વિવેક ઓબેરોય ૨૫ શહીદના પરિવારને થાણામાં ફલેટ આપશે

201715May
વિવેક ઓબેરોય ૨૫ શહીદના પરિવારને થાણામાં ફલેટ આપશે

બોલીવૂડના કલાકારો આજકાલ શહીદોના પરિવાર માટે સહકાર્ય કરી રહ્યા છે. અક્ષયકુમારે આ સદકાર્યની શરૃઆત કર્યા બાદ હવે વિવેક ઓબેરોય પણ આ માર્ગે ચાલી રહ્યો છે.

વિવેકે દેશ પ્રતિ પોતાની જવાબદારી સમજતાં છતીસગઢમાં શહીદ થયેલા જવાનો પરિવારોને ફલેટ આપવાનો નિર્ણય કર્યો છે. જેની યાદી જલદી જ જાહેર કરવામાં આવશે. વિવેક ઓબેરોયે મહારાષ્ટ્રના થાણા વિસ્તારમાં ૨૫ ફલેટ આપવાનો ફેંસલો કર્યો છે.

શહીદોના પરિવારોને આ ફલેટસ વિવેક ઓબેરોયની રિયલ એસ્ટેટ કંપની તરફથી આપવામાં આવશે. કંપનીએ સીઆરપીએફને એક પત્ર પણ લક્યો છે. આ ફલેટસ અલગ- અલગ ઓપરેશનમાં શહીદ જવાનોના પરિવારને ફાળવવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર શહીદોના પરિવારોને અત્યાર સુધીમાં ૪ ફલેટ આપી પણ દીધા છે અને બાકીના ફલેટસ પણ તરત જ આપવામાં આવશે. આ બાબતની યાદી જલદી જ જાહેર કરવામાં આવશે.

 

source: gujaratsamachar

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 603

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • સબંધ અને સંપતિ, મુઠ્ઠી ભરો તો રેતી છે….. અને જો વાવતા રહો તો ખેતી છે.