અક્કલ…..

  • શાદી…

    એકવાર ૧ વિદેશી ૧ સરદારજી ને કહે હમારે યહા તો શાદી ઈ-મૈલ સે હોતી હે….

    તો સરદારજી કહે હમારે યહા તો શાદી ફીમૈલ સે હોતી હે

     

     

રાજ્યસભા: પહેલો ઘા બાપુનો, શાહના ચક્રવ્યૂહમાં ફસાયા સોનિયાના 'શાહ'

201708Aug
રાજ્યસભા: પહેલો ઘા બાપુનો, શાહના ચક્રવ્યૂહમાં ફસાયા સોનિયાના 'શાહ'

અમદાવાદ રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે આજે મંગળવારે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં રાજ્ય સભાની ચૂંટણીમાં 23 વર્ષ પછી કસોકસનો જંગ જોવા મળી રહ્યો છે.

તે દરમિયાન અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના ભાજપના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા હતા. તો બીજી તરફ આણંદના નિજાનંદ રિસોર્ટથી કોંગ્રેસની ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ગયા છે.

શંકરસિંહ વાઘેલાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, મેં મારો મત અહેમદ પટેલને નથી આપ્યો. મતદાનની સાથે-સાથે વાઘેલા જૂથના પાંચ ધારાસભ્યોએ ભાજપને વોટ આપ્યો બળવંતસિંહ રાજપુત માટે મતદાન કર્યું છે,

રાજકારણમાં રહેવું છે પણ કોંગ્રેસમાં નહીં : રાઘવજી પટેલ બળવંતસિંહ રાજપૂતને મત આપ્યો, પક્ષ અમારી વાત જ નહોતું સાંભળતું : ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના વ્હીપ મુજબ મતદાન કર્યું છે, અમારા ત્રણેય ઉમેદવારોની જીત માટે ભરોસો, એન.સી.પી.ના ધારાસભ્યોએ પણ ભાજપ માટે મતદાન કર્યાનો વિશ્વાસ : વિજય રૂપાણી આજે બે દિવસીય સત્ર વિધાનસભાનું બે દિવસીય સત્ર પણ મંગળવારથી શરૂ થતું હોવાથી બન્ને પક્ષના ધારાસભ્યો પક્ષની સૂચના પ્રમાણે સ્વર્ણિમ સંકુલ 2 ખાતેના મતદાન મથક પર જઈને પોતાનો મત આપીને ફરીથી વિધાનસભાના સત્રમાં ઉપસ્થિત થશે.

ઘર્ષણની શક્યતાઓને કારણે સ્વર્ણિમ સંકુલમાં મતદાન સ્થળે ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.સ્વર્ણિમ સંકુલ-2માં સવારે 9થી સાંજે 4 વાગ્યા દરમિયાન મતદાન થશે. 176 ધારાસભ્યો મતદાન કરશે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ભાજપ-કોંગ્રેસના 176 ધારાસભ્યો મતદાન કરવાના છે જેમાંથી કેટલાકે તો મતદાન કરી દીધું છે.

રાજ્યસભાની 3 બેઠકો માટે ભાજપ તરફથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની અને બલવંતસિંહ રાજપૂત ઉમેદવારી કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલ ઉમેદવાર છે. ભાજપે ત્રણેય બેઠકો અંકે કરવા માટે સમગ્ર તાકાત કામે લગાવી છે જ્યારે કોંગ્રેસમાંથી છેડો ફાડનાર શંકરસિંહ વાઘેલાના સમર્થક એવા 6 ધારાસભ્યો નોટા કે ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ છે.

ઓપન બેલેટથી મતદાન રાજ્યસભાની ચૂંટણી માટે ઓપન બેલેટ પદ્ધતિથી મતદાન થશે. ધારાસભ્યએ પોતે કોને મત આપ્યો છે તે બેલેટ મતદાન મથકમાં હાજર પાર્ટીના પોલિંગ એજન્ટને બતાવવાનું રહેશે. તે પછી મતપેટીમાં મત જશે.

પોલિંગ એજન્ટને બેલેટ બતાવવાનો ઇન્કાર કરનાર ધારાસભ્યનો મત રદ થઇ શકે છે. 1994માં આવો માહોલ હતો 1994માં ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને ભાજપ તરફથી કનકસિંહ માંગરોલા ભાજપની મદદથી ચૂંટણી જીત્યા હતા. તે સમયે પણ બાપુએ ક્રોસ વોટિંગ કરાવ્યું હતું.

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,રાજકીય/Political,View : 971

    Comments

    • જ ખ18/04/2019જ ખ રાશી નામ
    • Kak18/04/2019Kak
    • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
    • Alpesh 16/04/20199979987025
    • Olakiya Amit14/04/2019Hii
    • Bhara11/04/2019Uuu
    • Kailesh. N05/04/2019મીન રાશિ name
    • અંકિત 03/04/2019💯 યયાતિ
    • અંતિમ 01/04/2019મીન રાશિ છોકરીઓના નામ જણાવો
    • Vicky Bodana01/04/2019ધન રાશિ પર નામ છોકરી ના નવા લેટેસ્ટ
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મને તો ચાહનારી આખી દુનિયા નજર સામે પડી છે મારે તને ચાહવી હતી, ઍટલે ભગવાને તને ઘડી છે