શિક્ષિકા વિદ્યાર્થીઓને બતાવતી બિભત્સ વીડિયો, પ્રિન્સિપાલે છાવરતાં વાલીઓનો હોબાળો

201724Mar
શિક્ષિકા વિદ્યાર્થીઓને બતાવતી બિભત્સ વીડિયો, પ્રિન્સિપાલે છાવરતાં વાલીઓનો હોબાળો

શિક્ષક સમાજને ઘડે છે, ભાવિપેઢીને શિક્ષણ અને સંસ્કૃતિના પાઠ ભણાવી દેશને મજબૂત બનાવવાની જવાબદારી શિક્ષકો બખૂબી બજાવે છે પરંતુ પોરબંદરમાં એક મહિલા શિક્ષકે શિક્ષકા તરીકેની તમામ ગરીમા નેવે મૂકી સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી હીન અને અત્યંત વિકૃત કૂ-ચેષ્ઠાં પોતાના છાત્રો સાથે કર્યાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

પોરબંદરમાં ઠક્કર પ્લોટ વિસ્તારમાં આવેલી સરકારી શારદા મંદિર શાળામાં વર્ષ ૧૯૯૧થી ફરજ બજાવતાં અને વિવિધ ફરિયાદો બાદ કેટલાક મહિના અન્ય શાળામાં બદલી કરાયા બાદ ‘વગ’ વાપરી ફરી આજ શાળામાં પરત આવેલા શિક્ષિકા ઈલા હર્ષદપુરી ગૌસ્વામી શાળામાં કલાસ રૃમના દરવાજા બંધ કરી છાત્રોને બિભત્સ વીડિયો કલિપિંગ બતાવી, છાત્રો તથા પોતાના કપડાં અર્ધ ઉતારી શારિરિક છેડછાડ કરતાં હોવાની, ગીત વગાડી નાચતાં અને પોતે કહે તેમ ન કરે તો ધમકાવતાં હોવાની કેટલાક છાત્રોએ પોતાના વાલીને ફરિયાદ કરતાં સમસમી ઉઠેલા વાલીઓ પ્રિન્સિપાલ દિપક જોષી પાસે દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી પરંતુ આશ્ચર્ય વચ્ચે પ્રિન્સિપાલે ફરિયાદ પ્રત્યે ગંભીરતા દાખવવાને બદલે કોઈ પગલાં લીધા ન હતા !

વાલીઓએ નોંધાવી ફરિયાદ વાલીઓએ નોંધાવી ફરિયાદ રોષિત વાલીઓએ આખરે પોરબંદર પાલિકાના એકઝિકયુટિવ કમિટિના ચેરમેન તથા મહિલા આયોગના હોદ્દેદાર ચેતનાબેન તિવારીને જાણ કરતાં તેઓ પણ ચોંકી ઉઠયા હતા અને છાત્રો તથા વાલીઓને રૃબરૃ બોલાવી વાત સાંભળી હતી.

બાદમાં ચેતનાબેન આજે વાલીઓ અને મીડિયાકર્મીઓ સાથે શાળાએ દોડી ગયા હતા જયાં આરોપી શિક્ષિકાએ જ્ઞાાતિવાદનો મામલો છેડી એક તબક્કે આપઘાતની ધમકી આપી વાલીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરતાં પોલીસને જાણ કરાતાં પોલીસ દોડી ગઈ હતી અને શિક્ષિકાની અટકાયત કરી ર્કિિતમંદિર પોલીસ મથકે લઈ જવાઈ હતી. ઉલ્લેખનીય છે કે આરોપી શિક્ષિકાના પતિ જે.એસ.રામદત્તી પોરબંદરની કે.એચ.માધવાણી કોલેજના પ્રિન્સિપાલ છે.

રોષિત વાલીઓનો હોબાળો તમારી રીતે મામલો પતાવી લ્યો: પ્રિન્સિપાલ વાલીઓ શાળાના પ્રિન્સિપાલ દિપક જોષીને રજૂઆત કરવા ગયા તો પ્રિન્સિપાલે નફ્ફટાઈથી કહ્યું કે આ તમારો મામલો છે, શાળાની બહાર તમારી રીતે પતાવી લેજો. પ્રિન્સિપાલે લંપટ શિક્ષિકાને છાવરતાં વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે.

પ્રિન્સિપાલ હવે એવો બચાવ કરે છે કે આરોપી શિક્ષિકા સામે ઉગ્ર સ્વભાવ અને ગેરવર્તણૂંક જેવી સામાન્ય ફરિયાદો આવતી હતી પરંતુ શાળામાં તેમની આવી વિકૃત હરકતો અંગે તેઓ અજાણ હતા. કડક પગલાં લેવા જોઈએ: મહિલા આયોગ મહિલા આયોગના ચેતનાબેન તિવારીએ જણાવ્યું કે આ એક ચોંકાવનારો મામલો છે. છાત્રોએ જે આપવીતિ વર્ણવી છે તેને ધ્યાને લેતાં આરોપી શિક્ષિકા સામે કડક પગલાં લેવા જોઈએ.

બાળકો સાથે વિકૃત ચેષ્ઠાંએ અત્યંત નિંદનીય કૃત્ય છે. વાલીની ફરિયાદ પરથી ગુનો નોંધી સકંજો એક વાલીની ફરિયાદ પરથી પોલીસે આરોપી શિક્ષિકા સામે આઈપીસી ર૯૩, ર૯૪, પ૦૬ (ર), પોકસો એકટ ૧ર હેઠળ ગુનો નોંધી નિવેદન લઈ સકંજામાં લીધી છે. પોલીસે બાળકો સાથે વાત કરતાં કેટલાક બાળકોએ આપવિતી કહી હતી. બાળ સુરક્ષા એકમ પણ આ મામલે હરકતમાં આવ્યું છે.

 

source: sandesh

પોરબંદર/Porbandar,શિક્ષણ/Education,ગુનો/Crime,View : 477

  Comments

  • Vaghela kishorbhai 23/06/2019બ વ ઉ અક્ષર ઉપર સારૂં નામ હોય તો કિયો છોકરી નુ નામ હો
  • વિજયભાઈ 20/06/20199033217789
  • Patelvijay15/06/2019પ ઠા ણ કન્યા રાશિ ના નામ આપો
  • Jayantilal Solanki 09/06/2019Super news paper
  • PATEL ANUPKUMAR BAKORBHAI09/06/2019ડ‌ હ ઉપરથી નામ‌આપો લેટેસ્ટ
  • ઝાલા અશ્વિન07/06/2019મ ઉપર લેટેસ્ટ નામ આપો પ્લીઝ મોક્ષ નામ રાખી શકાય છોકરાના
  • Hareshsinh06/06/2019બ.વ.ઉ છોકરી નું નામે આપો
  • Dinesh patel04/06/2019જ અને ખ પરથી છોકરી ના નામ આપૌ
  • Amarsinh Zala29/05/2019nam kaho
  • દિલિપ 26/05/2019ધન રાશિ છોકરા ના નામ
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે.