અક્કલ…..

 • ઓક્સફર્ડ

  શિક્ષક - ઓક્સફર્ડ મતલબ શુ છે ?
  વિદ્યાર્થી - ઓક્સ મતલબ બળદ, ફોર્ડ મતલબ ગાડી તેથી ઓક્સફર્ડ મતલબ બેલગાડી

વલસાડ નજીક જીપ પલટી જતાં 7ના મોત

201721Mar
વલસાડ નજીક જીપ પલટી જતાં 7ના મોત

વલસાડથી આશરે 20 કિમી દૂર ધામણી અને તામછડી વચ્ચે જંગલ વિસ્તારમાં કમાન્ડર જીપ ઓવર ટર્ન થઈને ઘાટમાં પડી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જીપમાં કુલ 11 વ્યક્તિઓ પૈકી 7ના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે ઘાયલ બે લોકોને સારવાર માટે ધરમપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે બે ભાઈઓ ચાલું જીપે ખાબકતા પહેલા જ કૂદી પડયા હતા.તેમનો આબાદ બચાવ થયો હતો.

વલસાડ પાસે ધરમપુર તાલુકાના અંતરિયાળમાં તામછડી કોરવડ રોડ પર સોમવારે રાત્રે આશરે સાડા નવ વાગ્યાના સુમારે એક જીપ પલટી ખાઈ ગઈ હતી.

જીપમાં 11 વ્યક્તિઓ સવાર હતી પણ બે વ્યક્તિઓ જીપમાંથી કૂદી પડતા આબાદ બચી ગયા. જ્યારે જીપ ઘાટમાં પડી ત્યારે 9 વ્યક્તિઓ સવાર હતા. તેમાં સવાર તમામ તામછડી ગામના એક જ ફળિયાના રહેવાસી હતા.

મળતી વિગતો મુજબ ધરમપુરના તામછડી ગામના વરલાપાડા ફળિયામાં રહેતા 11 જણા ફળિયાની જીપમાં સવાર થઈને નાની કોરવડ ગામે લગ્નપ્રસંગ માટે વાસણો તથા રિંગણા આપવા ગયા હતા. બંને વસ્તુઓ ત્યાં પહોંચાડીને તે પરત ફરતા હતા તે દરમિયાન હાંડી ગેટના નામે ઓળખાતા તાડપાડા ખાતે જૂપના ચાલકત કિરણ સોનદરભાઈ નાયકે એકાએક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

જેથી જીપ ઉથલી પડી હતી આ દરમિયાન બે ભાઈઓ પ્રવીણ બાબલુભાઈ પારીયા અને કાંતિ બાબલુભાઈ પારીયા કૂદી પડ્યા હતા. તેમનો આબાદ બચાવ થયો હતો.

જ્યારે જીપ ઉંધી પડી જતા નીચે ફેંકાઈ ગયેલા સીતારામ ભીમજી દારવાહ, નરેશ ગોસંદીભાઈ પણઘે, જયંતિ ગાનાભાઈ પણઘે, વિનોદ સુરેશભાઈ ગાંગર, પ્રિતેશ ગોસંદીભાઈ ગાંગર, અરવિંદ સુરેશભાઈ ગાંગર અને જીપ ડ્રાઈવર કિરણ સોનદરભાઈ નાયકના ઘટનાસ્થળે જ મૃત્યું થયા હતા.

જ્યારે નિતેશ ભીમજી દાહવાદ અને રાહુલ શુક્કરભાઈ પારીયાને ગંભીર ઈજાઓ થતાં, રોણવેલ અને સિદુમ્બર 108માં ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

source: sandesh

વલસાડ/Valsad,View : 495

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • Happiness is in the heart, not in the circumstances.Unknown