અક્કલ…..

  • ચિંતા

    ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે

શું કામ માર્કેટમાં નથી દેખાતી 50 અને 200 રૂ.ની નવી નોટો? થયો મોટો ખુલાસો

201705Oct
શું કામ માર્કેટમાં નથી દેખાતી 50 અને 200 રૂ.ની નવી નોટો? થયો મોટો ખુલાસો

હાલમાં ભારત સરકારે 50 રૂ. અને 200 રૂ.ની નવી નોટો જાહેર કરી છે. આ જાહેરાતને ઘણો સમય થઈ ગયો હોવા છતાં માર્કેટમાં આ નોટો પૂરતા પ્રમાણમાં દેખાતી નથી.

નોંધનીય છે કે નોટબંધી પછી 500 રૂ. અને 2,000 રૂ.ની નવી નોટો જાહેર થઈ હતી ત્યારે કાળાબજારીયાઓ 10 ટકા કમિશન લઈને લોકોને નવી નોટો લાવી આપતા હતા.

હવે ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે હવે 50 અને 200 રૂ.ની નવી નોટોનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે. દિવાળીને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે લોકોમાં 50 અને 200ની નવી નોટો ભારે ડિમાન્ડમાં છે. આ નોટો લેવા માટે લોકો બેંકો અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) આગળ લાઈનો લગાવી રહ્યા છે, છતાંય તેમને 2000 રૂપિયાથી વધુના છૂટ્ટા નથી અપાતા, જ્યારે કાળાબજારીયા પાસે સહેલાઈથી 50 અને 200ની નવી નોટોના બંડલો પહોંચી ગયા છે.

એક સમાચાર પ્રમામે બ્લેક માર્કેટિંગ કરતા લોકો 50 રૂ.ની નવી 100 નોટોનું બંડલ 5600માં જ્યારે 200 રૂ.ની નવી 100 નોટોનું બંડલ 21000 રૂ.માં લોકોને વેચી રહ્યા છે.

અમદાવાદ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં લોકોને માત્ર 2,000 રૂપિયાના જ છૂટ્ટા ઓળખપત્ર જોઈને અપાય છે, તે પણ મહિનામાં એક જ વખત.

આરબીઆઈ આગળ લાઈનોમાં ઊભા રહેલા લોકોનું કહેવું છે કે, તહેવારોની સીઝનમાં અમને એક બંડલ મેળવવાના ફાંફા છે, ત્યારે બહાર કેટલાક એજન્ટો અને કાળાબજારીયાઓ બેંકો અને અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને નવી નોટોના બંડલો લઈ જાય છે અને 10થી 20 ટકા ભાવ વધારા સાથે આપી રહ્યા છે.

 

source: sandesh

ધંધો, વ્યવસાય/Business,View : 1939

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Obstacles are those frightful things you see when you take your eyes off the goal. Henry Ford