અક્કલ…..

 • ડોનની દિકરી

  ડોનની પુત્રીનુ મેરેજ થયુ. બીજા દિવસે તે ઘરે આવી અને પોતાના પિતાજીને બોલી - ડેડ, મારી તેની સાથે લડાઈ થઈ ગઈ છે.
  ડોન - લગ્ન પછી નાની મોટી લડાઈ તો થતી રહે છે... તુ ચિંતા ન કરીશ.
  પુત્રી - એ તો ઠીક છે પણ લાશનું શુ કરુ ?

રાજ્યમાં વિધિવત્ ચોમાસું શરૂ થવાના એંધાણ, ધીમે પગલે વરસાદનું આગમન

201724Jun
રાજ્યમાં વિધિવત્ ચોમાસું શરૂ થવાના એંધાણ, ધીમે પગલે વરસાદનું આગમન

રાજ્યમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ શુક્રવારે ધીમે પગલે વરસાદનું આગમન થયું હતું. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અડધોથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

વાવાઝોડા સાથે ત્રાટકી પડેલા વરસાદને કારણે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી લોકોને ગરમીમાં રાહત મળી હતી. અનેક સ્થળે વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી.

અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ શુક્રવારે સાંજે વરસાદ પડ્યો હતો. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અડધાથી અઢી ઈંચ વરસાદ રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 1 ઈંચ જ્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તોફાની પવન સાથે અડધોથી પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્રના પોરબંદર, જામનગર, ભાવનગર, રાજકોટ અને અમરેલી પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. પોરબંદરના બરડા પંથકના રોજીવાડા, સીમર અને ભોમિયાબદરમાં ધોધમાર 2થી 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો.

ભાવનગર શહેરમાં અડધો અને ઘોઘામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. જામનગરના ભાણવડમાં 1,લાલપુરમાં અડધો ઇંચ વરસાદ, ખંભાળિયામાં ઝાપટા પડયાં હતાં.

મધ્ય ગુજરાતમાં ચરોતર પંથક, દાહોદ જિલ્લા, સંખેડા તાલુકાના કેટલાક ગામ, બોડેલી તાલુકાના કેટલાક ગામમાં વાવાઝોડાને કારણે અનેક સ્થળે નુકસાન થયું હતું. દાહોદ 67, ગરબાડા 28, ધાનપુર 86, દેવગઢ બારીયા 70, લીમખેડા 115, ઝાલોદ 110, ફતેપુરા 97 તેમજ સંજેલી તાલુકામાં 88 મી.મી. વરસાદ નોંધાયો હતો.

આણંદ-નડિયાદ પંથકમાં સરેરાશ 7 મીમી વરસાદ પડ્યો હતો. આણંદ શહેરમાં અનેક વિસ્તારોમાં વિજળી ડૂલ થઈ ગઈ હતી, જ્યારે વીજ કરંટથી 2 પશુનાં મોત થયા હતા.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા, કડી, મોડાસા અને વીસનગરમાં પણ અડધોથી પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. પવન સાથે વરસાદથી ઝાડ પડ્યાં, મકાનોનાં છાપરાં ઊડ્યાં બોડેલી તાલુકાના જાંબુગામમાં તોફાની પવન સાથે આવેલા વરસાદને કારણે અનેક મકાનોના છાપરા ઉડ્યાં હતાં. સાવલીમાં પણ અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા.

સાવલીથી ભાદરવા રોડ પર બાઈક પર જતા મડાપુરા ગામના લક્ષ્મણભાઇ પર વૃક્ષની ડાળી પડતા માથાના ભાગે ગંભીર ઇજા વડોદરા ખસેડાયા છે. ધરતીપુત્રોની ચિંતા ટળી રાજ્યમાં 15 પડેલા વરસાદમાં ખેડૂતોએ વાવણી કરી દીધી હતી.

વરસાદ લંબાઈ જવાને કારણે ખેતરમાં ઊગેલો નવો પાક બળી જવાની ધરતીપૂત્રોમાં ચિંતા પેદા થઈ હતી. જોકે ધીમી ધારે આવેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા દૂર થઈ હતી.

અમદાવાદમાં ભારે પવન સાથે મેધમહેર, વાતાવરણમાં ઠંડક પ્રસરી અમદાવાદમાં શુક્રવારે સાંજે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રતનપોળ જેવા કોટના વિસ્તારોમાં ઝાપટાથી પાણી ભરાયા હતા.

જ્યારે હિમાલયા મોલ પાસે તોફાની પવનના કારણે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. રવિવાર અને સોમવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યા છે. શુક્રવારે બપોર બાદ વાતાવરણ પલટાતા શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે મેધાએ વરસવાનું શરૂ કરી દીધું હતુ.

શહેરના સોલા વિસ્તારમાં, ઘાટલોડિયામાં, નવા વાડજ, વસ્ત્રાપુરમાં, જીવરાજ પાર્ક, કાલુપુર, શિવરંજની, ઇસનપર, ઘોડાસર, રાયપુર, માણેક બાગ, એસ.જી.હાઇવે, થલતેજ, શ્યામલ, ડ્રાઇવ ઇન, સરખેજ, જેવા વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શહેરમાં પલટાયેલા હવામાનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અમદાવાદમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદે વરસવાનું શરૂ કરી દીધુ. ભારે પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિગ ડોલવા લાગ્યા હતા. અચાનક ઝાપટું શરૂ થતા શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

આ વખતે સિઝનનું ચોમાસુ મોડું શરૂ થતા લોકો ગરમીથી ત્રસ્ત થયા હતા. જો કે, દેશના પશ્ચિમ ઝોનમાં ધીમી ધારે વર્ષારાણીની પધરાણી થઇ ગઇ છે. જો કે, સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદે હાઉકલી કરીને વિરામ લીધો છે જ્યારે દક્ષિણ ગુજરાત પ્રાંતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે.

 

source: divyabhaskar

સુરત/Surat,મહેસાણા/Mehsana,વડોદરા/Vadodara,અહમદાબાદ/Ahmedabad,ભાવનગર/Bhavnagar,પોરબંદર/Porbandar,ગાંધીનગર/Gandhinagar,જામનગર/Jamnagar,રાજકોટ/Rajkot,અમરેલી/Amreli,આણંદ/Anand,View : 305

  Comments

  • min rashi (boy)23/04/2018meen rashi BOY nu name aapo
  • N R C22/04/2018ડ અને હ ઉપરથી બેબી ના નામ આપો
  • IDRISH VHORA 22/04/2018નાના બાળકને રતવા માટે શું કરવું જોઈએ 10 દિવસ નો છે
  • રામી રમેશ22/04/201819/04/2018 ના રોજ સાંજે 5.57 વાગે બાબા નો જન્મ થયો છે
  • નિલેશ19/04/2018મારા બાબા નો 12/04/18 ના રોજ જન્મ થયો છે તો આવતી રાશી મુજબ નામો આપવા વિનંતી
  • તલોજકુમાર વેણ18/04/2018તા.૧૨/૦૪/૧૮ ના ક.૧૯/૪૫ વાગ્યે મારે બેબી નો જન્મ થયેલ છે તો કુંભ રાશી ઉપર આવતા સ ઉપર થી શરુ થતાં નામો આપશો
  • દિપક મોદી15/04/2018ધનું રાશિઉપર આવતા તેમજ ધ એન્ડ ભ ઉપર થી આવતા એકદમ નવા નામ આપશો
  • Hitesh14/04/2018૧૧-૪-૨૦૧૮નાં રોજ twins બાબો અને બેબી નો જન્મ થયો હોવાથી રાશી અને તેમનાં સારા નામ માટે સલાહ આપશો..એવી વિનંતિ સહ....
  • જયેશ પ્રજાપતિ14/04/2018આજે મારો જન્મ દિવસ છે
  • વિજય 13/04/2018સુર્યા રામપલામા પાણીનો વાલ જાણી જોયને તરાભરવા તોળાયો હતો,
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.