વ્રજધામ મંદીરના સંસ્થાપક ઈન્દિરા બેટીજી શ્રીજીચરણ પામ્યા

201630Sep
વ્રજધામ મંદીરના સંસ્થાપક ઈન્દિરા બેટીજી શ્રીજીચરણ પામ્યા

છેલ્લા ઘણા સમયથી બીમાર વૈષ્ણવાચાર્યા ઈન્દિરા બેટીજી ગુરુવારે મોડી રાત્રે નિત્યલીલામાં પધાર્યા હતાં. 78 વર્ષિય વૈષ્ણવાચાર્યા ઈન્દિરા બેટીજીના નિધનથી સમગ્ર વૈષ્ણવ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગુરુવાર સાંજથી તેમની તબિયત લથડી હતી અને તેઓ મોડી રાત્રે શ્રીજીચરણ પામ્યા. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલ ખાતે વ્રજરાજ મહારાજજી સહિતના વૈષ્ણવાચાર્યો અને શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

ઈન્દિરા બેટીજીને ગત 27 જુલાઈએ હાર્ટએટેક આવ્યો હતો જ્યાર બાદથી તેમની તબિયત નાદુરુસ્ત રહેતી હતી અને તેમની સારવાર ચાલી રહી હતી. માંજલપુર વ્રજધામ મંદીરના સંસ્થાપક એવા ઈન્દિરા બેટીજીના નશ્વરદેહને વ્રજધામ મંદિરમાં જ દર્શનાર્થે મુકવામાં આવ્યો છે.

 

source: sandesh

આધ્યાત્મિક/Spiritual,View : 840

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • Life is what we make it, always has been, always will be.Grandma Moses