અક્કલ…..

  • વિકાસ

    એક નેતા એક ગામમાં ગયા તેઓ એક સ્ત્રી પાસે ગયા.
    નેતા - હવે હું આવી ગયો છુ, ચિંતા ન કરશો આ વખતે વિકાસ થશે
    સ્ત્રી - 5 વર્ષ પહેલા પણ આવ્યા ત્યારે તમે આવું જ કહ્યુ હતુ.. પણ વિકાસ નહી વિમલા થઈ હતી.

વડોદરાઃ નવાપુરામાં અકસ્માતના પ્રશ્ને બે જૂથો વચ્ચે પથ્થરમારો, 2ને ઈજા

201703Jul
વડોદરાઃ નવાપુરામાં અકસ્માતના પ્રશ્ને બે જૂથો વચ્ચે પથ્થરમારો, 2ને ઈજા

વડોદરા નવાપુરામાં કહાર મહોલ્લા સ્થિત દવાખાના પાસેથી રવિવારે રાત્રે અકસ્માતના મુદ્દે મહેબુબપુરાના પ્રૌઢ સાથે વિસ્તારમાં રહેતા યુવકે બોલાચાલી કરી માર મારતા મામલો બિચક્યો હતો. જોતજોતામાં બંને કોમના ટોળાએ સામ સામે પથ્થરમારો કર્યો હતો. તોફાનીઓએ રિક્ષા અને બાઇકની તોડફોડ કરી હતી.

હુમલામાં 2 જણને ઇજા થઇ હતી. પોલીસે સ્થળ પર પહોંચી જઇ સ્થિતિ સંભાળી લીધી હતી. પોલીસે બંને પક્ષે રાયોટિંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. તોફાનીઓએ રિક્ષાના કાચ તોડી નાખ્યા નવાપુરા મહેબુબપુરામાં રહેતા 51 વર્ષીય ઇસ્માઇલમીયા ગુલામમુસ્તુફા શેખ ઉર્ફે બાબુમીયા રવિવારે રાત્રે કહાર મહોલ્લા પાસેથી પસાર થતાં હતાં.

સમયે કહાર મહોલ્લાના ત્રણ-ચાર યુવકો સાથે વાહન સરખુ ચલાવવાના મુદ્દે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા યુવકોએ તેમને માર મારતા મામલો બિચકયો હતો. દરમિયાન અંસારી મહોલ્લામાંથી ટોળુ દોડી આવતા બંને કોમના ટોળા સામસામે આવી જઇ પથ્થરમારો કર્યો હતો.

તોફાનીઓએ વિસ્તારમાં પડેલી રિક્ષાના કાચ તોડી નાખ્યા હતા તેમજ બાઇકો ઉંધા પાડી દીધા હતાં. નવાપુરા પીઆઇ ફર્નાન્ડીઝ સ્ટાફ સાથે દોડી જઇ ટોળાને વિખેરી નાખતા મામલો થાળે પડ્યો હતો.

 

source: divyabhaskar

વડોદરા/Vadodara,ગુનો/Crime,View : 90

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • કોઈ પણ હાલત માં પોતાની શક્તિ ઉપર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુ રૂપી આકાશ હર પળે હજારો રંગ બદલે છે.