અક્કલ…..

 • રાવણ કોણ?

   રાવણ કે સર :૧૦

  આખે :૨

  નઝર :સિર્ફ ૧ લડકી સીતા પર .!!!!!

  આજ કે લડકો કે સર :૧

  આખે :૨

  નઝર :હર એક લડકી પર…!!!!!!!!!!!!!!!!

  અબ બતાઓ અસલી રાવણ કોણ?????

   

વડોદરાના કમાટીબાગમાં વરસતા વરસાદની મઝા પડી ભારે , કરંટ લાગતા યુવકનું મોત

201723Jul
વડોદરાના કમાટીબાગમાં વરસતા વરસાદની મઝા પડી ભારે , કરંટ લાગતા યુવકનું મોત

કમાટીબાગમાં વરસાદની મઝા માણી રહેલા દંપતિ પૈકી પતિને ગઇકાલે રાત્રે વીજ કરંટ લાગતા તેનું મોત નિપજયું હતુ. પત્નીની નજર સામેજ આ કરૃણ ઘટના સર્જાઇ હતી.

પ્રતાપગંજના લવકુશ એપાર્ટમેન્ટમાં રહેતો અમરસિંહ મનવરસિંહ રાજપૂત (ઉ.વ.૨૪) બજાજ ફાયનાન્સમાં સેલ્સ એકઝીકયુટીવ તરીકે નોકરી કરતો હતો. ગઇકાલે રાત્રે મેધરાજાએ મન મુકીને વરસવાનું શરૃ કર્યુ હતુ.

અમરસિંહ પત્ની આરતીને લઇને વરસાદની મજા માણવા નીકળ્યો હતો. તેઓ કમાટીબાગમાં ગેટ નંબર ૨ થી અંદર આવીને ઘડિયાળ પાસેથી ચાલતા જતા હતા.

દરમિયાન રેલીંગની પાછળ આવેલા વીજ થાંભલાના સંપર્કમાં આવી જતા અમરસિંહને વીજ કરંટ લાગતા તે બેશુધ્ધ થઇને ઢળી પડયો હતો. પત્ની આરતીએ મદદ માટે બુમો પાડી હતી.

જોકે વરસાદ અને રાત્રી હોવાથી તેની મદદ માટે લોકોેને આવતા મોડુ થયુ હતુ. તેઓએ લાકડીઓથી અમરસિંહને વીજ વાયરથી દુર કર્યો હતો. તેને સારવાર માટે ખાનગી વાહનમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

જયાં ફરજ પરના તબીબે અમરસિંહને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અમરસિંહ મૂળ નેપાળનો વતની હોવાની વિગતો પણ સપાટી પર આવી છે. સયાજીગંજ પોલીસે આ અંગે અકસ્માત મોતના કાગળો તૈયાર કરી તપાસ હાથ ધરી છે.

અમરસિંહે રેલિંગ કેમ ઓળંગી ? પત્ની આરતી સાથે વરસાદની મઝા માણવા નીકળેલા અમરસિંહ કમાટીબાગમાં ઘડિયાળ પાસેની રેલીંગ ક્રોસ કરવા માટે વીજ થાંભલાનો સહારો લીધો હતો.

જે ક્રોસ કરીને ઉતરતાજ તેને વીજ કરંટ લાગ્યો હતો. જોકે અમરસિંહે રેલિંગ કેમ ઓળંગી તે બાબત સ્પષ્ટ થઇ નથી. ૧૦ વર્ષ અગાઉ પણ યુવાનનું મોત થયું હતું કમાટીબાગમાં ૧૦ વર્ષ અગાઉજ વીજ કરંટ લાગતા મોત નિપજયું હતુ તે સમયે પણ વરસાદનો સમય હતો.

સવારે ઝરમર વરસાદમાં ર્મોિનગ વોક માટે આવેલા યુવાને વીજ થાંભલો પકડીને કસરત કરવા જતા તેને વીજ કરંટ લાગતા તેનું મોત નિપજયુ ંહતુ.

 

source: sandesh

વડોદરા/Vadodara,અક્સમાત/Accident,View : 533

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે.