અક્કલ…..

 • ચિંતા

  ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે

સાવકી માતાની દમદાર ભૂમિકામાં શ્રીદેવી, જોઇ લો ફિલ્મ

201707Jul
સાવકી માતાની દમદાર ભૂમિકામાં શ્રીદેવી, જોઇ લો ફિલ્મ

બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. શ્રીદેવીની ‘મોમ’ તેના કરિયરની 300મી ફિલ્મ હશે. ફિલ્મનાં પ્રમોશન દરમિયાન શ્રીદેવીએ પોકાના કરિયર સાથે સંકળાયેલ ઘણી વાતો શેર કરી હતી. માનાં મજબૂત પાત્રને ઘણા સમયથી બોલિવૂડમાં દેખાડવામા આવે છે, જેમ કે, ‘મધર ઇન્ડિયા’, ‘મા’ અથવા હાલમાં જ રિલીઝ થયેલ રવિના ટંડન સ્ટારર ‘માતૃ’.

શું ઇગ્લિંશ વિંગ્લિશ જેવું જ વેલકમ આ ફિલ્મને પણ મળશે? શું એકવાર ફરીથી હવા-હવાઇ ગર્લનો નવો અવતાર દર્શકોને પસંદ આવશે? આખરે કેવી બની છે આ ફિલ્મ આવો ફિલ્મની સમીક્ષા કરીએ.

કહાની ફિલ્મની કહાની એક શાળાથી શરૂ થાય છે ફિલ્મમાં દેવકી (શ્રીદેવી) એક શિક્ષક છે અને તે જ શાળામાં દેવકીની સાવકી દીકરી આર્યા (સઝલ અલી) પણ અભ્યાસ કરે છે. આર્યા સાથે અભ્યાસ કરનાર એક વિદ્યાર્થી મોહિત, આર્યાને અશ્લિલ મેસેજીસ મોકલે છે. દેવકી આ વાતથી નારાજ થઇને મોહિતને સજા આપે છે.

ત્યાં જ આર્યા પોતાની સાવકી માતાને જરા પણ પ્રેમ નથી કરતી, જ્યારે દેવકીને પોતાની દીકરીથી ખુબ જ પ્રેમ છે. વેલેન્ટાઇ ડેની પાર્ટીમાં મોહિત, આર્યાનો રેપ કરીને તેને ગટરમાં ફેંકી દે છે અને બાદમાં કેસ કોર્ટમાં જાય છે જ્યાં મોહિત કેસ જીતી જાય છે. આ પ્રકારનાં ન્યાયને જોઇ દેવકી એક ડિટેક્ટિવ દયાશંકર કપૂર (નવાઝુદ્દીન સિદ્દિકી) ની પાસે મદદ માટે જાય છે.

આ દરમિયાન પોલિસ ઓફિસર મૈથ્યૂ ફ્રાંસિસ (અક્ષય ખન્ના)ની એન્ટ્રી થાય છે અને કહાનીમાં ટ્વિસ્ટ અને ટર્ન આવે છે. શું આર્યાનાં આરોપીઓને સજા મળે છે? શું દેવકીને સફળતા મળે છે? કેવી રીતે કહાનીનો અંત થાય છે. તેની જાણકારી તો તમને ફિલ્મ જોયા બાદ જ થશે. મજબૂત કડીઓ ફિલ્મની કહાની નવી નથી પરંતુ તેને દર્શકો સામે ખુબ જ સારી રીતે પ્રેજેન્ટ કરવામાં આવી છે.

ઘણા ખરા ઉતાર-ચઢાવને સારી રીતે દેખાડવામાં આવ્યા છે. ફિલ્મનું સ્ક્રિનપ્લે ખુબ જ ક્રિસ્પ છે. મુદ્દો નવો નથી પરંતુ તે મુદ્દા તરફ દર્શકોનું ધ્યાન જરૂરથી જશે. ડાયરેક્ટર રવિ ઉદયાવરના ડાયરેક્શન સાથે સિનેમાટોગ્રોફી પણ ખુબ જ સરસ છે. શ્રીદેવીનો અભિનય ખુબ જ શાનદાર છે. ત્યાં જ સઝલ અલીએ પણ વખાણવાલાયક કામ કર્યુ છે.

અભિનયના હિસાબે ફિલ્મ ખુબ જ સારી છે. ફિલ્મમાં ઘણા ઇમોશનલ સિન્સ છે જે તમારી આંખોમાં નમી લાવી શકે છે. કમજોર કડીઓ ફિલ્મને વધુ સારી રીતે રજૂ કરી શકાય તેમ હતું. ફિલ્મનું સંગીતમાં વધારે કંઇ ખાસ નથી.

સેકન્ડ હાફમાં ગીત ફિલ્મની રફ્તારને વધુ ધીમે કરે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ વધારે સારો બનાવી શકાયો હોત. પ્રથમ અને બીજા હાફમાં ફિલ્મની કહાની ડ્રૈગ કરવા લાગે છે, જેના કારણે તમારૂ ધ્યાન સ્ક્રિનથી હટીને ફોન અને આસ-પાસનાં લોકો તરફ જશે. બોક્સ ઓફિસ ફિલ્મનું બજેટ લગભગ 40 (30 કરોડ પ્રોજક્શન અને 10 કરોડ પ્રમોશન) છે અને આ ફિલ્મને લગબઘ 1200-14002 સ્ક્રિન પર રિલીઝ કરવામા આવશે.

સાથે જ આ ફિલ્મને હિંદી સાથે તમિલ, તેલૂગુ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ કરવામા આવશે. ઝી સ્ટૂડિયોનું મોટૂ બેકઅપ આ ફિલ્મ સાથે છે, જેના કારણે ઇન્ટરનેશનલ રિલીઝ પણ મોટી થઇ શકે છે. ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડ સારૂ થવાની આશા છે.

 

source: sandesh

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 924

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જેના હાથમાં શસ્ત્ર હોય તે કદાચ વીર કહેવાય પણ જેના હાથ ની-સસ્ત્ર હોય તે જ સાચો મહાવીર કહેવાય….