અક્કલ…..

 • આજે મૂડ નથી

  સંતા : આજે જમવાનું ન બનાવતી.. આજે બહાર જમવા જઈશુ.
  પત્ની : કેમ રોજ મારા હાથનું ખાઈ-ખાઈને કંટાળી ગયા છો ?
  સંતા : નહી.. આજે મારો વાસણ ઘસવાનો મૂડ નથી.

રે કરૃણતા.: ભાવનગરમાં પતિ પાછળ પત્નીએ પણ જીવન લીલા સંકેલી લીધી

201508May

 ભાવનગર શહેરન પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા મેમણ પરિવારમાં પતિએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધાની ૩ કલાકની અંદર જ પતિના વિરણમાં વ્યાકુળ બનેલી પત્નીએ પણ પાણીનાં ટાંકામાં પકતું મુકી મોતને વ્હાલુ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મેમણ પરિવારમાં આર્િથક ભીંસના અજગરી ભરડાએ બે-બે જિંદગી તબાણ કરી નાંખતા માત્ર ૧૧ વર્ષની ઉંમર ધરાવતો પુત્ર નોધારો બની ગયો હતો. મૃતક દંપતીનો એક સાથે જનાજો નીકળતા સ્થાનિક વિસ્તારમાં ગમગીની સાથે લોકોની આંખોમાં અશ્રુની નદી વહી હતી.

ઉક્ત કરૃણાંતિક અંગે મળતી વિગત અનુૃસાર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલ ઈબ્રાહિમ મસ્જીદ પાસે, મફતનગરમાં રહેતા ઈકબાલભાઈ સત્તારભાઈ વિંઝાણી (ઉ.વ.૩પ) શહેરની મુખ્ય બજારમાં લારી અને પથરણું પાથરી કપડાં વેંચવાનો વ્યવસાય કરે છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી ઘરની જરૃરિયાત સામે આવક ઓછી થવાથી તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા. જે આર્િથક ભીંસના બોજા હેઠળ મેમણ યુવાન ઈકબાલભાઈ એટલો દબાણો કે તેણે ૧૧ વર્ષને એક પુત્ર ફૈજાન અને પત્નિ તસ્લીમાબેનના ભવિષ્યની કોઈ ચિંતા કર્યા વિના આત્મહત્યા કરવાનો નિર્ણય કરી લીધો હતો. જે મુજબ આજે ગુરૃવારે વહેલી સવારે ૭-૩૦ કલાક પહેલાના કોઈ પણ સમયે યુવાન ઈકબાલએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાબતની જાણ થતાં પરિવારના સભ્યો અને ઈકબાલભાઈના સસરા સહિતનાઓએ તેમને બેભાન હાલતમાં સારવાર માટે સર ટી.હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં ડો.એમ.એન. ગાયકવાડે યુવાનને તપાસી મૃત જાહેર કર્યા હતા.

દરમિયાનમાં આ ઘટનાની જાણ ઈકબાલભાઈના પત્ની તસ્લીમાબેન (ઉ.વ.રપ)ને થોડા કલાકોમાં થઈ જતાં તેઓ પણ આઘાતમાં સરી પડયા હતા અને પતિના વિરણની વેદના સહન ન થતાં તસ્લીમાબેને પણ સવારે ૧૦-૩૦ કલાક પહેલાના કોઈપણ સમયે ઘરના ફળિયામાં આવેલી ૭ થી ૮ ફુટ ઊંડી પાણી ભરેલી ટાંકીમાં ઝંપ લાવી દીધું હતુ. જેમને પણ બેભાન હાલતમાં સર તખ્તસિંહજી હોસ્પિટલ લાવવામાં આવતા ફરજપરના તબીબ અભય સંદલે પરિણીતાને તપાસી મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં સ્થાનિક સી ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ અનોપસિંહ આર. ગોહિલ અને રાઈટર ચેતનસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ બનાવ સ્થળ અને હોસ્પિટલ દોડી ગયો હતો અને બન્નેના મૃતદેહનું પીએમ કરાવી દંપતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે, તે અંગેની તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં યુવાને આર્િથક સકડામણમાં અને તેમના પત્નિએ પતિના વિરણમાં અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતુ. બન્ને બનાવ અંગે સી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતના ગુન્હા રજીસ્ટર કરી આગળની તપાસ એએસઆઈ એ.આર.ગોહિલે હાથ ધરી છે.

વધુમાં મૃતક દંપતીના ૧૩ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. જેમાં તેમને ફૈઝાન નામનો એક ૧૧ ર્વિષય પુત્ર પણ હતા. ત્યારે આપઘાતને કારણે પુત્રે માતા-પિતાની છત્રછાયા ગૂમાવી દેતા મેમણ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે આ કરૃણાંતિકા બાદ બન્નેના જનાજા સાથે નિકળતા સ્થાનિક વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

 

Source:Sandesh

ભાવનગર/Bhavnagar,સામાજિક/Social,View : 2576

  Comments

  • Chavda raju24/04/2019Kark rashi na name
  • Panchal SHAILESH23/04/2019તુલા રાશી છે
  • Nikunj23/04/2019વૃષભ રાશિ પર થી છોકરાં નું નામ જણાવજો. બ,વ,ઉ
  • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
  • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
  • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
  • જ ખ18/04/2019જ ખ રાશી નામ
  • Kak18/04/2019Kak
  • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
  • Alpesh 16/04/20199979987025
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • Life is what we make it, always has been, always will be.Grandma Moses