સાબરકાંઠા જિલ્લાનો સમસ્ત પાટીદાર સમાજ એક મંચ ઉપર એકત્રિત થયો

201618Sep
સાબરકાંઠા જિલ્લાનો સમસ્ત પાટીદાર સમાજ એક મંચ ઉપર એકત્રિત થયો

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે સમસ્ત પાટીદાર સમાજ ધ્વારા પૂર્વ ગૃહરાજય મંત્રી પ્રફુલભાઈ પટેલનો સત્કાર સમારોહ યોજાયો હતો. હિંમતનગર શહેરના મેડીકલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે તા.૧૮ સપ્ટેમ્બર ના રોજ પ્રફુલભાઈ પટેલ ને દિવ અને દમણના એડમીનીસ્ટ્રેટર તરીકે નિમણૂક ભારત સરકાર ધ્વારા કરવામાં આવતા.

સમસ્ત પાટીદાર સમાજના કડવા, લેઉઆ, કચ્છી, આંજણા, ચૌધરી દરેક સમાજના ૨૪ જેટલા ઘટકના પ્રમુખો એકજ સ્ટેજ ઉપર હાજર રહી ખુબજ મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ અને બહેનો એ હાજરી આપી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો આ જોતા પાટીદારોમાં આ અનોખી એકતા જોવા મળી હતી જે આવનારા સમય માટે ઘણુ સુચવી જાય છે.

આમતો ભાજપ સરકાર માટે પાટીદાર સમાજ છેલ્લા એક વર્ષ થી માથાના દુખાવા સમાન બની રહ્યો હતો પણ ભાજપ માટે સારા સમાચાર એ છે કે ભાજપના આગેવાના નેત રહેલા ધારાસભ્ય અને રાજ્ય ના ગૃહમંત્રી રહી ચૂકેલા પ્રફુલ પટેલ સત્કાર સમારંભ સમસ્ત પાટીદાર સમાજે યોજ્યો અને એ પણ સફળતા પૂર્ણ રહ્યો હતો.

પાટીદાર નેતાઓને પાસ ધ્વારા કનડગત રહેવાનો ડર સતાવી રહ્યો હતો પરંતુ અત્યારે સમસ્ત પાટીદાર સમાજે દરેક જાતના ભેદ ભુલીને આ કાર્યક્રમ યોજ્યો હતો અને વળી આ કાર્યક્રમ માં પાસ ધ્વારા પણ તેમની શરતો સાથે સમર્થન આપવામાં આવ્યુ હતુ તે જોઈ ને ભાજપ માટે પણ આશ્વર્ય સર્જાયુ હતુ. જોકે આ કાર્યક્રમ જોતા ભાજપ માટે પાટીદારો વચ્ચે જવા માટે સાબરકાંઠા ના પાટીદારો થી નવો રસ્તો ખુલી રહ્યો છે.

source: gujaratsamachar

સાબરકાંઠા/Sabarkantha,View : 304

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.