અક્કલ…..

  • શુ નજર છે !

    પત્ની :- પતિ ને અલા પેલો માનસ ક્યારનો મને જોયા કરે છે.
    પતિ :- પત્ની ને એ તો તને જોવાનોજ એમાં હું કસું કરી સકું તેમ નથી.
    પત્ની :- કેમ
    પતિ :- એ ભંગાર વાળો છે .

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજનમન હરણ ભવભય દારૃણમ્....

201705Apr
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજનમન હરણ ભવભય દારૃણમ્....

સમગ્ર સૌરાષ્ટ્રમાં તા.૫નાં રામનવમી ભગવાનશ્રી રામનો જન્મોત્સવ ભાવભેર ઉજવાશે. રામનવમી નિમિત્તે રામમંદિરો ધજા - પતાકા, રોશનીના શણગારથી દિપી ઉઠયા છે.

બપોરે ૧૨ વાગ્યે રઘુનંદનનો જન્મોત્સવ ઉજવાશે. પંજરી પ્રસાદનું વિતરણ થશે. આ ઉપરાંત શહેરો, ગામોમાં શોભાયાત્રા, પૂજન - અર્ચન, મહાઆરતી, સત્સંગ, યજ્ઞા, ભક્તિસંગીત, સંધ્યા, અખંડ રામધૂન, ભજન - કિર્તન સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

પૂજન, મહાઆરતી, શોભાયાત્રા, સત્સંગ, યજ્ઞા, ભક્તિ સંગીત સંધ્યા, અખંડ રામધૂન, ભજન - કિર્તનનું આયોજન પોરબંદરના સાંદિપની હરીમંદિરે પાંચેય શિખરોમાં નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે.

બપોરે ૧૧ થી ૧૨ શ્રીરામ ચરિત માનસના પાઠ કરાશે. બપોરે ૧૨ વાગ્યે શ્રીરામનો જન્મોત્સવ ઉજવાશે ત્યારબાદ પંચામૃત સ્નાન, પલણામાં દર્શન અને આરતી યોજાશે. પોરબંદરના નરસંગ ટેકરી પાસે આવેલા સાંઈબાબાના મંદિરે સવારે ૧૦.૩૦થી ૧૨ સુધી સત્સંગ બાદ ૧૨ વાગ્યે શ્રી રામજન્મ અને મહાઆરતી, પછી મહાપ્રસાદીનું આયોજન થયું છે.

પોરબંદરનાં એસ.ટી. રોડ ઉપર આવેલા નવા જલારામ મંદિરે બપોરે ૧૨ વાગ્યે રામ જન્મોત્સવનું આયોજન થયું છે. સાંજે ૫.૩૦ થી સત્સંગ અને પ્રસાદી યોજાશે. પોરબંદરમાં અખંડ રામધુન મંદિરનાં ૫૦ વર્ષ પુરા થતાં રામનવમીએ મહારકતદાન કેમ્પ મંદિર પરિસર, નરશી મેઘજી હોસ્ટેલ ખાતે રાખવામાં આવેલ છે. છાયા રામ ઉત્સવ સમિતિ દ્વારા બપોરે ૩ વાગ્યે છાયાનાં રાજમાર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળશે.

છાયાના દેવજી ચોકનાં રામમંદિરેથી શરૃ થનારી શોભાયાત્રા મહેર સમાજ, સ્વામીનારાયણ હાઈસ્કૂલ, એ.સી.સી. રોડ, વાંદરીચોક, નીલકંઠ મહાદેવ મંદિરે સમાપન થશે. સાંજે ૭ વાગ્યે મહેરસમાજ ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. રાણાવાવ ખાતે રામજન્મોત્સવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી બાઈનગર સેવા સમિતિ દ્વારા શિવમંદિરેથી બપોરે ૩ વાગ્યે શોભાયાત્રા નીકળશે. રાણાવાવના રાજમાર્ગો ઉપર દાંડીયારાસની રમઝટ સાથે પસાર થશે. રામમંદિરે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં લોહાણા સમાજ દ્વારા રામનવમીની રઘુવંશી ગૌરવદિન તરીકે ઉજવાશે. રાત્રે ૯ વાગ્યે લોહાણા મહાજન વાડીમાં ભક્તિ સંગીત સંધ્યા યોજાશે.

જયારે ધોરાજીમાં શ્રીરામચંદ્રજી ધુન મંડળ તથા દરિદ્રનારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા સ્ટેશન પ્લોટ ખાતે આવેલા રામમંદિરે રામ જન્મત્સવ ઉજવાશે. સવારે૮થી સાંજે ૭ સુધી અખંડ રામધૂન યોજાશે. બપોરે ૧૨ વાગ્યે રામજન્મોત્સવ ઉજવાશે. મોરબી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા રાનવમી નિમિત્તે ૨૪ કુંડી મહાયજ્ઞા તથા શ્રીરામ જન્મોત્સવની ઉજવણી ગાયત્રી પ્રેરણા મંદિર, વાઘપરા મોરબી ખાતે કરવામાં આવશે.

સવારે ૯ કલાકે યજ્ઞા પ્રારંભ થશે. બપોરે ૧૨ કલાકે શ્રીરામ જન્મોત્સવ ઉજવાશે. ખંભાળિયાના વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે બુધવારે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ બપોરે સાડા ત્રણ વાગ્યે અહિંના નગરગેઈટ પાસે આવેલા શ્રીરામ મંદિર ખાતેથી થશે.

આ શોભાયાત્રા રામ મંદિરેથી બરછા પાડો, મોરલી મંદિર, ઝવેરી બજાર, હર્ષદ મંદિર, માંડવી ટીંબો, રંગમહોલ સ્કૂલ, કલ્યાણ રાયજી મંદિર, ગાંધી ચોક, રાજડા રોડ, સતવારા ચોરા થઈને પુન: રામ મંદિર ખાતે સંપન્ન થશે. જેતપુરમાં શ્રીરામજન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાશે.

શહેરમાં ૭૪ વર્ષથી રામનવમીએ શોભાયાત્રા યોજાય છે. શહેરને ધજા પતાકા કમાન, મંડપ, રોસનીના શણગાર થયા છે. શોભાયાત્રા તા.૫નાં બપોરે ૪ વાગ્યે ભગવાનશ્રી નૃસિંહજીના મંદિરથી શરૃ થશે.

ત્યાંથી મોટા ચોક, એમ.જી. રોડ, શિવાજી ચોક, વીર ચાંપરાજવાળા ચોક, બસ સ્ટેન્ડ, કાણકીયા પ્લોટ, ફુલવાડી, ભાદરરોડ થઈ રામાનંદજી બાપુના સમાધી સ્થળે ધર્મસભાના રૃપમાં ફેરવાશે.

 

source: gujaratsamachar

આધ્યાત્મિક/Spiritual,રાજકોટ/Rajkot,પોરબંદર/Porbandar,View : 621

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • To love someone is nothing, to be loved by someone is something, to love someone who loves you is everything.Unknown