અક્કલ…..

 • નવો બોલ!

  પાકિસ્તાનના સ્પીન બોલર શકલીન મુસ્તાકે લગ્ન કર્યા તો પહેલી રાતે તે ખુબ નર્વસ હતો. પણ જેમ તેમ તેણે રાત પસાર કરી નાખી.

  જો કે તેને થોડા દિવસોમાં ખયાલ આવી ગયો , કે તેની વાઇફના આ ત્રીજા લગ્ન છે. તેથી તે ખુબ નારાઝ થયો કે તેની સાથે દગો થયો છે. વિરોધી ટીમ સામે જેમ જુસ્સા સાથે આવે તેમ ગુસ્સામાં તે વાઇફ પાસે ગયો. અને ગુસ્સા અને દુખ સાથે બરાડ્યો,

  ''તેં મને દગો દીધો ??? આ તારા ત્રીજા લગ્ન છે ? આવુ કેમ કરી શકે!! ''

  પત્નીએ એક લાફો ઝીંકીને કહ્યુ, ''મુર્ખ, તે ક્યારે જોયુ છે કે સ્પીન બોલરને નવો દડો આપવામાં આવ્યો હોય !!''

શાહરુખ ખાનની આ ફિલ્મ હશે શ્રીદેવીની છેલ્લી ફિલ્મ હશે?

201825Feb
શાહરુખ ખાનની આ ફિલ્મ હશે શ્રીદેવીની છેલ્લી ફિલ્મ હશે?

બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીનાં અચાનક નિધનથી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. આખા દેશમાં સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝ અને ફેન્સ શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

જોકે તેના ફેન્સ છેલ્લી વાર શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ઝીરોમાં જોઈ શકશે. માહિતી પ્રમાણે શાહરુખની આવનારી ફિલ્મમાં શ્રીદેવી મહેમાન ભૂમિકામાં હશે. શ્રીદેવીને શનિવારે મોડી રાતે દુબઈમાં કાર્ડિયાક એટેક આવ્યો હતો.

રિપોર્ટ પ્રમાણે શ્રીદેવી આ ફિલ્મમાં એક કેમિયો રોલ (મહેમાન કલાકાર)માં જોવા મળશે અને ફિલ્મમાં તે પોતાનું જ પાત્ર નિભાવતી જોવા મળશે. કહેવાય છે કે આ એક પાર્ટી સીન હશે, જેમાં શાહરુખ ખાન, આલિયા ભટ્ટ અને કરિશ્મા કપૂર પડદા પર સાથે દેખાશે.

ઝીરો ફિલ્મમાં શાહરુખ ખાને એક ઠીંગણા માણસની ભૂમિકા નિભાવી છે અને આ ફિલ્મ દ્વારા બોલિવૂડની મહાન અભિનેત્રી છેલ્લી વાર સિલ્વર સ્ક્રીન પર દેખાશે.

 

source: sandesh

બોલીવુડ/Bollywood,View : 126

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.