અક્કલ…..

  • તમે મારી પત્ની જેવા

    રમેશ વિમાનમાં પ્રવાસ કરી રહ્યો હતો.
    સામેથી આવતી એર હોસ્ટેસને જોઈને તે બોલ્યો
    તમે બિલકુલ મારી પત્ની જેવા જ લાગો છો !!
    આ સાંભળીને એરહોસ્ટેસે તેને એક થપ્પડ લગાવી.
    રમેશ ગાલ પંપાળતો બોલ્યો - તમારો ચહેરો જ નહી તમારી આદત પણ મારી પત્ની જેવી જ છે.....

શ્રીનગરમાં ફરી હિંસા, કાશ્મીરના કેટલાક વિસ્તારોમાંથી કર્ફ્યુ હટાવાયો

201630Aug
શ્રીનગરમાં ફરી હિંસા, કાશ્મીરના કેટલાક વિસ્તારોમાંથી કર્ફ્યુ હટાવાયો

કાશ્મીરમાં છેલ્લા ૫૫ દિવસથી હિંસા ચાલુ છે અને ૭૦ જેટલા લોકોએ જીવ ગૂમાવ્યો છે. સોમવારે ફરી શ્રીનગરમાં હિંસા ફાટી નીકળી હતી. સ્થાનિકો દ્વારા સૈન્ય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો સામેપક્ષે હિંસાને શાંત કરવા માટે સૈન્ય દ્વારા પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ ઘર્ષણને પગલે શ્રીનગરમાં ફરી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું હતું. સૈન્ય દ્વારા ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. જોકે આ કાર્યવાહીમાં કોઇ ઘવાયું ન હોવાના અહેવાલો છે. કાશ્મીરના અનેક વિસ્તારોમાં સૈન્ય અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં કોઇ મોટી ઘટના ન બનતા કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો હતો.

આતંકી બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો તે બાદ કાશ્મીરમાં હિંસા ભડકી છે. અહીં અલગાવવાદીઓ દ્વારા બુરહાનને આતંકી નહીં પણ શહીદ ગણાવી લોકોને હિંસા માટે ઉશ્કેરવામાં આવી રહ્યા છે. અલગાવવાદીઓ દ્વારા કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે અનેક વિસ્તારમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને પગલે હિંસા વધુ ભડકી હતી.

પાકિસ્તાન દ્વારા આ હિંસાને ભડકાવવા માટે મોટા પાયે નાણા હવાલા દ્વારા ઘુસાડવામાં આવી રહ્યા છે. અલગાવવાદીઓના બંધના એલાનને પગલે શાળા-કોલેજો અને દુકાનો વગેરે બંધ રહ્યા હતા. બીજી તરફ શીખ કોમ્યુનિટી દ્વારા કાશ્મીર હિંસા અંગે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

કાશ્મીરમાં વસતા શીખોના અનેક ઓર્ગેનાઇઝેશને કાશ્મીરીઓનો સાથ આપતુ એક નિવેદન જારી કરીને જે લોકો માર્યા ગયા તેમને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

source: gujaratsamachar

અન્ય/Other,View : 806

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સત્ય અને ન્યાયનું સમર્થન એ મનુષ્યની સજ્જનતા અને સભ્યતાનું એક અંગ છે.