અક્કલ…..

 • આજે મૂડ નથી

  સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
  પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
  સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

સાવરકુંડલામાં ખેડુતોનો આક્રોશ: ભાવ સારો ન મળતા 200 મણ ડુંગળી રસ્તા પર ફેકી

201711May
સાવરકુંડલામાં ખેડુતોનો આક્રોશ: ભાવ સારો ન મળતા 200 મણ ડુંગળી રસ્તા પર ફેકી
અમરેલી/સાવરકુંડલા: ગયા વર્ષે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળ્યા હતાં. જેને પગલે આ વર્ષે સાવરકુંડલા-રાજુલા પંથકના ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યુ હતુ અને પાક પણ સારો થયો છે. પરંતુ પુરતા ભાવ મળતા ન હોય સાવરકુંડલાના ખડસલી ગામના પાટીયા નજીક 10 ગામના ખેડૂતોએ હાઇ-વે પર 200 મણ જેટલી ડુંગળી ફેંકી દઇ ચક્કાજામ કરી દીધુ હતું. કેન્દ્રીય કૃષિમંત્રી અને રાજ્યના કૃષિમંત્રીના વિસ્તારમાં ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. 
 
ખેડૂતોએ રસ્તા પર જ 200 મણ જેટલી ડુંગળી ફેંકી દીધી હતી
 
સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે ડુંગળીનો બમ્પર પાક થયો છે. પરંતુ ખેડૂતોને તેનું પુરતુ વળતર મળી રહ્યુ નથી. બલ્કે ડુંગળીના ઉત્પાદનમાં જેટલો ખર્ચ થયો છે તેટલુ પણ વળતર મળ્યુ નથી. જેના પગલે ખેડૂતોને યાર્ડમાં ડુંગળી વેચવા જવાનું પણ મોંઘુ પડી રહ્યુ છે. ગયા વર્ષે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળ્યા હતાં. જેથી આ વર્ષે વાવેતર પણ વધ્યુ હતું. પરંતુ હવે ભાવ મળતા ન હોય ખેડૂતો સરકાર સામે રોષે ભરાયા છે. 
આજે સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામના પાટીયા પાસે આજુબાજુના 10 ગામના ખેડૂતો ટ્રેકટર, બળદગાડા વિગેરેમાં ડુંગળી ભરીને ઉમટી પડયા હતાં. ખેડૂતોએ રસ્તા પર જ 200 મણ જેટલી ડુંગળી ફેંકી દીધી હતી અને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એકાદ કલાક સુધી અહિં ખેડૂતોએ ચક્કાજામ કરી દીધુ હતું. સ્થાનિક ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે આ વર્ષે ડુંગળીના પુરતા ભાવ નહી મળતા ખેડૂતો પાયમાલીમાં ધકેલાયા છે. 
 
હવે ખેડૂતોનો આ પ્રશ્ન રાજકીય મુદો પણ બન્યો છે
 
અત્રે ઉલ્લેખનીય છે કે દેશના કૃષિમંત્રી પરશોતમભાઇ રૂપાલા અમરેલી જીલ્લાના છે એટલુ જ નહી રાજ્યના કૃષિમંત્રી વી.વી. વઘાસીયા પણ સાવરકુંડલા વિસ્તારના છે. આમ કેન્દ્ર અને રાજ્ય એમ બન્ને સરકારમાં કૃષિમંત્રી અહિંના હોવા છતાં આ વિસ્તારના ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. હવે ખેડૂતોનો આ પ્રશ્ન રાજકીય મુદો પણ બન્યો છે. અહિંના કોંગી આગેવાન દિપકભાઇ માલાણી પણ ખડસલી દોડી ગયા હતાં. ખડસલી ઉપરાંત મઢડા, મેરીયાણા વિગેરે ગામના સરપંચો આ આંદોલનમાં જોડાયા હતાં.
 
એક લાખનો ખર્ચ, 30 હજારનું ઉત્પાદન

ખડસલી ગામના સુખાભાઇ નામના ખેડૂતે ડુંગળીના વાવેતર પાછળ એક લાખનો ખર્ચ કર્યો હતો. ભાવ નિચે જતા ઉત્પાદીત ડુંગળીના માત્ર 30 હજાર રૂપીયા ઉપજ્યા હતાં. મેરીયાળાના વિરજીભાઇ ખાત્રાણીએ પણ એક લાખનો ખર્ચ કરી માત્ર 30 હજારનું ઉત્પાદન મેળવ્યુ હતું. 

 

Sourse : Divya Bhasker 

સામાજિક/Social,View : 607

  Comments

  • Chavda raju24/04/2019Kark rashi na name
  • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
  • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
  • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
  • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
  • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
  • જ ખ18/04/2019જ ખ રાશી નામ
  • Kak18/04/2019Kak
  • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
  • Alpesh 16/04/20199979987025
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • Life is what we make it, always has been, always will be.Grandma Moses