સગા બે પુત્રો, પતિએ આપ્યા ઈલેક્ટ્રિક શોક, મહિલાને 3 દી' ઘરમાં ગોંધી રાખી

201722Aug
સગા બે પુત્રો, પતિએ આપ્યા ઈલેક્ટ્રિક શોક, મહિલાને 3 દી' ઘરમાં ગોંધી રાખી

પોરબંદર દ્વારકાના ભાણવડમાં રહેતા પુષ્પાબેન વિનોદભાઈ માવદીયા નામની મહિલાને સાસરીયાઓ દ્વારા છેલ્લા 20 વર્ષથી શારીરિક-માનસિક ત્રાસ આપી, ઢીકા-પાટુનો માર મારતા હતા.

જો કે 5 વર્ષ પહેલા મહિલા રીસામણે બેઠી હોય અને સમાધાન બાદ મહિલાના પિયરજનોને ઘરે આવવાની મનાઈ હોય અવરજવર થતી નહીં. ત્યારે જન્માષ્ટમીના દિવસે નદીકાંઠે આવેલી ફર્નિચરની દુકાને ગયા હતા બાદ ત્યાં દુકાન બંધ હોય મહિલા ગાયત્રી વિસ્તારમાં આવેલા તેમના મકાને ગયા હોય ત્યારે મહિલાના પુત્ર શ્યામ વિનોદ માવદીયા, જીજ્ઞેશ વિનોદ માવદીયા અને તેમનો પતિ વિનોદ દયાળજી માવદીયા તેમજ તેમની નણંદના છોકરા ભાવેશ હીરજી ભરડવા અને જીતુ હરજી ભરડવા સહિતનાઓએ મહિલાને ઢીકા-પાટુ અને લાકડાના ધોકા વડે માર મારી ઘરમાં ગોંધી રાખી હતી.

વધુ સારવાર માટે પોરબંદર ખસેડાઇ મહિલાના પતિ વિનોદ દયાળજી માવદીયાએ ઈલેક્ટ્રીક વાયર વડે મહિલાના બન્ને હાથોમાં વિજશોક આપ્યો હતો અને બાદ ઘરમાં 3 દિવસ સુધી ગોંધી રાખી હતી.

જો કે તહેવાર હોવાથી પિયરજનો મહિલાના ઘરે આવ્યા હતા બનાવની જાણ થતા સારવાર માટે ભાણવડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને વધુ સારવાર માટે પોરબંદર ખાતે ખસેડાઇ હતી. શું કહે છે પીડિત મહિલા ω? પુષ્પાબેન વિનોદ માવદીયા નામની મહિલાએ જણાવ્યું હતું કે, મને ઘણા સમયથી સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવે છે.

8 નણંદ સાથે 1 દીકરાની પુત્રવધુ છું અને સાસરીયામાં સાસુ સંતોકબેન દયાળજી માવદીયા સહિતનાઓ મને ત્રાસ આપે છે તેમજ મારી નણંદ જાગુબેન, મંજુડી, લલીતા સહિતની નણંદો મારા પતિ અને પુત્રોને મારા વિરૂદ્ધ અવારનવાર ચડામણી કરે છે.

 

source: divyabhaskar

પોરબંદર/Porbandar,ગુનો/Crime,View : 224

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.