લ્યો બોલો ! મોડાસામાં તસ્કરો પોલીસ ચોકીમાંથી પોલીસના કપડાં ઉઠાવી ગયા

201701Apr
લ્યો બોલો ! મોડાસામાં તસ્કરો પોલીસ ચોકીમાંથી પોલીસના કપડાં ઉઠાવી ગયા

પોલીસનું નામ સાંભળીને જ ગુનેગારના પગ થરથરવા માંડે છે. પરંતુ હવે તસ્કરો પોલીસના નાક નીચે ચોરીઓને અંજામ આપી ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે.

નવાઈ તો ત્યારે ઉઠે જ્યારે પોલીસ ચોકીમાં આવીને તસ્કરો કળા કરી જાય. મોડાસામાં બસ સ્ટેશન નજીક આવેલ લીઓ પોલીસ ચોકીમાં બનેલ ઘટનામાં પોલીસના કપડાં ચોરાવા સાથે પોલીસની આબરૃનું વસ્ત્રાહરણ થયું છે.

તસ્કરોએ પોલીસ ચોકીમાં જઈ પોલીસના કપડાં ચોરી લેતાં ખળભળાટ મચી ગયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેના માથે જવાબદારી છે તે પોલીસ જ હવે સલામત નથી રહી.

પોલીસને જોઈ ગુનેગારો રસ્તો બદલી નાખે તેવી ધાક જાણે હવે રહી જ નથી. હવે તો તસ્કરો ચોરી કરવામાં પોલીસને પણ છોડતા નથી. મોડાસામાં બનેલી ચોરીની ઘટનાએ સમગ્ર પોલીસતંત્રને શરમમાં મુકી દીધું છે. ગુરુવારની રાત્રે શહેરના બસ સ્ટેશન નજીક આવેલ લીઓ પોલીસ ચોકીમાં તસ્કરે હાથફેરો કરી લીધો હતો.

અને પોલીસના કપડાં ઉઠાવી લીધા હતા. સતત પોલીસની હાજરી રહે છે તેવી જગ્યાએ પણ ચોરીનો બનાવ બનતાં આશ્ચર્ય પેદા થયું છે. સામાન્ય રીતે ગુનેગારો પોલીસચોકી વિસ્તારમાં કોઈ ગુનો કરવાનું પણ ટાળતા હોય છે પરંતુ તસ્કરોએ પોલીસચોકીને જ નિશાન બનાવી પોલીસના કપડા ચોરી લીધા હતા.

રાત્રે ૯ વાગ્યાની આસપાસ બનેલ આ ઘટનાને પગલે પોલીસઆલમમાં ખળભળાટ મચી ગયો છે. કપડાં ચોરાયાની ઘટના પોલીસ માટે ચોરની મા ઘડામાં મોં સંતાડીને રોવે તેવી થઈ છે.

કારણ કે પોલીસ ચોકીમાંથી પોલીસના જ કપડાં ચોરાઈ જાય તેવું જાહેર કરવામાં પણ આબરૃના ધજાગરા થઈ જાય. લોકોની રક્ષા કરવાની જવાબદારી જેના માથે છે તે પોલીસ તંત્ર પોતે જ સુરક્ષીત નથી.

ત્યારે પ્રજાની સલામતી કેટલી ? પોલીસ ચોકીમાં પોલીસના કપડાં ચોરાયા બાદ પોલીસ સ્ટાફ આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસવા જતાં આ વાત બહાર આવી હતી. જો કે પોલીસના કપડાં ચોરાયાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે.

 

source: sandesh

સાબરકાંઠા/Sabarkantha,ગુનો/Crime,View : 472

    Comments

    • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
    • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
    • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
    • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
    • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
    • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
    • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
    • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
    • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
    • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • એક હાથ કોઈને મદદ માટે ફેલાય તે પ્રાથના માટે જોડાયેલા બે હાથ કરતા વધારે મુલ્યવાન હોય છે.