અક્કલ…..

 • હોઠ સોજી ગયા

  એક દિવસ સન્ટા બન્ટાના ઘરે આવ્યો. તે ભયંકર લાગતો હતો. કારણ કે તેના ચહેરા પર ખુશી હતી પણ તેના હોઠ સોજીને દડા જેવા થઇ ગયા હતા..
  બન્ટાએ આશ્વર્ય સાથે પૂછ્ય,
  ''યાર સન્ટા, આ તારા હોઠને શું થયુ...?''
  .
  .
  સન્ટાએ કહ્ય, ''અરે કાંઇ નહી, એ તો મારી વાઇફ તેના પિયર ગઇ એટલે..''
  બન્ટાને સમજાયુ નહીં તેથી પૂછ્યુ, ''પણ ખુશીથી કાંઇ હોઠ થોડા સોજી જાય, શું થયુ એ તો કહે ?''
  .
  સન્ટાએ કહ્યુ, ''અરે કાંઇ નહી યાર..કાલે હું મારી વાઇફને રેલ્વેસ્ટેશન મુકવા ગયો. ત્યારે ટ્રેનમાં બેસાડીને મારી ખુશી સમાતી ન હતી. તેથી ખુશીમાં મેં ટ્રેનના એન્જીનને ચૂમી લીધુ....!!''

શંકરસિંહ વાઘેલા માટે ભાજપના દરવાજા ખુલ્લા જ છે: નીતિન પટેલ

201720Jun
શંકરસિંહ વાઘેલા માટે ભાજપના દરવાજા ખુલ્લા જ છે: નીતિન પટેલ

વલસાડમાં રૂ.3 કરોડના ખર્ચે મ્યુનિસિપલ હોસ્પિટલના લોકાર્પણ માટે આવેલા ડે.સીએમ નીતિન પટેલે શંકરસિંહના ભાજપમાં પ્રવેશ અંગે મીડિયા સાથેની વાતચીતમાં ખુલ્લું જણાવ્યુ હતું કે,શંકરસિંહ વાઘેલા માટે ભાજપના દ્વાર ખુલ્લાં જ છે.

શંકરસિંહ સાથે કોંગ્રેસ મોવડી મંડળનો વ્યવહાર અત્યંત અવગણનાભર્યો હોવાનું જણાવી તેઓ ભાજપમાં ગમે ત્યારે પ્રવેશ કરી શકે તેવા સંકેત આપ્યા હતા.શંકરસિંહ નિર્ણય કરે તેની જ માત્ર વાર છે,ભાજપની પૂરેપૂરી તૈયારી છે તેવા સ્પષ્ટ સંકેત ડે.સીએમ નીતિન પટેલ આપ્યા હતા.

શંકરસિંહ માત્ર નિર્ણય કરે તેટલી વાર છે, કોંગ્રેસ દ્વારા શંકરસિંહની ઘોર અવગણના વલસાડમાં મ્યુનિસિપલ હોસ્પિટલને ખુલ્લું મૂક્યા બાદ નીતિન પટેલે મીડિયા પર્સન સાથેની વાતચીતમાં એક પ્રશ્ને ઉત્તર આપતા કહ્યું કે,શંકરસિંહ વાઘેલા ભાજપમાં પ્રવેશ કરે કે કેમ તેનો તેઓ નિર્ણય લેશે,આ કોંગ્રેસનો આંતરિક મામલો છે.

તેમ છતા શંકરસિંહ ખૂબ સિનિયર નેતા છે.ભાજપની સાથે વિચારધારા ધરાવતા નેતા, કાર્યકરો ભાજપમાં પ્રવેશ કરી શકે છે. શંકરસિંહ વાઘેલા વિપક્ષના નેતા હોવા છતા તેમની ઘોર અવગણના થઇ રહી છે.

કોંગ્રેસ મોવડી મંડળ તેમની વાતને ધ્યાને લેતી નથી એવો સંકેત આપતા ડે.સીઅમએ કહ્યું કે કોંગ્રેસ મોવડી મંડળનું વર્તન શંકરસિહ બાપુ સાથે ખૂબ દર્દ ઉપજાવે તેવું છે.તેમની સતત અવગણના થઇ રહી છે.અંતે તેમના માટે ભાજપના દરવાજા ખૂલ્લા જ છે અને નિર્ણય હવે શંકરસિંહે કરવાનો છે તેવું તેમણે ઉમેર્યું હતું.

 

source: divyabhaskar

વલસાડ/Valsad,રાજકીય/Political,View : 678

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે.