અક્કલ…..

  • તને કોઇ ભુલી શકે ?

    એક બુઝુર્ગ પતિ-પત્ની કારમાં પોતાના ઘરે જઇ રહ્યા હતા. પત્ની ગાડી ચલાવી રહી હતી ત્યા સામે એક સિગ્નલ આવ્યુ જે વૃધ્ધ પત્નીને દેખાયુ નહી.

    આગળ પોલીસ કર્મચારીએ ગાડી ઉભી રાખી અને કહ્યુ,

    ''મેડમ, તમને ખયાલ છે તમે ટ્રાફિક નિયમ તોડ્યો છે ?''

    પત્ની થોડુ ઉંચુ સાભળતી હતી તેથી તેણે પતિ સામે ફરીને પૂછ્યુ કે પોલીસ વાળો શું કહે છે..

    પતિએ કહ્યુ, ''એ કહે છે કે તેં ટ્રાફિકનો નિયમ તોડ્યો છે.''

    પોલીસ કર્મચારી, ''મેડમ, શું હું તમારુ લાઇસન્સ જોઇ શકુ ?''

    પત્ની ફરી તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે શું કહે છે પોલીસવાળો..

    પતિએ કહ્યુ કે પોલીસ કર્મચારી તેનુ લાઇસન્સ જોવા માગે છે..

    પત્નીએ પોલીસ કર્મચારીને લાઇસન્સ આપ્યુ..પોલીસ કર્મચારીએ લાઇસન્સ જોઇને કહ્યુ,

    ''અચ્છા તો તમે અમદાવાદના છો..હુ પણ ત્યાં ઘણો સમય નોકરી કરતો હતો. અને એક દિવસ અત્યંત બદસુરત મહિલા સાથે ડેટ પર ગયો હતો..આજ સુધી તેના જેવી ભયંકર અને કદરૂપી બાઇ મેં જોઇ નથી..!!!''

    પત્ની તેના પતિ સામે ફરીને પૂછ્યુ કે પોસીલવાળો શું કહેતો હતો..

    પતિએ કહ્યુ, ''કહે છે કે તને ઓળખે છે !!!''

વૉટ્સએપમાં મોકલાયેલો મેસેજ ડિલિટ કરી શકાશે, અપડેટમાં નવું ફીચર થશે સામેલ

201728Oct
વૉટ્સએપમાં મોકલાયેલો મેસેજ ડિલિટ કરી શકાશે, અપડેટમાં નવું ફીચર થશે સામેલ

વિશ્વની સૌથી વધુ યુઝર ધરાવતી મેસેજિંગ સર્વિસ વૉટ્સએપ પર હવે ‘સેન્ટ’ મેસેજને પણ ડીલિટ કરી શકાશે. એટલે કે કોઈ ગ્રૂપ કે કોઈ વ્યક્તિને ભૂલથી મોકલી દેવાયેલો મેસેજ પણ ડીલિટ કરી શકાશે.

અત્યાર સુધી માત્ર વોટ્સએપમાં કોઈ વ્યક્તિ સાથેની ચેટ કે રિસીવ થયેલા મેસેજને ડીલિટ કરી શકાતા હતા. વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનમાં ફીચર સામેલ કરાશે.

જોકે નવું વર્ઝન ક્યારથી ઉપલબ્ધ બનશે હજુ સ્પષ્ટ નથી. ક્યાંથી કરી શકાશે ડીલિટ યુઝર વોટ્સએપની મોબાઇલ સ્ક્રીન પર મેસેજ પર આંગળી દબાવી રાખ્યા બાદ ડીલિટના મેનુમાંથી તેને ડીલિટ કરી શકશે. મોકલાયેલો મેસેજ માત્ર સાત મિનિટની અંદર ડીલિટ કરી શકાશે. નવા ફીચર વિશે યુઝર્સને જાણકારી મળે માટે વોટ્સએપે પોતાના ‘એફએક્યુ’ પેજને પણ અપડેટ કર્યું છે.

પેજમાં જણાવાયું છે કે ‘યુઝર વ્યક્તિગત કે ગ્રૂપમાં મોકલાયેલા મેસેજને ડીલિટ કરી શકશે. ખાસ કરીને ભૂલથી મોકલી દેવાયેલા મેસેજને ફીચર દ્વારા રદ કરી શકાશે. જોકે સાત મિનિટ પછી ‘સેન્ટ’ મેસેજને ડીલિટ કરી શકાશે નહીં. સેન્ટ મેસેજ રીતે ડીલિટ કરી શકાશે

1 વોટ્સએપ ઓપન કરી ચેટ બોક્સમાં જે મેસેજ ડીલિટ કરવો હોય તેને સિલેક્ટ કરીને મેનુમાંથી ડીલિટ કરી શકાશે.

2. એકવાર ડીલિટ કરી દેવાયા બાદ તમારા ચેટ બોક્સમાં ‘ધીસ મેસેજ વોઝ ડીલિટેડ’ લખાણ વાંચવા મળશે.

3. જો મેસેજના સ્થાને ધીસ મેસેજ વોઝ ડીલિટેડ વાંચવા મળે તો તેનો અર્થ છે કે મોકલનારે મેસેજ ડીલિટ કરી દીધો છે.

 

source: divyabhaskar

ટેક્નોલોજી/Technology,View : 1385

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ખીલખીલાટ હસતું બાળક મોટું થતાજ હસવા નું ભૂલી જાય છે, નક્કી આપણી સમાજ વ્યવસ્થા માં કઈક ખામી રહેલ છે.