અક્કલ…..

  • સેંટ મેસેજ

    પહેલો સરદાર : યાર આ સેંટ મેસેજ મતલબ શુ હોય છે.. ?
    બીજો સરદાર : સાલા ગોંચુ, બેવકૂફ... અક્કલના ઓથમીર તે જ સરદારોનું નામ ખરાબ કરી મુક્યુ છે.. એટલુ પણ નથી જાણતો કે સેંટ મેસેજ એટલે સુગંધવાળો મેસેજ.

વાવાઝોડાના કારણે લગ્નના મંડપો અને હોર્ડિંગ્સ તૂટી પડયા

201723May
વાવાઝોડાના કારણે લગ્નના મંડપો અને હોર્ડિંગ્સ તૂટી પડયા

લગ્નોની ભરચક મોસમ વચ્ચે ગઈરાત્રે અચાનક ફૂંફાયેલા વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ લગ્નના મંડપ તેમજ અનેક જગ્યાએ જાહેરાતના હોર્ડીંગ્સ તથા વૃક્ષો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. વૈશાખ માસના ભરઉનાળે લગ્નોની સીઝનમાં ગઈરાત્રે અચાનક ફૂંકાયેલ વાવાઝોડું આફતરૃપ પુરવાર થયું છે.

કેમકે લગ્ન પ્રસંગના કારણે ઘરઆંગણે તો વાડી અને પાર્ટી પ્લોટમાં બાંધેલા મંડપ પત્તાના મહેલની જેમ તૂટી ગયા હતા, તો ઘણી જગ્યાએ મંડપના કાપડ પણ ફાટી ગયા હતા.

વળી આ સ્થિતિ વચ્ચે વીજળી ડૂલ થઈ જતા અંધારપટ સેર્જાયો હતો. આના કારણે લગ્ન પ્રસંગવાળાની હાલત દયનીય બની હતી. જેમ તેમ લાઈટો કરી લગ્ન પ્રસંગ પાર પાડવો પડયો હતો. તો લગ્નમાં પહોંચેલા મહેમાનો થોડા સમય માટે ફસાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે નડિયાદ શહેરનાસ્ટેશન રોડ, સંતરામ રોડ વાણિયાવડ સહિત કેટલીક જગ્યાએ જાહેરાતના હોર્ડીંગ્સ તૂટી પડયા હતા.

તો ઘણી જગ્યાએ જાહેરાતના બોર્ડ પણ લટકી ગયા હતા. જ્યારે શહેરના સલુણ બજાર વિસ્તારમાં કોવાડા પોળ સહિત કપડવંજ રોડ, કમળા રોડ તથા મંજીપુેરા રોડ પરના કેટલાક જૂના મકાન પરથી છાપરા ઉડી ગયા હતા. જ્યારે નડિયાદની બાજુમાં આખડોલ-મિત્રાલ રોડ પર વૃક્ષની ડાળીઓ કાપવામાં તંત્રની બેદરકારીના કારણે આમલીના ઝાડની ડાળીઓ રોડ પર નમી જતા ભયનજક બની હતી.

આના કારણે શટલિયા રિક્ષા, ટેમ્પા અને એસ.ટી. બસ નીકળી શકે તેવી સ્થિતિ રહી નથી. પરિણામે ગ્રામજનોને નડિયાદ અવરજવર કરવામાં સાત કિ.મી.નું વધુ અંતર કાપવું પડયું હતું.

જ્યારે આખડોલ સ્ટેશન પર વડલાનું મોટું ઘટાટોપ ઝાડ મૂળમાંથી ઉખડી તૂટી પડયું હતું. જેના કરણે આ વૃક્ષની આજુબાજુ ચણતર કરેલો ઓટલો પણ તૂટી પડયો હતો. ગઈરાત્રે વાવાઝોડા અને કડાકા સાથે તૂટી પડેલા વરસાદના કારણે લોકોને ભારે મુસીબતમાં મૂકાવવું પડયું હતું.

 

source: gujaratsamachar

ખેડા/Kheda,આણંદ/Anand,View : 428

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.