અક્કલ…..

 • ડુપ્લીકેટ

  રામ - મારી પાસે બંગલો છે, ગાડી છે, બેંક લોકર છે, તારી પાસે શુ છે ?
  શ્યામ - મારી પાસે આ બધાની ડુપ્લીકેટ ચાવી છે.

શનિના ઉપગ્રહ એન્સેલ્ડસ પર જીવન હોવાની પ્રબળ શક્યતા: નાસા

201715Apr
શનિના ઉપગ્રહ એન્સેલ્ડસ પર જીવન હોવાની પ્રબળ શક્યતા: નાસા

નાસાએ આજે જણાવ્યુ હતુ કે શનીના ઉપગ્રહ એન્સેલ્ડસ પર જીવન હોવાની પ્રબળ શક્યતા છે. નાસાએ સત્તાવાર રીતે આ માહિતી જાહેર કરતાં વિજ્ઞાાન જગતમાં રોમાંચ ફરી વળ્યો છે.

નાસાએ શનિના અભ્યાસ માટે કાસિની યાન મોકલ્યું હતુ. ૨૦૦૪માં નાસા સુધી પહોંચેલા કાસિનીની કામગીરીનો આ એપ્રિલમાં જ અંત થવાનો છે. મિશન પૂર્ણાહુતી પહેલા કાસિનીએ આ મહત્ત્વપૂર્ણ શોધ કરી હતી.

નાસાના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે સીધા જીવનના પુરાવા નથી મળ્યા. પરંતુ જીવન હોવા માટે જરૃરી આનુષાંગિક પુરાવા મળી આવ્યા છે. ૨૦૦૮માં જ કાસિનીએ એન્સેલ્ડસની સપાટી પર ખારા પાણીના સમુદ્ર હોવાનું શોધી કાઢ્યુ હતુ. જોકે એ સમુદ્ર બર્ફીલી સપાટીની નીચે છે.

બરફનો થર પાંચેક કિલોમીટર જાડો છે. એ પછી ૬૫ કિલોમીટર ઉંડો સમુદ્ર મળી આવ્યો છે. તેમાં જ હાઈડ્રોજન સહિતના તત્ત્વો મળી આવ્યા છે. હાઈડ્રોજન જીવન હોવા માટે અનિવાર્ય તત્ત્વ છે.

સમુદ્રમાં બીજી કેટલીક હલચલ પણ નોંધાઈ છે. માટે ત્યાં હાઈડ્રોજન ઉપરાંત અન્ય વાયુઓ, કાર્બન મોનોક્સાઈડ, સિલિકા વગેરે હોવાની શક્યતા છે. નાસાના એસોસિએટ એડમિનિસ્ટ્રેટર થોમસ ઝુરબુચેને વોશિંગ્ટન ખાતે જણાવ્યુ હતુ કે અત્યાર સુધીના બધા સંશોધનોમાં આ સૌથી મહત્ત્વની અને આશાસ્પદ ડિસ્કવરી છે.

આ સંશોધનથી હવે આપણે વધુ વિશ્વાસપૂર્વક કહી શકીશું કે બ્રહ્માંડમાં આપણે પૃથ્વીવાસીઓ કદાચ એકલા નથી. પૃથ્વી પર જીવન માટે જે પ્રક્રિયાઓ થઈ છે અને થઈ રહી છે, તેવી જ પ્રક્રિયા એન્સેલ્ડસના સમુદ્ર પર પણ જોવા મળી છે.

૨૦૦૪થી શનિનો અભ્યાસ કરતા કાસિનીએ તાજેતરમાં એન્સેલ્ડસના દક્ષિણ ધુ્રવની સપાટી નજીકથી પસાર થઈને તેના ફોટા લીધા હતા. એ તસવીરોનો અભ્યાસ કરતાં નાસાને આ મહત્ત્વપૂર્ણ વિગતો મળી આવી હતી.

સુર્યમાળામાં શનિને ૬૦થી વધારે ઉપગ્રહો છે. ૫૦૪ કિલોમીટરનો વ્યાસ ધરાવતો એન્સેલ્ડસ શનિનો છઠ્ઠો મોટો ઉપગ્રહ છે. ંખગોળશાસ્ત્રી વિલિય હર્ષલે છેક ૧૭૮૯માં આ ઉપગ્રહને શોધી કાઢ્યો હતો.

 

source: gujaratsamachar

અંતરરાષ્ટ્રીય/International,View : 661

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સંયમ અને વિવેકથી બોલો , બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ધણી મોટી છે.