શાપુર જળ હોનારતને આજે ૩૪ વર્ષ પૂર્ણ

201722Jun
શાપુર જળ હોનારતને આજે ૩૪ વર્ષ પૂર્ણ

જૂન ૧૯૮૩ ની સાલમાં જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડયો હતો. જૂનાગઢ તથા વંથલી પંથકમાં ૭૦ ઇંચ વરસાદ પડતા નદીઓ ગાંડીતુર બની હતી. અને શાપુર - વંથલી પંથકમાં ભયંકર જળ હોનારત સર્જાઈ હતી. જેના લીધે ભારે ખાના ખરાબી થઇ હતી.

શાપુરમાં બે દિવસ સુધી પાણી ભરાયેલું રહેતા લોકોએ ૪૮ કલાક મકાનના નળીયા પર વિતાવવા પડયા હતા. આ ભંયકર ઘટનાને આવતીકાલે ૨૨ જૂનના ૩૪ વર્ષ પૂર્ણ થશે.

હાલ ૨૧ જૂન વિતી ગઇ છતાં હજુ વરસાદ થયો નથી. અને લોકો વરસાદની રાહ જોઇ રહ્યા છે પરંતુ ૨૧, ૨૨ જૂન ૧૯૮૩ના જૂનાગઢ આસપાસના વિસ્તારોમાં ૭૦ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

ભારે વરસાદના લીધે ઓઝત કાળવો, મધુવંતી, ઉબેણ નદી ગાંડીતુર બની હતી. અને શાપુર ગામમાં ગઢની રાંગ સુધી પાણી ભરાઇ ગયા હતા. અને ટેલીફોન, વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. રસ્તા તથા રેલવે લાઇનનું નામોનિશાન રહ્યું ન હતું.

શાપુરમાં ૪૮ કલાક સુધી પાણી ભરાયેલું રહેતા લોકોએ બે દિવસ મકાનના નળીયા પર વિતાવી જીવ બચાવ્યો હતો. આ ભંયકર જળ હોનારતમાં સેંકડો પશુઓ તથા માનવ જીંદગીને ભોગ લેવાયો હતો.

આ જળ હોનારતના ચોથા દિવસે તે સમયના વડાપ્રધાન ઇન્દીરા ગાંધી, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આવ્યા હતા અને સાત દિવસમાં જનજીવન થાળે પાડયું હતું. આર.એસ.એસ.ના મુખ્ય પ્રચારક સ્વ. સવજીભાઇની આગેવાનીમાં કાર્યકરોએ પશુઓના મૃતદેહ એકત્ર કરી અગ્નિદાહ આપ્યો હતો. આજે ૩૪ વર્ષ બાદ પણ શાપુરના વડીલોની આંખ સામેથી આ તારાજીના દ્રશ્યો દૂર થતા નથી.

 

source:  gujaratsamachar

જુનાગઢ/Junagadh,રાજકોટ/Rajkot,View : 375

    Comments

    • Vgd19/06/2018Eh
    • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
    • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
    • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
    • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
    • અંકિત08/06/2018Ankit
    • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
    • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
    • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
    • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.