અક્કલ…..

  • વરરાજા ના હાથમાં નાળીયેર

    વરરાજા ના હાથમાં નાળીયેર કેમ આપવામાં આવે છે?
    જવાબ: એને સતત યાદ રહે કે એની જેમ મારા પણ છોતરા નીકળી જવાના છે.

વેરાવળ: ગામમાં સિંહ ઘૂસ્યા, 2 ગાયના મારણ કરતાં CCTV કેમેરામાં કેદ, Video

201616Sep
વેરાવળ: ગામમાં સિંહ ઘૂસ્યા, 2 ગાયના મારણ કરતાં CCTV કેમેરામાં કેદ, Video

છેલ્લાં કેટલાંય સમયથી ગીર જંગલમાં સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ જંગલ છોડી આજુ-બાજુના ગ્રામીણ વિસ્તારોમાં આવી રહ્યાં છે.

વેરાવળ તાલુકાના કુકરાશ ગામે 20મી ઓગષ્ટના રોજ ત્રણ સિંહો શિકારની શોધમાં રાત્રે ગામમાં આવી ગયા હતાં. અને બે ગાયોનું મારણ કર્યું હતું. ત્યારબાદ ફરીથી 15મી સપ્ટેમ્બરના રોજ રાત્રે એક વાગ્યાની આસપાસ બે સિંહો શિકારની શોધમાં ગામના મુખ્ય બજારમાં આવી ગયા હતાં અને બે ગાયોના મારણ કર્યા હતાં.

સિંહ – દીપડા જેવા હિંસક પ્રાણીઓનાં રહેણાંક વિસ્તારમાં આવી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢમાં અવારનવાર સિંહ ગામની સીમમાં કે ગામમાં ઘૂસ્યાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે.

source: sandesh

ગીર સોમનાથ/Gir Somnath,View : 672

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ધરતી એના ખોદનાર ને પાણી આપે છે તો આપને તો માણસ છીએ, આપણું “ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ ..???