અક્કલ…..

  • સંતા બંતા

    એકવાર સંતા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો.
    રસ્તામાં એક ઝાડ પર તેણે એક સાપને લટકતો જોયો.
    તે સાંપ પાસે જઈને બોલ્યો 'ફક્ત લટકવાથી કશુ નહી થાય, મમ્મીને કહે કોમ્પ્લાન પીવડાવે'

વડોદરામાં વહુએ જ ઘરમાં કરી ચોરી અને મુદ્દામાલ આપ્યા પ્રેમીને અને પછી…

201728Sep
વડોદરામાં વહુએ જ ઘરમાં કરી ચોરી અને મુદ્દામાલ આપ્યા પ્રેમીને અને પછી…

વડોદરામાં છાણી વિસ્તારમાં રહેતા વેપારીના મકાનમાં તાજેતરમાં થયેલી રૃ. ૪ લાખની ચોરીના બનાવનો ભેદ છાણી પોલીસે ઉકેલી નાંખ્યો છે. વેપારીના પુત્રવધુએ જ ચોરીનો પ્લોટ ઘડીને સોનાના દાગીના અને રોકડ રકમ પ્રેમીને આપ્યા હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યુ છે.

જે સીલસીલામાં વેપારીના પુત્રવધુ અને અમદાવાદ ધોળકા ખાતે રહેતા તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. મોટાભાગનો મુદ્દામાલ પોલીસે આરોપીના ધોળકા ખાતેના નિવાસસ્થાનેથી કબજે કર્યાે છે.

પ્લાનિંગ કેવી રીતે કર્યાે તે દિશામાં પૂછપરછ શરુ કરી છે. તપાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, બનાવ બન્યો હતો તે દિવસે પ્રદિપભાઈના પુત્રવધુ ભાવિકાબેને ફોન કરીને મમનુનખાનને ઘરે બોલાવી લીધો હતો અને એક થેલીમાં દાગીના તથા રોકડ રકમ આપીને ઘરેથી મોકલી દીધો હતો.

આ પૈસામાંથી નવો ધંધો ચાલુ કરવાની મમનુનની યોજના હતી. છાણી પોલીસે ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. ચોરીના સિલસીલામાં ફરીયાદ નોંધાવનાર વેપારીના પુત્રવધુ ભાવિકા મયંક ઠકકર (રહે, અમીન નગર, છાણી રોડ) તથા મમનુનખાન મશરુરખાન પઠાણ (રહે, ધોળકા, અમદાવાદ)ની ધરપકડ કરવામાં આવી હતી. મુળ મુદ્દામાલમાંથી રૃ. ૩૦ હજાર રોકડા અને એક સોનાની વિટી રિકવર કરવાની બાકી છે

 

source: sandesh

વડોદરા/Vadodara,ગુનો/Crime,View : 1129

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • ભૂલ નો બચાવ કરતા ભૂલ ની કબુલાત કરવા માં બહુ ઓછો સમય લાગે છે.