અક્કલ…..

 • ચિંતા

  ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન ત્રણેય સંઘના સ્વયંસેવક હશે

201719Jul
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન ત્રણેય સંઘના સ્વયંસેવક હશે

વેંકૈયા નાયડુના નામની ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે જાહેરાત થતાં સૌથી વધુ ખુશી નાગપુરના અચ્યુત રોડ, રેશનબાગ ખાતે આવેલા સંઘના મુખ્ય મથકમાં થઈ હશે.

૫ ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિપદે વેંકૈયા નાયડુ વિજેતા જાહેર થશે ત્યારે દેશના ઈતિહાસમાં પહેલી વખત એવું બનશે કે દેશના સુપ્રીમ ગણાતા ત્રણેય મુખ્ય પદ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તરીકે સંઘના સ્વયંસેવક બિરાજતા હશે.

સંઘ માટે આ કોઈ નાનીસુની ઘટના નથી. સંઘનું આ સ્વપનું હતું જે સાકાર કરવા કેટલી તપસ્યા, કેટલા બલિદાન, કેટલાય સંઘર્ષ પછી હકીકતમાં પરિણમવા જઈ રહ્યું છે ત્યારે સંઘના સ્વયંસેવકોની ખુશીનો પાર નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે ઇજીજી તરીકે અથવા સંઘ તરીકે જાણીતી હિંદુવાદી સંસ્થા છે. જેની સ્થાપના ૨૭ સપ્ટેમ્બર ૧૯૨૫ દશેરાના દિવસે નાગપુરમાં માંડ પાંચ યુવાનોને સાથે રાખીને કરાઈ હતી.

આ સંસ્થાના સ્થાપક નાગપુરના ડોક્ટર કેશવરામ બલીરામ હેડગેવાર હતા. સંઘના સ્વયંસેવકો તેમને ડોક્ટર સાહેબ તરીકે સન્માનપૂર્વક યાદ કરે છે. સંઘના સ્થાપના કાળથી અત્યાર સુધી તેની ઉપર ત્રણ- ત્રણ વખત પ્રતિબંધો મુકાયા, પહેલો પ્રતિબંધ ૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ ત્યારે મુકાયો. બીજી વખત વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ દેશમાં કટોકટીની જાહેરાત કરી ત્યારે ૧૯૭૫માં મુકાયો અને ત્રીજી વખત ૧૯૯૨માં અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પડાઈ ત્યારે પ્રતિબંધ લદાયો. પરંતુ દરેક પ્રતિબંધ પછી સંઘ વધુ તાકાતવર બનીને બહાર આવ્યો છે.

આજે દેશભરમાં સંઘની ૫૬,૮૫૯ શાખાઓ છે અને અંદાજે ૬૦ લાખ એક્ટિવ સ્વયંસેવકો દેશભરમાં પથરાયેલા છે. દુનિયાની સૌથી મોટી શિસ્તબદ્ધ સંસ્થા તરીકે ઇજીજી એ માન્યતા પ્રાપ્ત કરી છે.

૨૦૧૪માં વડા પ્રધાન તરીકે જ્યારે નરેન્દ્ર મોદીએ સંસદને દંડવત કરી ચાર્જ લીધો ત્યારે સંઘ માટે એ ગૌરવશાળી દિવસ હતો. સંઘનો એક પૂર્ણકાલીન પ્રચારક દેશનો વડા પ્રધાન બને તેનાથી વિશેષ ગૌરવ બીજું શું હોઈ શકે. ૮૯ વર્ષની આકરી તપસ્યા, અવહેલના, તિરસ્કાર અને અનેક પડકારો પછી સંઘનો સ્વયંસેવક દેશના સર્વોચ્ચ પદે બેઠો ત્યારે સંઘને આ બધી વિડંબનાઓનું ફળ મળી ગયું. વી.પી.સિંહની સરકાર વખતે સંઘના સભ્યપદનો મુદ્દો ઉઠાવી ભાજપના સભ્યોને સંઘનું સભ્યપદ છોડવાનું કહેવાયું હતું. આ સંઘનું હળાહળ અપમાન હતું.

જ્યારે સંઘની પોલિટિકલ પાંખ એવા ભાજપના સભ્યોને કહેવાયું કે તમારે સરકારમાં રહેવું હોય તો સંઘને છોડવો પડશે. આનાથી મોટું સંઘનું બીજું કયું અપમાન હોઈ શકે. સંઘના સ્વયંસેવક એવા અટલ બિહારી વાજપેયીએ પણ વડા પ્રધાન પદ શોભાવ્યું હતું પરંતુ એ સમયગાળો બધાને સાચવીને સરકાર ચલાવવાનો હતો.

ભાજપે સરકાર ચલાવવા એ સમયગાળામાં ઘણા બધા સમાધાન કરવા પડયા હતા. નરેન્દ્ર મોદીએ જ્યારે પૂર્ણ બહુમત સાથે સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારે સંઘના વિરોધીઓ માટે એક વણપુછાયેલા પ્રશ્નનો જડબાતોડ મૌન જવાબ હતો કે જુઓ અત્યાર સુધી અમારું અપમાન, અવહેલના કરી હવે અમારો સત્તાવાર સ્વયંસેવક, અમારો પૂર્ણકાલીન પ્રચારક દેશના વડા પ્રધાન બનીને બેઠા છે. સંઘની સિસ્ટમમાં પ્રચારકનું ખૂબ જ મહત્ત્વ છે.

જેમ આદ્યાત્મિક જગતમાં દુનિયાના તમામ બંધનો છોડીને પ્રભુ પ્રાપ્તિ માટે સાધુ બનાય છે તેમ સંઘકાર્ય માટે તમામ બંધનો છોડી પોતાનું જીવન અર્પણ કરી દેનારને પ્રચારક કહેવાય છે. સંઘનું મુખ્યકાર્ય તો હિંદુત્વની રક્ષા, હિંદુ સંસ્કૃતિના સન્માન માટે મજબૂત હિંદુ સંગઠન બનાવવાનું છે.

૧૯૨૫માં જ્યારે દેશના હિંદુઓ ચારેય તરફથી અસુરક્ષિતતા મહેસૂસ કરતા હતા ત્યારે સંઘના વડા ડોક્ટર સાહેબે પોતાના દેશમાં નિર્બળતા અનુભવતા હિંદુને સશક્ત બનાવવાનું ભગીરથ કાર્ય આરંભ્યું હતું.

સંઘની હિંદુત્વની વ્યાખ્યા ખૂબ વિશાળ છે. સંઘ હિંદુત્વને કોઈ ધર્મ, પંથ, પૂજા, ઉપાસના તરીકે નથી જોતો. એટલે જ સંઘ કોઈ ધાર્મિક સંગઠન નથી. સંઘ હિંદુત્વને ‘ વે ઓફ લાઈફ,’ જીવનદૃષ્ટિ તરીકે જુએ છે. સંઘનું માનવું છે કે, ભારતમાં રહેવાવાળા મુસ્લિમ, ખ્રિસ્તીઓ બહારથી આવ્યા નથી. આ બધાના પૂર્વજો એક જ હતા.

ધર્મ બદલવાથી કોઈ જીવન પ્રત્યેની દૃષ્ટિ બદલાતી નથી, એટલે ભારતમાં રહેવાવાળા બધા જ હિંદુ છે. જો કે સંઘની આ માન્યતા સાથે દેશના બધા જ લોકો સહમત નથી. રાજકીય લાભાલાભ માટે દેશને ધર્મ-જાતિ અને પેટાજાતિઓ સુધીનું વિભાજન કરવાનું કાર્ય અત્યાર સુધી ચાલતું આવ્યું છે પરંતુ સંઘે તમામ અવરોધો- પડકારો વચ્ચે પણ પોતાનું હિંદુત્વ માટેનું કાર્ય અવિરત પણે ચાલુ જ રાખ્યું.

દેશના વડા પ્રધાન પછી જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંઘના વર્ષો જૂના સ્વયંસેવક રામનાથ કોવિંદનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું ત્યારે દેશભરમાં તેઓ દલિત છે એ વાત પર જોર અપાયું.

રામનાથ કોવિંદ સંઘના સ્વયંસેવક છે એ વાત પર કોઈ ચર્ચા ના થઈ. રામનાથ કોવિંદે પોતાના વતનનું ઘર સંઘની સેવામાં અર્પણ કરી દીધું હતું. જ્યારે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને દેશના સૌથી મોટા ઘર એવા રાષ્ટ્રપતિભવનમાં રહેવા જશે ત્યારે રામનાથ કોવિંદના આ સન્માન પાછળ તેમનો એક સમયનો ત્યાગ છુપાયેલો છે એ વાતની ભાગ્યે જ કોઈને ખબર હશે.

ઉપરાષ્ટ્રપતિપદના NDAના ઉમેદવાર તરીકે જ્યારે વેંકૈયા નાયડુનું નામ જાહેર કરાયું ત્યારે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદના નામ વખતે જે આૃર્ય સર્જાયું હતું તેવું આૃર્ય કોઈને થયું ન હતું. વેંકૈયા નાયડુ વર્ષોથી રાજકારણમાં સક્રિય છે.

ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી પણ તેમણે નિભાવી છે. કોલેજ કાળથી છમ્ફઁ સાથે સંકળાયેલા વેંકૈયા નાયડુ બાળપણથી જ સંઘની શાખામાં જતાં હતા.આંધ પ્રદેશમાં મ્ત્નઁ માટે ખૂબ કામ કરનાર નાયડુ આંધપ્રદેશમાં ધારાસભ્યથી શરૂ કરીને વાજપેયી સરકારમાં કેબિનેટ મંત્રી, નરેન્દ્ર મોદી સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનું મંત્રીપદ શોભાવ્યું છે.

હવે જ્યારે આગામી ૨૫ જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે અને ૫મી ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિપદનું પરિણામ જાહેર થશે ત્યારે દેશમાં એક નવો જ ઈતિહાસ સર્જાવાનો છે.અત્યાર સુધી રાજકીય અસ્પૃશ્ય ગણી સઘના લોકોને હડે હડે કરનારાઓને નતમસ્તકે સંઘના સ્વંયસેવકોને ઉચ્ચસ્થાને બેઠેલા સ્વીકારવા પડશે.

અત્યારના રાજકીય સમીકરણો જોતા NDAના ભાજપના ઉમેદવાર રામનાથ કોવિંદની રાષ્ટ્રપતિપદે અને વેંકૈયા નાયડુની ઉપરાષ્ટ્રપતિપદે જીત નક્કી છે, ત્યારે એ વાત ચોક્કસ છે કે આગામી ૫મી ઓગસ્ટે દેશના બે સર્વોચ્ચપદ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિપદ તરીકે સંઘના સ્વયંસેવકો આસનસ્થ થશે. છેલ્લા ૨૦ વર્ષનો ઈતિહાસ જોઈએ તો એક વાત નજરે પડશે કે ક્યારેય પણ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એક જ ધર્મના ન હતા.

રાષ્ટ્રપતિ મુસ્લિમ હોય તો ઉપરાષ્ટ્રપતિ હિંદુ હોય. આ સિલસિલો ૫મી ઓગસ્ટે તૂટશે. નેહરુના સમયથી ચાલી આવતી તુષ્ટિકરણની નીતિને ધ્વંસ ૫ ઓગસ્ટે થશે. આ ઘટના સ્વાભાવિક એટલા માટે નથી કે એક સમય એવો હતો કે દેશમાં હિંદુઓ પોતાની હિંદુ તરીકેની ઓળખ આપતા શરમાતા હતા.

દેશનો માહોલ દંભી સેક્યુલરોએ એટલો બગાડી નાખ્યો હતો કે દેશના આસ્થાસ્થાનો, ધાર્મિક પ્રતીકો અને દેશના ઇતિહાસ સાથે ભયંકર ખિલવાડ થતો હતો.

ડાબેરી વિચારસરણી રાજધાનીમાં હાવી થઈ ગઈ હતી. કોઈ હિંદુ માથે તિલક કરે કે ગળામાં માળા પહેરે કે હાથમાં લાલ નાડાછડી બાંધે તો તેની મશ્કરી કરાતી હતી અને તેને ઓર્થોડોક્સ ગણીને ઉતારી પાડવામાં આવતો હતો. હવે જમણેરી પાંખના ત્રણ નેતાઓ દેશના સર્વોચ્ચપદે બેસવા જઈ રહ્યા છે ત્યારે રાજધાનીમાં ડાબેરીઓની બોલતી બંધ થઈ ગઈ છે.

 

source: sandesh

અહમદાબાદ/Ahmedabad,રાજકીય/Political,View : 659

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનરૂપી હાથીને વિવક વડે અંકુશમાં રાખી શકાય છે.