અક્કલ…..

  • રૂ ના ગોટે ગોટા

    એક ભાઈ ને પેટમાં Bau જ દુખાવો ઉપડ્યો.Doctor પાસે ગયા.

    Doctor તેમને Tapasya અને કીધું K તાત્કાલિક Admit થઇ જાવ. Operation કરવું પડશે.

    પછી એ ભાઈ ના પેટ માં નળી નાખી ને Check કર્યું અને Doctor બોલ્યા K ભાઈ તમારા પેટમાં તોઃ રૂ ના ગોટે Gota જ છે.

    દર્દી બોલ્યા doctor સાહેબ તમે નળી મારા પેટ માં નઈ પણ ગાદલા માં નાખી છે.

સાબરકાંઠામાં છુટોછવાયો વરસાદ ખેડબ્રહ્મામાં બે ઈંચ વરસાદ

201601Sep
સાબરકાંઠામાં છુટોછવાયો વરસાદ ખેડબ્રહ્મામાં બે ઈંચ વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધા બાદ છૂટોછવાયો વરસાદ ચાલુ રહેતા ગઈકાલે તલોદ તાલુકામાં અને આજે ખેડબ્રહ્માં બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો જયારે હિંમતનગર અને વિજયનગર તાલુકામાં અડધાથી પોણો ઈંચ વરસાદ પડયો હતો.

અન્ય તાલુકાઓમાં પણ ઝાપટ સ્વરૃપે વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ખરીફ વાવેતર વધીને ર લાખ ર૯ હજાર હેકટરે પહોંચ્યુ છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદે વિરામ લીધા બાદ નિયમિત અંતરાલે છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવા પામ્યો છે. વરસાદે પણ પેટર્ન બદલી હોય તેમ મોડી સાંજે અને રાત્રિ દરમિયાન વરસાદ થઈ રહયો છે.

ગઈકાલે મોડી સાંજે પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો અને તલોદ તાલુકામાં સૌથી વધુ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે હિંમતનગર અને વિજયનગર તાલુકામાં અડધાથી પોણો ઈંચ વરસાદ પડયો હતો. જયારે અન્ય તાલુકાઓમાં ઝાપટા સ્વરૃપે વરસાદ વરસ્યો હતો. જયારે આજે ખેડબ્રહ્મા વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ તૂટી પડયો હોવાનુ જાણવા મળી રહયુ છે.

જિલ્લામાં મોસમનો સરેરાશ ૭૩ ટકા વરસાદ નોંધાઈ ચૂકયો છે. અને પાછલા વર્ષોની સરખામણીએ હજુ પણ વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. જુલાઈ માસના અંતિમ ચરણમાં અને ઓગસ્ટ માસ દરમિયાન મેઘરાજાએ મહેર કરતાં જિલ્લામાં ખરીફ વાવેતરમાં વધારો થયો છે અને ગત વર્ષના જેટલુ જ એટલે કે ર,ર૯,૮પપ હેકટરે પહોંચ્યુ હોવાનુ ખેતીવાડી સૂત્રો ધ્વારા જાણવા મળી રહયુ છે.

source: gujaratsamachar

સાબરકાંઠા/Sabarkantha,View : 676

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • આનંદ એ દૈવી ઔશધ છે કે દરેકે તેમાં સ્નાન કરવું જોઈએ.