અક્કલ…..

 • સરપંચ બાપુ


  બાપુ સરપંચ બની ગયા ઘરે પાર્ટી રાખી
  ડીજે : કેવા ગીત વગાડું બાપુ,
  બાપુ : ૨ – ૪ સારા વગાડી દેને ભૈલા બાકી તો પીધેલા છે એટલે જનરેટર ના અવાજ ઉપર પણ નાચશે.

સલ્લુ ભાઇની દરિયાદિલી, ફિલ્મ ફ્લોપ થતા ડિસ્ટ્રિબ્યૂર્સને કરશે કરોડોની મદદ

201708Jul
સલ્લુ ભાઇની દરિયાદિલી, ફિલ્મ ફ્લોપ થતા ડિસ્ટ્રિબ્યૂર્સને કરશે કરોડોની મદદ

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યૂબલાઇટ’ ફિલ્મનો રિવ્યૂ એટલો ખાસ આવ્યો નહતો. બોક્સઓફિસમાં પણ ફિલ્મનું ઓપનિંગ ધીમું જોવા મળ્યુ હતું.

હાઉસફૂલ ઓપનિંગ કરનાર સલમાનની બીજી ફિલ્મોની જેમ આ ફિલ્મને દર્શકોને ખાસ પ્રેમ નથી મળ્યો. વર્ષ 2011થી લઇ વર્ષ 2016 સુધી સતત ઇદ પર રિલીઝ થયેલ ફિલ્મોનાં મામલામાં સલમાન ખાનને સૌથી વધારે આ ફિલ્મે નિરાશ કર્યો છે. આ પહેલા રિલીઝ થયેલ સલમાનની બધી જ ફિલ્મોએ ઓપનિંગ વીકેન્ડમાં ‘ટ્યૂબલાઇટ’થી વધારે બિઝનેસ કર્યો છે.

‘ટ્યૂબલાઇટ’નાં ડિસ્ટ્રિબ્યૂટરોને ખુબ નુક્સાન થયુ છે. પરંતુ હવે તેમને આ ખબર બાદ થોડી રાહત થઇ શકે છે. સલમાન ખાને ડિસ્ટ્રિબ્યૂટરનાં નુક્સાનની કેટલીક હદ સુધી મદદ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે આ વાતને ઓફિશિયલ કન્ફર્મ કરવામાં આવી નથી.

બતાવવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનના પિતા સલીમ ખાને નક્કી કર્યુ છે કે, તેઓ 50 થી 55 કરોડ રૂપિયા પરત કરી શકે છે. એવી પણ બતાવવામા આવી રહ્યું છે કે, આ મામલામાં સલમાન ખાનનાં પિતા સલીમ ખાન ખુબ જ જલ્દી ફિલ્મ વિતરકોને મળી શકે છે.

ટ્રેડ એનાલિસ્ટો અનુસાર, ‘ટ્યૂબલાઇટ’નાં કારણે ફિલ્મ વિતરકોનાં નુકસાનને જોતા સલમાન ખાને પોતે આ નિર્ણય લીધો છે અને બાદમા પોતાના પિતાને આ અંગે વાત કરી હતી.

એવુ પણ બતાવવામા આવી રહ્યું છે કે, ટ્યૂબલાઇટથી ફિલ્મ વિતરકોને લગભગ 60 થી 75 કરોડનું નુક્સાન થયુ છે. ‘ટ્યૂબલાઇટ’ ફિલ્મ 5500 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. પહેલા દિવસના કલેક્શનના કિસ્સામાં ‘ટ્યૂબલાઇટ’ ફિલ્મ શાહરુખની ‘રઇસ’થી પણ પાછળ રહી ગઇ છે.ફિલ્મ વિવેચકોએ પણ ટ્યૂબલાઇટને સારો રિવ્યૂ નથી આપ્યો

 

source: sandesh

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 751

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જેના હાથમાં શસ્ત્ર હોય તે કદાચ વીર કહેવાય પણ જેના હાથ ની-સસ્ત્ર હોય તે જ સાચો મહાવીર કહેવાય….