અક્કલ…..

  • કોણ ખોટુ વિચારે છે ?

    વહુ એ સાસુને કહ્યુ - મમ્મીજી, એ હજુ સુધી નથી આવ્યા.. કોઈ છોકરીના ચક્કરમાં નહી આવ્યા હોય ને ?

    સાસુ - અરે કાળા મોં ની તુ તો હંમેશા ખોટું જ વિચારતી રહે છે... બની શકે કે એ કોઈ ટ્રકની નીચે આવી ગયો હોય...

વિસાવદરમાં આભ ફાટયું, ત્રણ કલાકમાં સાત ઈંચ વરસાદ

201616Sep
વિસાવદરમાં આભ ફાટયું, ત્રણ કલાકમાં સાત ઈંચ વરસાદ

ધારી, લિલિયા, જાફરાબાદમાં દોઢ ઈંચ, અમરેલી અને રાજુલામાં એક ઈંચ વરસાદથી મુરઝાતી મોલાતને જીવતદાન

ચોમાસાની વિદાયનાં દિવસો આવી ગયા છે ત્યારે અમરેલી અને સોમનાથ જિલ્લા ઉપર આજે મેઘરાજાએ મહેર વરસાવી હતી. ઉના, ગીરગઢડા અને સાવરકુંડલામાં ગાજવીજ સાથે બે ઈંચ તોધારી, લીલીયા, જાફરાબાદમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ સાંજે વિસાવદરમાં આભ ફાટયું હોય એમ સાંબેલાધારે ત્રણ કલાકમાં સાત ઈંચ વરસાદ ખાબકી જતાં સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો.

હાલનો વરસાદ મુરઝાતી મોલાત માટે કાચા સોના જેવો હોવાથી ખેડૂતો ખુશ થઈ ગયા છે. વિસાવદરમાં આજે બપોર બાદ મેઘગર્જના અને વિજળીનાં કડાકા-ભડાકા સાથે મેઘાવી માહોલ છવાયો હતો. ચાર થી છ વાગ્યા વચ્ચે ઝરમર છ મી.મી. વરસાદ પડયો હતો. બાદમાં મેઘરાજાએ રોદ્ર સ્વરુપ ધારણ કરી લીધુ હતું અને અનરાધાર વરસાદ તૂટી પડયો હતો.

જે ત્રણ કલાકમાં અધધ સાત ઈંચ ખાબકી જતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જંગલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડતા પોપટડી, મૈયારી, કાબરો, ધ્રાફડ નદીમા પુર આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં આજે બપોર બાદ હવામાન પલ્ટાયું હતું. અને વાતાવરણ મેઘાડંબર થઈ ગયું હતું. આ દરમ્યાન આજે વંથલી અને માણાવદરમાં ઝરમર ઝાપટા, જયારે જૂનાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ગરમીનો અનુભવ થયો હતો.

રાજકોટ જિલ્લામાં ગઈકાલે રાત્રે આઠ વાગ્યા બાદ ધોરાજીમાં પ્રચંડ ગાજવીજ સાથે ધોધમાર અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. અમરેલી જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર વરસાવી હતી. આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને એક-બે કલાક સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં ધોધમાર એક ઈંચ વરસાદથી માર્ગો પાણી પાણી તઈ ગયા હતાં.

સાવરકુંડલામાં મુશળધાર બે ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. ધારી, લીલીયા અને જાફરાબાદમાં દોઢ ઈંચ તો રાજુલામાં એક ઈંચ તેમજ લાઠી અને ખાંભામાં અડધા ઈંચ વરસાદથી લોકોનાં ચહેરા પર રોનક આવી હતી. બગસરા, વડીયા અને બાબરા પંથકમાં અમુક સ્થળોએ માત્ર છાંટા પડયા હતાં.

જાફરાબાદનાં ટીંબી, છેલણા, ભાડા, વડલી, માણસા, મોટીમોલ, ચોરાળીમાં ૧થી ૧ાા ઈંચ મેઘમહેર વરસાવી હતી. સોમનાથ જિલ્લામાં પણ આજે મેઘરાજાની પધરામણી થઈ હતી. તાલાલામાં અડધો ઈંચ તો ગીર પંથક અને કમલેશ્વર ડેમ ઉપર આજે બપોર બાદ એકાદ ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ આજે બપોર બાદ ૪ વાગ્યાથી ઉના શહેરમાં વિજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો અને ત્રણ કલાકમાં બે ઈંચ વરસી જતાં સર્વત્ર પાણી ફરી વળ્યા હતાં.

ગીર પંથકનાં ધોકડવા, તગડીયા, જશાધાર, તુલસીશ્યામ, બેડીયા, બંધારકામાં પણ બે ઈંચ તો સનખડા, ગોંગડા, પસવાળા, ઊંટવાળા, ખત્રીવાડામાં દોઢ ઈંચ તેમજ અમોદરા, સામતેર, ગરાળ, દેલવાડા, સીમર, નવાબંદર, સૈયદ રાજપરા, વડીવીયાળા, જુડવડલી, ખાપટમાં એક ઈંચ મેઘમહેર વરસી હતી. ગીરગઢડા શહેર ઉપરાંત બાબરીયા, ભાખા, થોરડી, જામવાળા, ફાટસર, દ્રોણ, ઈટવાયામાં પણ બે ઈંચ વરસાદથી લોકોમાં ખુશીની લહેર ફરી વળી હતી.

પોરબંદર પંથકમાં વીજળી પડતાં ત્રણ ભેંસનાં મોત પોરબંદર જીલ્લામાં ગુરૃવારે બપોરે આકાશમાં કાળા ડીંબાગ વાદળો ચડી આવ્યા હતાં અને એવું લાગતું હતુ ંકે, બે ચાર ઈંચ વરસાદ પડી જશે પરંતુ માત્ર હળવા ઝાપટા પડયા હતાં. રાણાવાવ ગામે છ મી.મી. પોરબંદરમાં એક મી.મી. વરસાદ નોંધાયો હતો. રાણાવાવ તાલુકાનાં દોલતગઢ ગામે વિજળી પડતાં એક પાડી અને ભેંસનું મૃત્યું થયું હતું. જયારે કુતિયાણા નજીકના બાવળાવદર ગામે કડાકા - ભડાકા સાથે વિજળી પડતા એક ભેંસનું મોત નિપજયું હતું.

source: gujaratsamachar

અમરેલી/Amreli,જુનાગઢ/Junagadh,ગીર સોમનાથ/Gir Somnath,પોરબંદર/Porbandar,રાજકોટ/Rajkot,View : 478

    Comments

    • Vishal shiyal16/07/2018મિથુન રાશીના છોકરાનુ નામ બતાવો
    • 972634844215/07/2018Min rasi ma sokri nu name batavo
    • jhjh14/07/2018opopo
    • Knjl10/07/2018થ રાશી પર નામ આપો...
    • JiGnesh07/07/2018મકર રાશિમાં છોકરા નુ નામ જણાવો
    • Rakesh patel07/07/2018Min rash chhokri na nam
    • Shailesh05/07/2018Baby name
    • Kalpesh nayak03/07/20182/7/2018 રાશી કંઈ છે
    • Nita Ben Prajapati02/07/2018Pet ma sojo to Ane dukhavo thay 6e.. to ano upay
    • લક્ષ્મણ પરમાર02/07/201823/6/2018 1:20વાગે તુલા(ર. ત) સારા નામ જણાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.