અક્કલ…..

 • બિચારો સંતા

  લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ.
  બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા.
  સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા..
  કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી

વડોદરા: પોતાની નજર સમક્ષ પ્રેમીની હત્યા, એક માત્ર સાક્ષી છે પ્રેમિકા

201701Jun
વડોદરા: પોતાની નજર સમક્ષ પ્રેમીની હત્યા, એક માત્ર સાક્ષી છે પ્રેમિકા

વડોદરા: શહેરની મધ્યમાં આવેલા બદામડી બાગના નવનિર્મિત બિલ્ડિંગમાં પતિએ પત્નીની નજર સામે જ તેના પ્રેમીની હત્યા કરી નાંખી હતી. જેથી હવે પ્રેમી હિતેષની હત્યાની એકમાત્ર સાક્ષી તેની પ્રેમિકા નિમીષા છે. મૃતકની પ્રેમિકાએ જણાવ્યું હતું કે, 'મારો પતિ મને ડિવોર્સ આપવા માટે તૈયાર હતો. હું મારા પ્રેમી સાથે લગ્ન કરવાની હતી.

પરંતુ મારા પતિએ મારા પ્રેમીને કપટથી બોલાવીને મારી નજર સામે જ હત્યા કરી ફરાર થઇ ગયો છે.' ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી આવેલા મૃતક યુવાનના પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો.

ઘટના સ્થળેથી બ્લેડનો તૂટલો ટુકડો કબજે પોલીસે જણાવ્યુ હતું કે પત્નીના પ્રેમીને મળવા આવેલા મિલન રાવે ક્રિષ્ના સાથે બોલાચાલી થયા બાદ બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી, જેમાં ક્રિષ્નાનું ટી શર્ટ પણ નિકળી ગયુ હતું. ઉશ્કેરાયેલા મિલને બ્લેડ વડે ગળું કાપી ક્રૂરતાપૂર્વક ક્રિષ્નાની હત્યા કરી હતી.

ઘટના સ્થળથી તૂટી ગયેલી બ્લેડનો ટુકડો પણ પોલીસને મળ્યો હતો. એફએસએલના તારણમાં પણ બહાર આવ્યુ હતું કે બ્લેડ વડે ક્રિષ્નાના ગળામાં સંખ્યાબંધ ઘા ઝીંકાયા હતા અને આ ઘસરકા લાંબા અને ઉંડા હોવાથી શ્વાસ નળી કપાઇ ગઇ હતી.

છેલ્લા શ્વાસ સુધી મિલને ઘા ઝીંકયા હોવાનું પોલીસે જણાવ્યુ હતું. ઘટનાની જાણ થતાં રાવપુરા પી.આઇ. એફ.કે.જોગલ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.

આગામી ટૂંક સમયમાં પ્રેમી સાથે લગ્ન કરવાના હતા પોતાની નજર સમક્ષ થયેલી પ્રેમીની હત્યાની એક માત્ર સાક્ષી નિમીષા સુરેશભાઇ બારોટે (રહે. બરાનપુરા) જણાવ્યું હતું કે, બાજવામાં રહેતા મિલન રાવ સાથે પાંચ વર્ષ પૂર્વે મારૂં લગ્ન થયું હતું.

લગ્ન બાદ પણ હું બરાનપુરા 206, શ્રીરામ કોમ્પ્લેક્ષમાં રહેતા અને મોબાઇલ કંપનીમાં અમદાવાદ-કડી ખાતે નોકરી કરતા ક્રિષ્ના હિતેષ દેવકર (ઉં.વ.20) સાથે પ્રેમ કરતી હતી.

હું તેની સાથે આગામી ટૂંક સમયમાં લગ્ન પણ કરવાની હતી. મારો પતિ પણ ક્રિષ્ના સાથેના મારા પ્રેમથી વાકેફ હતો. પરંતુ મનોમન તે ક્રિષ્નાથી રોષે ભરાયેલો હતો. જેની મને ખબર નહોતી.

સર્જિકલ બ્લેડનો ઉપયોગ કરાયો હોવાની આશંકા મિલન રાવ લેબ ટેક્નિશિયન તરીકે કામ કરે છે. બદામડી બાગમાં ક્રિષ્નાને મળવા આવેલા મિલને સર્જિકલ બ્લેડ જેવા તિક્ષ્ણ હથિયાર વડે ક્રિષ્નાના ગળામાં અસંખ્યવાર ઘા માર્યા હતા.

ઘટના બાદ સ્થળ પર પહોંચેલા એફએસએલના અધિકારીઓના નિરીક્ષણમાં બહાર આવ્યું હતું કે ગળાના ભાગે સર્જિકલ બ્લેડ જેવા તિક્ષ્ણ હથિયાર વડે અસંખ્ય ઘા કર્યા હતા.

આ ઘસરકા ઊંડા અને લાંબા હતા, જેના કારણે શ્વાસનળીને ગંભીર નુકસાન થયુ હતું. શ્વાસનળી કપાઇ જવાના કારણે ક્રિષ્નાનું મૃત્યુ થયું હોવાનું તારણ એફએસએલની ટીમે વ્યક્ત કર્યું હતું.

 

source: divyabhaskar

વડોદરા/Vadodara,ગુનો/Crime,View : 231

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • What lies behind us & what lies before us are tiny matters compared to what lies within us.Ralph Waldo Emerson