અક્કલ…..

 • બિચારો સંતા

  લેડીઝથી ભરેલી બસનું એક્સીડેંટ થતા બધી સ્ત્રીઓ મરી ગઈ.
  બધાના પતિ એક કલાક સુધી રડતા રહ્યા.
  સંતા એકલો એવો હતો જે બે કલાક સુધી રડતો રહ્યો છતા તેના આંસુ થમતા નહોતા..
  કારણ કે તેની પત્નીની બસ છૂટી ગઈ હતી

વડોદરાઃ મહિલાની લાશના ટુકડાં કરી થેલામાં બાંધી ફેંકી દીધાં, પત્ની કે પ્રેમિકા હોવાની શંકા

201714Jun
વડોદરાઃ મહિલાની લાશના ટુકડાં કરી થેલામાં બાંધી ફેંકી દીધાં, પત્ની કે પ્રેમિકા હોવાની શંકા

વડોદરા આજવા રોડ જય યોગેશ્વર ટાઉનશીપ વિભાગ-2 પાછળ ખુલ્લા ખેતરમાં મહિલાની ટુકડા કરાયેલી લાશના બે થેલા મળી આવતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મહિલાનું ધડ, પગ અને હાથ અલગ-અલગ મળ્યા હતા. જ્યારે માથું અને જમણો હાથ હજુ સુધી નહીં મળતાં સઘન શોધખોળ શરૂ કરાઇ છે. હત્યારાઓએ મહિલાના છાતીના ભાગ પર તિક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા.

મહિલાની ક્રૂરતાપૂર્વકની હત્યા કરી લાશના ટુકડા કરી દીધા હોવાથી લાશ હત્યારાની પત્ની કે પ્રેમિકાની હોવાની શંકા સેવાઇ રહી છે. મહિલાની લાશના ટૂકડા કરી 2 થેલામાં બાંધી ફેંકી દીધા ધડ તેમજ ડાબો હાથ ચાદર અને પ્લાસ્ટિકમાં લપેટેલા હતા જ્યારે પગ સહિત અન્ય અંગો થેલામાંથી નીકળ્યા હતા. જોકે, મહિલાનું માથુ અને જમણો હાથ સ્થળ પરથી મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતાં. પોલીસે લાશ કોની છે તેની ઓળખ કરવાની કવાયત હાથ ધરી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતાં.

બાપોદ પોલીસે મહિલાની હત્યાનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાની લાશ મળતાં પોલીસને જોઇ લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

પુરાવાનો નાશ કરવા લાશના ટુકડા કરાયા હત્યારાઓએપુરાવાનો નાશ કરવા માટે લાશના કટકા કર્યા હોવા જોઇએ. 3 દિવસ પહેલાં હત્યા કરીને લાશ ફેંકી દેવાઇ છે.

પુરાવા ના મળે તે માટે હત્યારાઓએ લાશના ટુકડા કર્યા હોય તેવું અનુમાન છે. ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદ લેવાઇ ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદ લઇ મહિલાની ઓળખ કરવા તેમજ હત્યારાની શોધખોળ હાથ ધરાઇ છે.

આજવા રોડ જય યોગેશ્વર ટાઉનશીપ વિભાગ-2 પાછળના ખુલ્લા ખેતરમાંથી દુર્ગંધ આવતા મંગળવારે સાંજે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઇ હતી. બાપોદ પોલીસ સ્થળ પર પહોંચતા બે કાળા કલરના રેકઝીનના થેલામાંથી મહિલાની લાશના ટુકડા મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.

 

source: gujaratsamachar

વડોદરા/Vadodara,ગુનો/Crime,View : 180

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • What lies behind us & what lies before us are tiny matters compared to what lies within us.Ralph Waldo Emerson