાનોને જન્મ આપ્યો હતો. જેમાં પ્રથમ ત્રણ દીકરીઓ અને એક દીકરો હતો. પહેલી બેબીનું વજન જન્મ સમયે 1.3 કિલો, બીજીનું 1.5, ત્રીજીનું 1.1 કિલો અને ચોથા બાળકનું વજન 1.3 કિલો હતું.

 

source: divyabhaskar

સુરત/Surat,View : 444

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • Obstacles are those frightful things you see when you take your eyes off the goal. Henry Ford