અક્કલ…..

 • નિગ્રો અને એંજીલ

  નિગ્રો મરી ગયો અને સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં એંજીલે પૂછ્યુ
  તમે કોણ છો ?
  નિગ્રોએ એંજલને ઈમ્પ્રેસ કરવા કહ્યુ - હું ટાઈટેનિકનો હીરો છુ...
  એંજીલ - (આશ્ચર્યમાં) ટાઈટેનિક ડૂબી ગયુ હતુ કે બળી ગયુ હતુ (?)

સહકારી બેંકો સાથે નાણા કેવીરીતે સુરક્ષિત રાખશો.

201505Dec

સહકારી બેંકો સાથે તમારા પૈસા કેવી રીતે સુરક્ષિત છે?
 

હમણા કર્ણાટક પ્રથમ શહેરી સહકારી બેંક, અમનાથ સહકારી બેંક લિમિટેડને જાહેર ક્ષેત્રની કેનેરા બેંક દ્વારા હસ્તગત કરવામાં આવી રહી છે.
અમનાથ સહકારી બેંકની સ્થાપના જાન્યુઆરી ૧૯૭૭માં થયેલી હતી. સન ૨૦૦૦માં તે કર્ણાટકની પ્રથમ સીડ્યુલ સહકારી બેંક પ્રમાણિત કરવામાં આવેલી અને તે દક્ષિણ રાજ્યો ની મોટામાં મોટી બેંક ઘોષિત થયેલ.
 

પણ જેમ મોટા ભાગની બેંકોને નડતો વ્યાવસાયિક શાસન ના પ્રશ્ન જેવા પ્રશ્નને કારણે નવેમ્બર ૨૦૦૯માં બેંકના અધિકારીઓ ઉપર રૂ ૩૦૦ કરોડનો ગોટાળાના આક્ષેપો થયા. અમનાથ સહકારી બેંક જો તેની કામગીરી ચાલુ રાખે તો બેંકના ૨૭૨,૦૦૦ થાપણદારો ઉપર જોખમ પર હોઈ ભારતીય રીઝર્વ બેંક (આરબીઆઈ) તેની કામગીરી ૬ એપ્રિલના રોજ ૨૦૧૩ સસ્પેન્ડ કરવામાં આવી હતી. લાંબી વાટાઘાટ પછી, કેનેરા બેંક અમનાથ સહકારી બેંક લેવા સંમત થયા હતા.
 

આરબીઆઈ થાપણદરોને નુકશાન ન જાય તે માટે હસ્તગત કરતી બેંકને સંપૂર્ણ નુકશાન સાથે માંદી બેંકને હસ્તગત કરવાનું સુચવતી હોય છે. આવા કિસ્સાઓમાં મજબૂત બેંક કેટલુક નુકશાન સહન કરવું પડે છે.
 

પણ આ વખતના કીસ્સામાં થોડું જુદું બન્યું છે.
 

પહેલી વાર આરબીઆઈએ જણાવ્યું કે અમનાથ બેંકની નુકશાની હસ્તગત કરતી વખતે કેનેરા બેંકને તબદીલ કરવામાં નહિ આવે.
આ ખરેખર ઈતિહાસીક નિર્ણય છે.
 

રૂ ૧ લાખ સુધીની ડીપોઝીટને વીમા કવચ હોઈ, તેમને પુરા પૈસા પાછા આપવામાં આવશે. પણ બાકી બધાને ૧૮% નુક્શાની ભોગવવાની આવશે!!!!
આ ઈતિહાસીક નિર્ણય ઘણો આવકાર દાયક છે પણ તેના કારણે ઘણા પ્રશ્નો ઉદભવે છે.
 

નફો કરતી બેંક જયારે ખોટ કરતી બેંકને હસ્તગત કરે ત્યારે દર વખતે થાપણદારોને સહન કરવાનું આવે તે ખાસ કરી ને ગ્રામીણ જનતા માટે યોગ્ય નથી. કારણ કે તેઓ માટે રાષ્ટ્રીય અને બીજી ખાનગી બેંક નો વિકલ્પ મળતો નથી.
 

વધુમાં, અત્યારની મોંધવારી પ્રમાણે રૂ ૧ લાખનો વીમો પણ ઘણો ઓછો છે.
 

૧૯૯૩માં, રૂ ૩૦,૦૦૦ થી રૂ ૧ લાખ ની લીમીટ કરવામાં આવેલ હતી, ત્યાર પછી તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
 

આમ સહકારી બેંકોને પણ સ્પર્ધાત્મક બની અને સતત નફો કરતો રહેવો પડશે સામે પક્ષે ગ્રાહકોએ પણ આંખ બંધ કરી કોઈ પણ બેંક ઉપર વિશ્વાસ રાખી શકશે નહિ!!!
 

દરેક બેંકોને પણ credit agency પાસેથી રેટિંગ ફરજીયાત બનાવાય તો કદાચ ગ્રાહકને એક દિશા મળી શકે ખરી.
 

શ્રી સંદીપ ગાંધી, CFP, 1985 થી ફાયનાન્સીયલ પ્લાનર્સ તરીકે કાર્યરત છે. તેઓ નો સંપર્ક mega@megafina.in અથવા +91 281 2588669 ઉપર કરી શકાય છે.
 

View : 6882

  Comments

  • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
  • સિંહ09/10/2018નામ
  • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
  • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
  • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
  • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
  • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
  • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
  • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
  • ખ જ 04/10/2018ખ અને જ પર નામ આપો છોકરો છે
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • અપૂરતું જ્ઞાન એ જિંદગીના હાથ નો માર ખવડાવે છે