વલસાડમાં દારૂ ભરેલી કાર સાથે અકસ્માત, લોકો દારૂની ચલાવી લૂંટ

201606Nov
વલસાડમાં દારૂ ભરેલી કાર સાથે અકસ્માત, લોકો દારૂની ચલાવી લૂંટ

વલસાડ-ધરમપુર રોડના આર.ટી.ઓ. કચેરી સામેથી દારૃનો જથ્થો ભરી પૂરપાટ જઈ રહેલી ઇકો કારના ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા અબ્રામાના તડકેશ્વર સોસાયટીના રહીશની બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો હતો.

જેમાં બાઇકસવાર દંપતી તથા તેમની ૬ વર્ષીય પુત્રને ઓછી-વત્તી ઇજા થઈ હતી. અકસ્માત સર્જનાર કારચાલક તથા અન્ય એક ઇસમ કાર પાર્ક કરી ફરાર થઈ ગયા હતા.

તે તકનો લાભ લઇ સ્થાનિક રહીશોએ દારૃના જથ્થાની લૂંટ ચલાવી હતી. અને સિટી પોલીસના હાથે માત્ર ૧૩૩ દારૃની બોટલ હાથ લાગી હતી. અબ્રામા સ્થિત તડકેશ્વર સોસાયટીના પ્લોટ નંબર ૧૨-એ ત્રિમૂર્તિ ડુપ્લેક્સમાં રહેતા મિલિંદભાઈ સુખાભાઈ સાવંત (ઉં.વ. ૨૯) વલસાડ આર.ટી.ઓ. ઓફિસના એચ.એસ.આર.પી. વિભાગમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે.

 રવિવારે તેઓ પત્ની સોનાલીબેન (ઉં.વ. ૨૨) તથા મિહિર (ઉં.વ. ૬) સાથે ર્ધાિમક પ્રસંગમાં હાજરી આપવા સ્પ્લેન્ડર બાઇક (નંબર જી.જે. ૧૫ બી.એન. ૧૧૧૬) લઇ રોણિવેલ ગામે જવા નીકળ્યા હતા. વલસાડ ધરમપુર રોડ સ્થિત આર.ટી.ઓ. કચેરી સામેથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન દારૃનો જથ્થો ભરી ધરમપુર તરફ પૂરપાટ જઈ રહેલી ઇકો કાર (નંબર ડી.ડી. ૦૩ એચ. ૨૫૫૬)ના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં સાવંત દંપતી તથા તેમનો પુત્ર રોડ પર પટકાતા ત્રણેયને ઓછી વત્તી ઇજા થઈ હતી. અકસ્માત સર્જનાર કારચાલક તથા અન્ય એક ઇસમ કાર પાર્ક કરી ભાગી છૂટયા હતા.

દરમિયાન સ્થળ પર એકત્ર થયેલા લોકોને ઇકો કારમાં દારૃનો જથ્થો હોવાની જાણ થતા લોકોએ કારમાંથી દારૃનો જથ્થાની બિન્ધાસ્ત લૂંટ ચલાવી હતી. વલસાડ સિટી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો પરંતુ પોલીસને માત્ર ૧૩૩ બોટલો મળી આવી હતી. ઘટના અંગે મિલિંદ સાવંતએ ઇકો કારના ચાલક સામે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે દારૃનો જથ્થો તથા કાર મળી કુલ રૃ. ૨,૦૬,૬૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

source: sandesh

વલસાડ/Valsad,View : 650

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે.