વિશ્વ ઇન્ટરનેશનલ યોગ ડે, હજારો વિદ્યાર્થીઓએ ઉજાગરો કરી યોગ કર્યા

201721Jun
વિશ્વ ઇન્ટરનેશનલ યોગ ડે, હજારો વિદ્યાર્થીઓએ ઉજાગરો કરી યોગ કર્યા

વિશ્વ ઇન્ટરનેશનલ યોગ ડે નિમિત્તે વિશ્વ રેકોર્ડ કરવા અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર જોરદાર તૈયારીઓ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની શાળાઓના ૩૦ હજાર વિદ્યાર્થીઓને વહેલી સવારે પાંચ વાગે યોગસ્થળે પહોંચી જવા આદેશ કરાયો હતો જના પગલે વિદ્યાર્થીઓને શાળામાં રાત્રે ત્રણ-ચાર વાગે પહોંચી ગયાં હતાં.

યોગ ડેના પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી , મ્યુનિ.કોર્પોરેશનના તંત્રે પરિપત્ર જારી કરીને વિદ્યાર્થીઓને વહેલી સવારે પાંચ વાગે યુનિ.ગ્રાઉન્ડ પર પહોંચી જાય તેવી વ્યવસ્થા કરી હતી જેના ભાગરૃપે મ્યુનિ.શાળાઓમાં રાત્રે આઠ વાગ્યાથી જ એએમટીએસ બસો પહોંચી ગઇ હતી જેના લીધે મોડી રાત્રે શાળાઓ ધમધમી હતી.

રાત્રે જાણે દિવસ જેવો માહોલ છવાયો હતો. વાલીઓ પણ મોડી રાત હોઇ ખુદ બાળકોને લઇને શાળાએ પહોંચ્યા હતાં. ૨૦ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક-સ્ટુઅર્ડને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને સવારે સાડા ચાર વાગે હાજર થવા જણાવી દેવાયુ હતું. એએમટીએસની બસ દીઠ ૧૫૦ ફુડ પેકેટો મુકાયા હતાં.

એવી સૂચના આપવામાં આવી હતી કે, જતી વખતે અને પરત ફરતી વખતે વિદ્યાર્થીઓને ફુડ પેકેટ આપવામાં આવશે . શિક્ષકોથી માંડીને સરકારી તંત્ર રાતભર કામે લાગ્યુ હતું .અમદાવાદ શહેર-જિલ્લામાંથી શાળા કોલેજોના કુલ સવા લાખ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર લઇ જવા આ આખીયે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

 

source: gujaratsamachar

અહમદાબાદ/Ahmedabad,શિક્ષણ/Education,View : 362

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • હસી તકલીફ દુર કરે છે, જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે