અક્કલ…..

 • બાપુ ગયા બેંક

  મેનેજર - નોટ ફાટેલી છે નહી ચાલે બીજી આપો
  બાપુ - હુ મારા ખાતામાં જમા કરાવું છુ એમા તારે શુ ?

વલસાડ રેલવે કર્મીના ઘર પર ભેદી પથ્થરમારો,લોકો માને છે દેવી પ્રકોપ,જાણો આખી ઘટના

201610Nov
વલસાડ રેલવે કર્મીના ઘર પર ભેદી પથ્થરમારો,લોકો માને છે દેવી પ્રકોપ,જાણો આખી ઘટના

વલસાડ રેલવે વિભાગમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારીના વેસ્ટ રેલવે યાર્ડમાં આવેલા રેલવે ક્વાટર્સની પતરાંની છત પર છેલ્લા ૩ દિવસથી, દિવસ દરમિયાન ભેદી સંજોગોમાં પથ્થરો પડવાની ઘટનાથી પરિવારમાં ભયની લાગણી તો સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયાં છે.

ઘટનાની જાણ થતાં, આર.પી.એફ. પોલીસે ૪થી ૫ કલાક સુધી કરેલી તપાસમાં પથ્થરો ફેંકનાર કોઇ ઇસમ મળી ન આવતાં, સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

પથ્થરો પડવા છતાં છતના સિમેન્ટના પતરાંને કોઇ નુકસાન થયું નથી વલસાડ રેલવે વિભાગમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા રામસુમેર મૌર્યા, પત્ની સીમાદેવી, પુત્રી નલીક્ષા (ઉ.વ.૧૫) પુત્ર અમન (ઉ.વ. ૧૨) તથા આદિત્ય (ઉ.વ. ૧૦) સાથે વલસાડ વેસ્ટ રેલવે યાર્ડમાં ક્વાર્ટર નં. ૩૪૨-બી માં રહે છે. તેમના મકાનની છત પર છેલ્લા ૩ દિવસથી ધોળા દિવસે, રહસ્યમય રીતે પથ્થરો પડી રહ્યા છે.

આ પથ્થરો માત્ર દિવસમાં જ પડે છે, રાત્રે પડતા નથી. પથ્થરો પડે ત્યારે છત પર જોરથી અવાજ થાય છે પરંતુ આશ્ચર્યજનક રીતે છતના સિમેન્ટના પતરાંને કોઇ નુકસાન થયું નથી. પાડોશી સહિતના સ્થાનિકોની હાજરીમાં ઘર પર પથ્થરો પડતા, લોકોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

ઘટનાથી ચિંતામાં મુકાયેલા જુનિયર ઇજનેરની ફરિયાદને આધારે હરકતમાં આવેલા વલસાડ આર.પી.એફ.એ મકાનની ફરતે કોર્ડન કરી, ૪થી ૫ કલાક સુધી કરેલી તપાસમાં, કોઇ વ્યક્તિ મળી આવ્યો નહીં. જેથી પોલીસ ત્યાંથી ચાલી ગઇ હતી. દિવસ દરમિયાન છત પર પથ્થરો પડવાનો ભેદી અવાજ આવે છે

પરંતુ રાત્રે પથ્થરો પડતા નથી કે અવાજ પણ આવતો નથી. દેવી પ્રકોપ કે ચમત્કારની ઘટના હોવાની વાતો માત્ર અફવા હોવાનો ઇજનેરનો ખુલાસો આ ઘટના કોઇ દેવી પ્રકોપ કે ચમત્કાર હોવાની ઉઠેલી ચર્ચાઓને જુનિયર ઇજનેરએ ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું કે, દેવી પ્રકોપ કે ચમત્કારની ઘટના હોય તો દિવસમાં જ કેમ, રાત્રે કેમ પથ્થરો પડતા નથી તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમને કોઇ સાથે અંગત વેરભાવ કે દુશ્મનાવટ નથી.

 

source: sandesh

વલસાડ/Valsad,View : 229

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • The first step before anyone else in the world believes it is that you have to believe it.Will smith