વલસાડ જીલ્લામાં ભારે વરસાદ, વરસાદ સાથે પવન ફુંકાતા ભયનું વાતાવરણ ફેલાયું

201524Jun
વલસાડ જીલ્લામાં ભારે વરસાદ, વરસાદ સાથે પવન ફુંકાતા ભયનું વાતાવરણ ફેલાયું

- ઉમરગામ નજીક સિમેન્ટ ભરેલું જહાજ વાવાઝોડાના કારણે તુટી પડ્યું
- કોસ્ટ ગાર્ડ અને નેવીએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને ઉગારી લીધા

વલસાડ તા. 24 જુન 2015

ગઇ કાલે રાતથી ભારે પવન અને વરસાદ પડતા વલસાડ જીલ્લામાં અનેક સ્થળોએ વૃક્ષો, વિજ થાંભલા અને અનેક મકાનો છતના નળીયો અને છાપરા તુટી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે મધરાતથી શરૂ થયેલા પવનના કારણે શહેર અને 6 તાલુકના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ વૃક્ષો, વિજ થાંભલા તુટી પડ્યા હતા જેના કારણે વિજળી ડૂલ થઇ ગઇ હતી. પવનની સાથે વરસાદ પડતા વલસાડના તીથલ અને ભગોદમાં ભારે પવન ફુંકાતા કાંઠાના વિસ્તારોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.

જ્યારે ઉમરગામના દરિયામાં 6 કિલોમીટરના અંતરથી દૂર પોરબંદરથી મુંભઇ સિમેન્ટ ભરેલું જહાજ અચાનક વાવાઝોડાના કારણે તુટી પડ્યું હતું. જો કે કેપ્ટનની આગચેતીના પગલે જહાજની પરિસ્થિતીથી વાકેફ હોઇ પહેલેથી જ કોસ્ટ ગાર્ડને જાણ કરી દિધી હતી. જેના કારણે મુંબઇ અને દમણ કોસ્ટ ગાર્ડ તથા નેવીના લોકોએ હેલિકોપ્ટરની મદદથી જહાજમાં ફસાયેલા 14 લોકોને ઉગારી લીધા હતા.
 

Source : GujaratSamachar

વલસાડ/Valsad,View : 2310

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • Start where you are. Use what you have. Do what you can. Arthur Ashe