અક્કલ…..

  • શિક્ષક & ભોલું


    શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?

    ભોલું: એક જ ભારત!

    શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!

    ભોલું : બીજા ને તો પરદેશકહેયાય.

     

     

વલસાડ: લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા માતાપિતાનું મોત, છવાયો માતમ

201730Apr
વલસાડ: લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા માતાપિતાનું મોત, છવાયો માતમ

વલસાડ નજીકના ઘડોઇ ગામમાં એક પટેલ પરિવારના ઘરમાં ચાંલ્લા અને લગ્નની ખુશીનો માહોલ રવિવારે જોવા મળ્યો હતો, પરંતુ આ ખુશીનો માહોલ હાલ માતમ ફેરવાઇ ગયો છે.

રવિવારે સવારે ચાંલ્લાવિધિ પૂરી કરી લગ્નની કંકોત્રી આપવા નિકળેલા યુવકના માતા પિતાના મોપેડનો હાઇવે પર અકસ્મતા થતાં સ્થળ પર જ બંનેનું મોત નિપજ્યું હતુ. જેને લગ્નવાળા ઘરમાં દુખનું મોજું ફરી વળ્યું હતુ.

અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત વલસાડ ઘડોઇ ગામમાં રહેતા ગમનભાઇ પરાગભાઇ પટેલ અને જ્યોતિબેન ગમનભાઇ પટેલ તેમના પુત્ર દિપેશના લગ્ન નક્કી થઇ ગયા હોય, તેમણે રવિવારે તેની ચાંલ્લા વિધી રાખી હતી.

આ સાથે આગામી 17 મે ના રોજ દિપેશના લગ્ન પણ નક્કી કરી દીધા હતા. લગ્નને ઓછો સમય રહેતો હોય, તેના લગ્નની પત્રિકા વહેંચવા માટે ગમનભાઇ અને જ્યોતિબેન રવિવારે ચાંલ્લાવિધી પૂર્ણ કરી કંકોત્રી વહેંચવા માટે પોતાના મોપેડ પર જઇ રહ્યા હતા.

ત્યારે હાઇવે પર તેમના મોપેડને ટ્રક જેવા મોટા વાહને ટક્કર મારી ગંભીર અકસ્માત કર્યો હતો. જેમાં ગમનભાઇ અને પરાગભાઇનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.

 

source: divyabhaskar

વલસાડ/Valsad,અક્સમાત/Accident,View : 281

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.