સુનંદાના મોતનું રહસ્ય હજુ વણઉકલ્યુઃ શરીર પરથી મળ્યા વાગેલાના નિશાન, સાંજે કરાશે અંતિમ સંસ્કાર

201418Jan
સુનંદાના મોતનું રહસ્ય હજુ વણઉકલ્યુઃ શરીર પરથી મળ્યા વાગેલાના નિશાન, સાંજે કરાશે અંતિમ સંસ્કાર
નવી દિલ્હી, 18 જાન્યુઆરી

યુનિયન મિનિસ્ટર શશિ થરુરના પત્ની સુનંદાનું ગઈ કાલે શંકાસ્પદ રીતે થયેલા મૃત્યુ પછી મોડી રાત્રે તેના મૃતદેહને એમ્સ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આજે સરેરાશ 12 વાગતા સુનંદાના મૃતદેહનું પોસ્ટમોટમ શરૂ કરવામાં આવ્યુ હતુ અને હવે તે પૂર્ણ થઈ ગયુ છે. સુનંદાનો પીએમ રિપોર્ટ એમ્સ હોસ્પિટલ દ્વારા બે દિવસ પછી આપવામાં આવશે. હાલ તો શશિ થરુર સુનંદાનો મૃતદેહ મેળવીને ઘરે રવાના થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાંજે 4 વાગ્યાની નજીક સુનંદાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પોસ્ટમોટમ પછી ડો. ગુત્પાએ જણાવ્યુ છે કે સુનંદાનું આકસ્મિત અપમૃત્યુ થયુ છે. તેના શરીર પરથી વાગેલાના નિશાન મળ્યા પરંતુ તે જાનલેવા છે કે નહી તે કહેવુ મુશ્કેલ છે. તેથી બે દિવસ પછી સુનંદાનો પીએમ રિપોર્ટ મળશે પછી જ તેના મૃત્યુ વિશે સ્પષ્ટ કહી શકાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુનંદાના શરીર ઉપર વાગ્યાના લીલા નિશાન જોવા મળ્યા છે. સુનંદાના કાંડા, ખભા અને ગલા પરથી લીલા નીશાન જોવા મળ્યા છે. પહેલા પોલીસે આ લીલા કલરના નીશાન સામાન્ય ગણાવ્યા હતા પરંતુ હવે તે નિશાન પીએમ રિપોર્ટ માટે મહત્વના બન્યા છે. હાલ હોસ્પિટલ દ્વારા મૃત્યુના કોઈ પણ કારણને જાહેર કરવામાં આવ્યુ નથી.

એમ્સ હોસ્પિટલ દ્વારા 3 ડોક્ટરોની કમીટિ બનાવીને સુનંદાનું પોસ્ટમોટમ કરવામાં આવ્યુ હતુ. સુનંદાના પોસ્ટમોટમની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. બે દિવસ પછી સુનંદાનો પીએમ રિપોર્ટ આપવામાં આવશે. આમ હવે સુનંદાએ આત્મ હત્યા કરી છે કે તેનુ મર્ડર કરવામાં આવ્યુ છે તે વિશેની ગુત્થી હજુ બે દિવસ સુધી ચાલ્યા કરશે.


Source : Sandesh

સામાજિક/Social,View : 992

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Success is not counted by how high you have climbed but by how many people you brought with you.Wil Rose