અક્કલ…..

  • તને કોઇ ભુલી શકે ?

    એક બુઝુર્ગ પતિ-પત્ની કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. પત્ની ગાડી ચલાવી રહી હતી ત્યા સામે એક સિગ્નલ આવ્યુ જે વૃધ્ધ પત્નીને દેખાયુ નહી.

    આગળ પોલીસ કર્મચારીએ ગાડી ઉભી રાખી અને કહ્યુ,

    ''મેડમ, તમને ખયાલ છે તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે ?''

    પત્ની થોડુ ઉંચુ સાભળતી હતી તેથી તેણે પતિ સામે ફરીને પૂછ્યુ કે પોલીસ વાળો શું કહે છે..

    પતિએ કહ્યુ, ''એ કહે છે કે તેં ટ્રાફિકનો નિયમ તોડ્યો છે.''

    પોલીસ કર્મચારી, ''મેડમ, શું હું તમારુ લાઇસન્સ જોઇ શકુ ?''

    પત્ની ફરી તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે શું કહે છે પોલીસવાળો..

    પતિએ કહ્યુ કે પોલીસ કર્મચારી તેનુ લાઇસન્સ જોવા માગે છે..

    પત્નીએ પોલીસ કર્મચારીને લાઇસન્સ આપ્યુ..પોલીસ કર્મચારીએ લાઇસન્સ જોઇને કહ્યુ,

    ''અચ્છા તો તમે અમદાવાદના છો..હુ પણ ત્યાં ઘણો સમય નોકરી કરતો હતો. અને એક દિવસ અત્યંત બદસુરત મહિલા સાથે ડેટ પર ગયો હતો..આજ સુધી તેના જેવી ભયંકર અને કદરૂપી બાઇ મેં જોઇ નથી..!!!''

    પત્ની તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે પોસીલવાળો શું કહેતો હતો..

    પતિએ કહ્યુ, ''કહે છે કે તને ઓળખે છે !!!''

શ્રીલંકન દિગ્ગજે કહ્યું- વિરાટ કોહલીમાં દેખાય છે વિવિયન રિચર્ડસની ઝલક

201707Aug
શ્રીલંકન દિગ્ગજે કહ્યું- વિરાટ કોહલીમાં દેખાય છે વિવિયન રિચર્ડસની ઝલક

શ્રીલંકાના મહાન બેટ્સમેનમાંથી એક અરવિંદ ડિ સિલ્વા બીજી ટેસ્ટ મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર દર્શકના રૂપમાં હાજર રહ્યાં હતા. ભલે શ્રીલંકાને બીજી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ ડિ સિલ્વા પોતાની ટીમની ચિયર્સઅપ કરવાથી ચૂક્યા નહતા.

આ પૂર્વ દિગ્ગજ ખેલાડીએ પોતાની ટીમની પ્રતિબદ્ધતા સાથે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ખુબ જ વખાણ કર્યા હતા. ડિ સિલ્વાએ અમારા કહ્યું કે, કોહલીમાં વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન સર વિવિયન રિચર્ડસની ઝલક દેખાય છે.

પૂર્વ શ્રીલંકન ખેલાડીએ પોતાની ટીમની વખાણ કરતાં કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં અનુભવ સાથે અમારી ટીમના ખેલાડી સારૂ પ્રદર્શન કરવા લાગશે. નિશ્ચિત ડિકવેલા (વિકેટકિપર) આક્રમક ક્રિકેટ રમી શકે છે, ભવિષ્યમાં તેઓ ટેસ્ટ ક્રિકેટ અનુસાર પોતાની રમતમાં ફેરફાર કરશે.

તેમને તે પણ કહ્યું કે, શ્રીલંકન બોર્ડને ટીમ માટે ભવિષ્યની રૂપ રેખા તૈયાર કરવી પડશે. આથી લાંબાગાળાની યોજના બનાવવાની જરૂરત છે. ડિ સિલ્વાએ કહ્યું, વિરાટ કોહલી જે રીતે આક્રમક અંદાજમાં ક્રિકેટ રમે છે, તેઓ મને પ્રભાવિત કરે છે.

તેમના રમવાની રીત મને એક મહાન ખેલાડી વિવિયન રિચર્ડસની યાદ અપાવે છે. ઓસ્ટ્રેલિયામાં જે તેવર સાથે તેમને ઓસ્ટ્રેલિયન ટીમ સામે ટક્કર લીધી, તે ખુબ જ સાહસિક છે. જેમાં સુનિલ ગાવસ્કર, કપિલ દેવ અને સચિન તેંડૂલકર જેવા ખેલાડીઓની ઝલક દેખાય છે.

 

source: sandesh

રમત-જગત/Sports,View : 384

    Comments

    • ધન રાશિ પર નામ આપો21/10/2018નામ
    • Supar21/10/2018Jaybhim
    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જેનામાં શાંતિનો નિવાસ નથી, તેના બધાં જ સદગુણ વ્યર્થ છે.