વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકામાં જોવા મળશે ‘આ’ સુપરસ્ટાર

201722Jun
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકામાં જોવા મળશે ‘આ’ સુપરસ્ટાર

બોલિવૂડ ખિલાડી અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘ટોયલેટ: એક પ્રેમકથા’ ખુબ જ જલ્દી સ્ક્રિન પર ધમાલ કરવા આવી રહી છે. અક્કી હાલમાં પોતાની ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત છે.

હાલમાં જ અક્ષય પોતાની ફિલ્મ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. સૂત્રો અનુસાર, અક્ષય કુમાર ખુબ જ જલ્દી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકામા નજર આવી શકે છે.

ખરેખર, ખુબ જ જલ્દી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જિંદગી પર ફિલ્મ બનવાની છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં એટલે કે પીએમ મોદીની ભૂમિકામાં જોવા મળી શકે છે.

તમને જણાવી દઇએ કે, ગત કેટલાક સમય પહેલા નરેન્દ્ર મોદીની ભૂમિકા માટે પરેશ રાવલ, અનુપમ ખેર અને વિક્ટમ બેનરજીનરજી જેવા નામો પર અટકળો લગાવવામાં આવી રહી હતી.

આ મામલામાં બીજેપી નેતા સત્રુઘન સિંહાનું કહેવુ છે કે, અક્ષય કુમાર ઇન્ડીયાનો ‘મિસ્ટર ક્લિન’ છે. આવામાં આ રોલ માટે અક્ષય કુમાર પરફેક્ટ છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફઇકેશનનાં ચેયરપર્સન પહલાજ નિહલાનીનું કહેવુ છે કે, પીએમનો રોલ અક્કીથી વધારે સારો કોઇ બીજુ કરી જ ના શકે. હાલમાં અક્કી ‘ટોયલેટ: એક પ્રેમકથા’ અને ‘પેડમેન’ જેવી ફિલ્મોમાં આવી રહ્યો છે.

આવામાં પીએમ નરેદ્ર મોદીની ભૂમિકા અક્ષય જ સારી રીતે નીભાવી શકે છે.

 

source: sandesh

મનોરંજન/Entertainment,બોલીવુડ/Bollywood,View : 430

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.