અક્કલ…..

 • આ દુનિયામાં કેટલા દેશ


  શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?
  ભોલું: એક જ ભારત!
  શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!
  ભોલું : બીજા ને તો ‘પરદેશ” કહેયાય.

વડોદરામાં પાણીગેટ – માંડવી રોડ પર તોફાનનું પૂર્વ આયોજિત કાવતરું, ઈરાદાપૂર્વક સ્ટ્રીટલાઇટ બંધ કરી

201712Aug
વડોદરામાં પાણીગેટ – માંડવી રોડ પર તોફાનનું પૂર્વ આયોજિત કાવતરું, ઈરાદાપૂર્વક સ્ટ્રીટલાઇટ બંધ કરી

વડોદરાના પાણીગેટ માંડવી રોડ પર ગુરુવારે મોડીરાતે પ્રતાપ મરઘાની પોળના શ્રીજીની સવારી વખતે તોફાની તત્વોનો પહેલાથી જ શાંતિ ડહોળવાનો બદઈરાદો હોઈ સ્ટ્રીટલાઇટ ઈરાદાપૂર્વક બંધ કરીન પથ્થરોની સાથે સોડા બોટલનો મોરો ચલાવ્યો હતો. તોફાની તત્વોએ કરેલા ભારે પથ્થરમારા અને તોડફોડના કારણે પોલીસના સહિત ડઝનોબંધ વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

પોલીસે ટિયરગેસના ૩૯ સેલ છોડી તોફાનીઓને વિખેર્યા હતા. પોલીસે રાયોટિંગ, આગચંપી અને જાહેર મિલકતને નુકસાનના ગુના હેઠળ બંને કોમના ૨૮૦૦ જેટલા તોફાનીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ તોફાન થવા પાછળનું ચોક્કસ કારણ હજૂ બહાર આવ્યું નથી, તેમજ પોલીસ પણ શોધી શકી નથી.

સિટી પોલીસ મથકના પીએસઆઇ વી.એ.જયસ્વાલે સરકાર તરફે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મંગળબજારમાં આવેલી પ્રતાપ મરઘાની પોળના ગણેશ મંડળના આગેવાન વિજય નિરંજન ઠાકોર સહિત ૨૫૦૦ જેટલા લોકો ડી.જે. સાથે શ્રીજીની ર્મૂિત લેવા આજવા રોડ સરદાર એસ્ટેટ ગયા હતા.

મોડીરાતે ૧૧ઃ૧૫ વાગ્યે ર્મૂિત લઈ પાણીગેટ દરવાજા થઈ માંડવી રોડ તરફ જતા હતા. દરમિયાન ઉત્તમ ઝવેરીની પોળ પાસે ઓવલા નુર એમ્પોરિયમ અને માસુમ ચેમ્બર્સના ખાંચામાંથી પથ્થરમારો થયો હતો, જેમાં નામચીન અજ્જુ કાણિયો, મો. સલીમ અબ્દુલરહીમ સિંધી (આદાબ સ્ટોરવાળો)ની સાથે કેટલાક ઈસમોએ ગણપતિ લઈને જતાં યુવકો પર પથ્થરમારો કરતાં દોડધામ મચી ગઈ હતી.

દરમિયાન બંને કોમના ટોળાં સામસામે આવી જતાં પથ્થરોની સાથે સોડા બોટલનો મારો થયો હતો. તોફાની તત્વોએ પૂર્વ આયોજિત કાવતરાંના ભાગરૃપે ઈરાદાપૂર્વક પાણીગેટથી માંડવી વચ્ચેની સ્ટ્રીટલાઇટો બંધ કરી દીધી હતી, જેથી પીએસઆઇ જયસ્વાલે પોલીસ કંટ્રોલમાં ફોન કરી ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા જણાવ્યું હતું.

 

source: sandesh

વડોદરા/Vadodara,View : 554

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • Start where you are. Use what you have. Do what you can. Arthur Ashe