વિસાવદરઃ રાત્રે રખોપું કરવા ગયો ને સવારે મળી લાશ, પ્રેમ પ્રકરણમાં થઇ હત્યા

201705Jul
વિસાવદરઃ રાત્રે રખોપું કરવા ગયો ને સવારે મળી લાશ, પ્રેમ પ્રકરણમાં થઇ હત્યા

વિસાવદરનાં ખંભાળીયા ગામનાં યુવાનની ઉમરાળા ગામની સીમમાંથી લાશ મળી આવી હતી. બહેન સાથે પ્રેમસંબંધ હોય માંગનાથ પીપળીનાં ત્રણ દેવીપુજક ભાઇઓએ સોમવારની રાત્રીનાં તિક્ષણ હથિયાર માથામાં મારીને ઘાતકી હત્યા કરી નાસી છુટયા હતાં.

પોલીસે આ બનાવમાં ત્વરીત તપાસ હાથ ધરી ત્રણેયને ઝડપી લીધા હતાં. વિસાવદરનાં ખંભાળીયા (ઓઝત) ગામના બાવાજી યુવાન ભરતભારથી ઉર્ફે સંજયભારથી દીલુભારથી ગોસ્વામી (ઉ.વ.40) સોમવારનાં રાત્રીનાં વાજડી જવાનાં રસ્તે ઉમરાળા ગામની સીમમાં આવેલ પોતાનાં ખેતરે હતાં ત્યારે રાત્રીનાં સમયે કોઇ અજાણ્યા શખ્સો તેની ઘાતકી હત્યા કરી નાસી છુટયા હતાં.

પોલીસે ત્રણ ભાઇઓની કરી અટક મંગળવારે સવારે બાજુવાળા ખેતર માલિકે મૃતકનાં ભાઇ અશોકભારથીને જાણ કરતાં તેઓ ત્યાં દોડી ગયેલ અને ખંભાળીયાનાં સરપંચ અમરૂભાઇ ખુંમાણને વાકેફ કરતાં પોલીસને જાણ કરી હતી. બીલખાનાં પીએસઆઇ જે.ડી. પંડયા સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરી હતી.

મૃતકનાં ભાઇ અશોકભારથીએ માંગનાથ પીપળીનાં ત્રણ દેવીપુજક ભાઇઓ નિતેશ બાબુ, લાલો અને વિપુલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ નાનાભાઇ ભરતને આરોપીઓની બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને જેની જાણ આરોપીઓને થઇ જતાં સોમવારનાં રાત્રીનાં આ ત્રણેય ભાઇઓ ઉમરળાની સીમમાં ખેતરે પહોંચી ભરત પર તિક્ષણ હથિયારોથી માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નિપજાવી નાસી ગયા હતાં.

 

source: divyabhaskar

જુનાગઢ/Junagadh,ગુનો/Crime,View : 470

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.