વડોદરાઃ નવાપુરામાં મોડીરાત્રે કોમી છમકલું, લગ્નની જાન અટવાઇ પડી

201720May
વડોદરાઃ નવાપુરામાં મોડીરાત્રે કોમી છમકલું, લગ્નની જાન અટવાઇ પડી

નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં શુક્રવારે મોડી રાતે બાઇક અકસ્માત બાદ મામલો બિચકયો હતો. પથ્થરમારાના પગલે સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઇ ગયો હતો.

પથ્થરમારો શરૂ થતાં વિસ્તારમાંથી પસાર થઈ રહેલી લગ્નની જાન પણ અટવાઈ પડી હતી. જોકે, નવાપુરા પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને સ્થિતિને કાબુમાં લીધી હતી.

બાઇક ચાલકે અન્ય કોમના બાઇકસવારને લાફો ઝીંકી દેતા મામલો બિચક્યો શહેરનાં નવાપુરા મુસ્લિમ મહોલ્લામાંથી પસાર થતાં બે કોમના બાઇકસવાર વચ્ચે અકસ્માત થયો હતો.

ઘટનામાં એક કોમના બાઇક ચાલકે અન્ય કોમના બાઇકસવારને લાફો ઝીંકી દેતા બંને વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચકયો હતો. આ ટાણે ત્યાંથી પસાર થઇ રહેલી લગ્નસરાની જાન પણ અટવાઇ પડી હતી.

ટોળાએ પોલીસ ચોકીનું બોર્ડ પણ તોડી નાખ્યું હતું. સમગ્ર રોડ પર પથ્થરોની ચાદર પથરાઇ હોય તેવી સ્થિતિ હતી. પોલીસ કાફલાએ સ્થળ ઉપર પહોંચી સ્થિતિને કાબુમાં લીધી હતી. નવાપુરા પીઆઇ ફર્નાન્ડિઝે જણાવ્યું હતું કે, કાંકરીચાળો થયા બાદ સ્થિતિ નિયંત્રણમાં છે.

 

 

source: divyabhaskar

વડોદરા/Vadodara,ગુનો/Crime,View : 198

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મને તો ચાહનારી આખી દુનિયા નજર સામે પડી છે મારે તને ચાહવી હતી, ઍટલે ભગવાને તને ઘડી છે