શ્રીદેવીના મોતના સમાચારથી ફસડાઈ પડ્યા હતા બોની, આપવા પડ્યા ઇન્જેક્શન

201826Feb
શ્રીદેવીના મોતના સમાચારથી ફસડાઈ પડ્યા હતા બોની, આપવા પડ્યા ઇન્જેક્શન

મુંબઇ બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું બાથટબમાં ડૂબવાથી મોત થયુ હોવાનું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે. દુબઇ પોલીસે આ મામલે પતિ બોની કપૂરનું નિવેદન દર્જ કરી લીધુ છે.

ચાર અધિકારીઓની એક ટીમે ઓડિયો અને વીડિયો બન્ને રીતે બોનીનું નિવેદન રેકોર્ડ કર્યુ છે.સાડા ત્રણ કલાક સુધી આ નિવેદન ચાલ્યુ હતું. આ સીવાય દુબઇ પોલીસે ત્રણ અન્ય લોકોના પણ સ્ટેટમેન્ટ દર્જ કર્યા છે. આ તે લોકો છે જે બોની સાથે શ્રીદેવીને હોસ્પિટલ લઇ આવ્યા હતા. આ સીવાય રશીદ હોસ્પિટલના બે ડોક્ટર અને પાંચ અન્ય કર્મચારીઓનું પણ નિવેદન લેવામાં આવ્યુ છે.

શ્રીદેવીના મોતના સમાચાર સાંભળી જમીન પર પડી ગયા હતા બોની એક્ટ્રેસ શ્રીદેવીના મોત પહેલા તેના અંતિમ ક્ષણોની વાર્તા સામે આવી છે. તે રાત્રે જે લોકોએ સૌથી પહેલા તેને જોયો હતો તેમના અનુસાર, હોસ્પિટલ પહોચવાના પહેલા જ તેના શ્વાસ રોકાઇ ગયા હતા.

દુબઇની રાશિદ હોસ્પિટલના ડોક્ટરોએ તેના પલ્સ ચેક કરીને કહી દીધુ હતું કે તે આ દુનિયામાં નથી રહી, તેને હોસ્પિટલ લઇ જનારા તેના પતિ બોની કપૂરે જેવુ જ સાંભળ્યુ તે નીચે પડી ગયા હતા.

તેમની સાથે આવેલા પાંચ અન્ય લોકોએ બોનીને સંભાળ્યો અને તેને તુરંત તપાસ માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પહેલા તેનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યુ અને એક ઇન્જેક્શન સાથે કેટલીક ગોળીઓ આપવામાં આવી હતી. તે બાદ બોનીએ ત્રણ કોલ દુબઇ અને મુંબઇના પોતાના કેટલાક મિત્રોને કર્યા હતા અને તેમની સાથે વાત કરી હતી.

તેમની સાથે હોસ્પિટલ જનારા એક શખ્સે તેને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોનીએ કહ્યું કે આ સમાચાર તેમની દીકરીઓને ન આપતા. આ મામલે તે ખુદ વાત કરશે.

બોની કપૂરે શું જણાવ્યું?

બોની કપૂરે તેના ત્રણ કલાક પછી દુબઇ પોલીસના એક મોટા અધિકારી સાથે મુલાકાત કરી અને તેમણે શ્રીદેવીને અંતિમ ક્ષણોની જાણકારી આપી હતી, તેમણે જણાવ્યુ હતું કે પત્ની શ્રીદેવી દુબઇના જુમેરા એમિરેટ્સ હોટલના પોતાના રૂમમાં હતી, તેમણે તેની માટે ડિનર રાખ્યુ હતું અને પતિ બોની કપૂર સાથે ડિનર પર જવા માટે તૈયાર થઇ રહી હતી, તેને કહ્યું હતું કે તે થોડી વારમાં જ તૈયાર થઇ જશે.

જે બાદ તે બાથરૂમમાં નહાવા ચાલી ગઇ હતી. આ વચ્ચે તેને કેટલીક વખત શ્રીદેવીને બુમ પણ મારી હતી પરંતુ કોઇ જવાબ આવ્યો નહતો. પહેલા તેમને લાગ્યુ કે પાણીના અવાજ વચ્ચે તેમનો અવાજ તેના સુધી નહી પહોચે.

પછી આવી ખરાબ ક્ષણ જ્યારે આશરે 25 મિનિટ જેટલો સમય વિતી ગયો ત્યારે ખુદ ઉઠીને બાથરૂમ સુધી ગયા અને કેટલીક બુમ પાડી હતી. છતાં અંદરથી કોઇ અવાજ આવ્યો નહતો ત્યારે તેમણે કઇક ગડબડ થવાનો શક ગયો હતો.

જે બાદ હોટલના લોકોની મદદથી દરવાજો ખોલ્યો હતો. જ્યારે અંદર જોયુ તો બાથટબમાં શ્રીદેવી બેભાન પડી હતી. બાથટબ પાણીથી ભરેલુ હતું પરંતુ તેના શરીરમાં કોઇ હલન ચલન ન હતી. દસ મિનિટની અંદર જ હોટલની ગાડીથી તેને રાશિદ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

 

source: divyabhaskar

બોલીવુડ/Bollywood,View : 244

    Comments

    • મહેશ21/11/2018મીન રાશી ના અક્ષર કયા અાવે.
    • Amit Kamli20/11/2018મ ટ પર થી છોકરા ના નામ
    • કનક જે જાલા18/11/2018ગ સ શ
    • Rahul panchal16/11/20187801811141
    • ખજ15/11/2018
    • Ghanshyam 14/11/2018ધન રાશિ પર થી છોકરી ના નવા નામ જણાવો
    • Sanket 14/11/2018R t upar thi nem aapo
    • Parmar rahul11/11/2018 કકૅ રાશિ મા હ ,ડ ,પર થી નામ માય બેબી નામ જણાવો
    • રેનિશ ભાઈ10/11/2018ક અક્ષર ના છોકરા નુ નામ આપો જન્મ તારીખ 30/10/18 સમય 17:05
    • nayan akabari10/11/2018અ લ ઈ પર થી નામ
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિશ્વાસ વિના ભક્તિ નથી થતી. ભક્તિ વિના ભગવાન પીગળતા નથી અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી.